Botad : સાળંગપુરમાં પોલીસના મારથી યુવકનું મોત થયાનો આક્ષેપ, પરિવારે મૃતદેહ સ્વીકારવાનો કર્યો ઇનકાર, HCએ આપ્યા તપાસના આદેશ

બોટાદના સાળંગપુરમાં પોલીસના મારથી એક યુવકનું મોત થયું હોવાનો આક્ષેપ થયો છે. પોલીસના મારથી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા યુવકે સારવાર દરમિયાન અમદાવાદ સિવિલમાં મોત થયુ છે.

Botad : સાળંગપુરમાં પોલીસના મારથી યુવકનું મોત થયાનો આક્ષેપ, પરિવારે મૃતદેહ સ્વીકારવાનો કર્યો ઇનકાર, HCએ આપ્યા તપાસના આદેશ
Botad
| Edited By: | Updated on: May 15, 2023 | 9:54 AM

બોટાદના ( Botad )સાળંગપુરમાં પોલીસના મારથી એક યુવકનું મોત થયું હોવાનો આક્ષેપ થયો છે. પોલીસના મારથી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા યુવકે સારવાર દરમિયાન અમદાવાદ સિવિલમાં દમ તોડ્યો છે. પરિવારજનો અને સમાજના અગ્રણીનો આક્ષેપ છે કે ગત 14 એપ્રિલના રોજ સાળંગપુરમાં રહેતા યુવકને ખોટી રીતે પોલીસે પકડ્યો હતો અને ઢોર માર માર્યો હતો. ત્રણ પોલીસ કોન્સ્ટેબલ યુવક પર તૂટી પડ્યા હતા અને બેરહેમીપૂર્વક ઢોર માર માર્યો હતો.

આ પણ વાંચો : Botad: કષ્ટભંજન હનુમાનજીને કરાયો કેસૂડાનો શણગાર, મંદિર પરિસરમાં મારુતિ યજ્ઞનું પણ આયોજન

પોલીસના મારથી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા યુવકને પહેલા સારવાર માટે ભાવનગર લઇ જવાયો હતો. પરંતુ ત્યાં તબીયતમાં કોઇ સુધારો ન થતાં તેને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલમાં લવાયો હતો. જ્યાં સારવાર દરમિયાન યુવકનું મોત થયું હતું. તો બીજી તરફ યુવકના મોત બાદ પરિવારજનો અને સમાજના અગ્રણી રોષે ભરાયા છે. અને જ્યાં સુધી જવાબદાર પોલીસકર્મીઓ સામે કાર્યવાહી ન થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે.

 

તો મૃતક યુવકના પરિવારજનોને ન્યાય અપાવવા હવે સમાજ પણ સાથે આવ્યો છે. સામાજીક અગ્રણીઓએ પણ એકસૂરે આરોપીઓ સામે પોલીસ ફરિયાદ નોંધવાની માગ કરી છે. સામાજીક અગ્રણીઓએ ચીમકી ઉચ્ચારી છે કે જ્યાં સુધી આરોપીઓની ધરપકડ નહીં થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવામાં નહીં આવે.

તો બીજી તરફ બોટાદના યુવકને પોલીસ દ્વારા ઢોર માર મારવાની સમગ્ર ઘટનાની ગુજરાત હાઇકોર્ટે ગંભીર નોંધ લીધી છે અને બોટાદ જિલ્લા SPને તપાસના આદેશ આપ્યાં છે. હાઇકોર્ટે જિલ્લા પોલીસ વડાને પોલીસ સ્ટેશન અને હોસ્પિટલના CCTV આપવા સૂચના આપી છે. એટલું જ નહીં જવાબદાર પોલીસકર્મી સામે કડક પગલાં લેવામાં આવે તેવો પણ હાઇકોર્ટે આદેશ આપ્યો છે. આ મુદ્દે આગામી 6 જૂને હાઇકોર્ટમાં વધુ સુનાવણી હાથ ધરાશે.

એક તરફ પોલીસ દમનનો આરોપ, તો બીજી તરફ કમાઉ દિકરાની ગેરહાજરીને પગલે પરિવાર પર મોટું સંકટ આવી પડ્યું છે. ત્યારે હવે પરિવારજનોને કોર્ટ તરફની ન્યાયની અપેક્ષા છે. ત્યારે 6 જૂને કેસની વધુ સુનાવણીમાં શું સામે આવે છે તે જોવાનું રહેશે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…