Botad : રાજપરા અને હામાપરના ગામમા એસટી બસ ઉભી ના રહેતા, કારની ડિકીમાં બેસી શાળામા જવા મજબૂર વિદ્યાર્થીઓ, જુઓ Video

Botad : રાજપરા અને હામાપરના ગામમા એસટી બસ ઉભી ના રહેતા, કારની ડિકીમાં બેસી શાળામા જવા મજબૂર વિદ્યાર્થીઓ, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 22, 2023 | 10:02 AM

અભ્યાસ માટે ગામથી દુર જતા વિદ્યાર્થીઓને આવવા-જવા માટે એસટી બસ સહિતના સરકારી સાધનો ન મળતા વિધાર્થીઓ ખાનગી વાહનોનો સહારો લઈ રહ્યા છે. તેમાં પણ ખાનગી વાહન ચાલકો વિદ્યાર્થીઓની મજબૂરીનો લાભ ઉઠાવે છે.

દેશભરમાં સરકાર બાળકોને શિક્ષા પ્રાપ્ત થાય તે માટે જુદી-જુદી યોજનાઓ ચલાવી રહી છે. જેથી બાળકોને શિક્ષણ મેળવવાનો પ્રાથમિક હક પ્રાપ્ત થઈ શકે. પરંતુ બોટાદના રાજપરા અને હામાપરના ગામની વિદ્યાર્થીઓને શાળામાં જવા માટે એસટી બસો ઉભી ના રહેતા ખાનગી વાહનોની ડિકીમાં બેસીને જવા માટે મજબૂર છે. રાજપરા અને હામાપરના 150 વિદ્યાર્થીઓ અભ્યાસ માટે ગોરડકા જાય છે. વિદ્યાર્થીઓ સાથે તેમના વાલીઓ અને ગામના આગેવાનોએ તાત્કાલીક ધોરણે એસટી બસ ફાળવવામાં આવે તેવી માગ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓને શાળા સુધી પહોંચવા માટે અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે.જેથી વાલીઓએ તંત્ર સામે બસ ફાળવવામાં આવે તેવી માગ કરી છે.

આ પણ વાંચો : Botad: શનિશ્વરી અમાસ નિમિત્તે કષ્ટભંજન દેવને વિશેષ શણગાર,ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર

વિદ્યાર્થિનીઓએ આક્ષેપ દ્વારા જણાવ્યું

અભ્યાસ મેળવવા માટે ગામથી દુર જતા વિદ્યાર્થીઓ આવવા જવા માટે એસટી બસ સહિતના સરકારી સાધનો ન મળતા વિધાર્થીઓને ખાનગી વાહનોનો સહારો લઈ રહ્યા છે. તેમાં પણ વાહન ચાલકો વિદ્યાર્થીઓની મજબૂરીનો લાભ ઉઠાવે છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે તે અનુસાર જગ્યાના અભાવે વિદ્યાર્થિનીઓ કારની ડેકીમાં બેસીને અભ્યાસમાં માટે શાળાએ જઇ રહી છે.જ્યારે ST બસ સમયસર ન આવતી હોવાથી આ ઉપરાંત બસના ડ્રાઇવર-કંડકટર મનમાની ચલાવી બસ ઉભી ન રાખતા હોવા સહિતના દિકરીઓએ આરોપ લગાવ્યા હતા.

Published on: Jan 22, 2023 09:52 AM
g clip-path="url(#clip0_868_265)">