Botad : ગઢડાના ગ્રામ્ય પંથકમાં મેઘ મહેર, ધરતીપુત્રોમાં ખૂશીનો માહોલ છવાયો

|

Jun 13, 2022 | 12:14 PM

ગઢડા (Gadhada)તાલુકાના ગઢાળી, વનાળી, ચિરોડા, સાજણાવદર, બોડકી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ (Rain) વરસતા ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી હતી

Botad : ગઢડાના ગ્રામ્ય પંથકમાં મેઘ મહેર, ધરતીપુત્રોમાં ખૂશીનો માહોલ છવાયો
Rain in botad

Follow us on

ગઢડાના (Gadhada) ગ્રામ્ય પંથકમાં ગઈ કાલથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.ગઢડા તાલુકાના ગઢાળી, વનાળી, ચિરોડા, સાજણાવદર, બોડકી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ (Rain) વરસતા ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી હતી.વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોને ગરમીમાંથી રાહત મળી હતી.ઉલ્લેખનીય છે કે,ગુજરાતમાં ચોમાસાની(Monsoon)  સત્તાવાર રીતે શરૂઆત થઈ ગઈ છે.

રાજ્યના કુલ 91 તાલુકાઓમાં વરસાદનું આગમન થઈ ચૂક્યું છે. રાજ્યમાં સૌરાષ્ટ્ર (Saurashtra) અને મધ્યગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. વરસાદને પગલે સૌરાષ્ટ્રમાં કેટલાક સ્થળે ખેડૂતોએ વાવણીની શરૂઆત પણ કરી દીધી છે.જ્યારે મધ્ય ગુજરાતની વાત કરીએ મહિસાગર (Mahisagar) જિલ્લાના સંતરામપુર તાલુકામાં ગતરોજ 3 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો હતો.

સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી

આજે સમગ્ર ગુજરાતમાં(Gujarat) ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી છે. હવામાન વિભાગનું(IMD)  માનીએ તો આજે સમગ્ર રાજ્યમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. જ્યારે આવતીકાલથી 3 દિવસ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે. 14, 15 અને 16 જૂને ખાસ કરીને અમદાવાદ, આણંદ, વડોદરા, નવસારી, તાપી, ડાંગ, વલસાડ, ભાવનગર અમરેલી, રાજકોટ, જૂનાગઢ, જામનગર અને દેવભૂમિ દ્વારકામાં વરસાદ પડી શકે છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

મહિસાગરના સંતરામપુરમાં સૌથી વધુ 76 મિલીલિટર, જૂનાગઢમાં 43, અમરેલીના વડિયામાં 34 મિલીલિટર, નવસારીના ખેરગામમાં 27 મિલીલિટર, ડાંગના વઘઇમાં, ગીર 23, ગીર સોમનાથના સૂત્રાપાડામાં 14, નર્મદાના ડેડિયાપાડામાં 14, સુરેન્દ્રનગરના ચોટીલામાં 6 મિલીલિટર, રાજકોટના ધોરાજીમાં 5, પંચમહાલના કલોલમાં 3, અરવલ્લીના મેઘરજમાં 2 તો આણંદ, ગાંધીનગર અને બનાસકાંઠાના સૂઇગામમાં 1-1 મિલીલિટર વરસાદ નોંધાયો હતો.

Next Article