Botad: યુવકને માર મારવાના કેસમાં પોલીસ કાર્યવાહી તેજ, માર મારનારા ત્રણેય પોલીસકર્મીના રિમાન્ડ પૂર્ણ થતા કરાયા જેલ હવાલે

|

May 18, 2023 | 10:50 PM

Botad: બોટાદમાં ત્રણ પોલીસકર્મીઓએ ચોરીની ઘટનાની તપાસ દરમિયાન યુવકને માર મારતા યુવકનું મોત થયુ હતુ. આ કેસમાં ત્રણેય પોલીસકર્મીના એક દિવસના રિમાન્ડ પૂર્ણ થતા જેલહવાલે કરાયા છે. ત્રણે સામે IPCની ધારા 302, 323, અને 114 મુજબ ગુન્હો નોંધવામાં આવ્યો છે.

Botad: યુવકને માર મારવાના કેસમાં પોલીસ કાર્યવાહી તેજ, માર મારનારા ત્રણેય પોલીસકર્મીના રિમાન્ડ પૂર્ણ થતા કરાયા જેલ હવાલે

Follow us on

બોટાદમાં 3 કોન્સ્ટેબલે માર મારતા યુવાનનું મોત થયાના આરોપને લઇ પોલીસે કાર્યવાહી તેજ કરી છે. ત્રણેય આરોપી પોલીસકર્મીની ધરપકડ કરી લેવામાં આવી છે. ત્રણેય પોલીસકર્મી અમીરાજ બોરીચા, રાહીલ સીદાતર અને નિકુલ સિંધવે માર માર્યો હોવાથી યુવાનનું મોત થયાના આક્ષેપ બાદ ધરપકડ કરવામાં આવી. ત્રણેય આરોપી સામે IPC 302, 323 અને 114 મુજબ ગુન્હો નોંધવામાં આવ્યો હતો. જે બાદ પોલીસે કાર્યવાહી તેજ કરી છે. આવતીકાલે પ્રેસ કોન્ફરન્સ કરીને પોલીસ અધિકારી સમગ્ર મામલે ખુલાસો કરશે.

ગત 14 મેના રોજ ત્રણેય પોલીસકર્મી ચોરીની ઘટનામાં તપાસ કરવા ગયા હતા. તે દરમિયાન યુવાનની પૂછપરછ કરતા તેણે પોલીસકર્મીઓનું આઇકાર્ડ માગ્યું હતું. જે બાદ ઉશ્કેરાઇને ત્રણેય પોલીસકર્મીએ યુવાનને માર માર્યો તેવો આક્ષેપ છે. યુવાનને ગંભીર ઇજા થતા હોસ્પિટલમાં ખસેડાયો હતો. સારવાર દરમિયાન જ યુવાનનું મોત નીપજ્યું હતું.

જે બાદ યુવાનના પરિજનો અને તેમના સમાજના આગેવાનો સાથે બોટાદ SP કચેરી ખાતે રેન્જ IG ગૌતમ પરમારે બેઠક યોજી હતી. યુવાનના પરિજનોએ આરોપીઓ સામે કડક કાર્યવાહીની માગ કરી. બેઠકમાં રેન્જ IGએ પરિજનોને ન્યાયની ખાતરી આપી હતી. હવે, અધિકારીઓ દ્વારા પ્રેસ કોન્ફરન્સમાં ખુલાસા કરવામાં આવશે અને વધુ કાર્યવાહી હાથ ધરાશે.

T20માં ભારત માટે વર્ષ 2024 રહ્યું શાનદાર
અમીર લોકો સવારે 9 વાગ્યા પહેલા કરી લે છે આ 6 કામ, સફળતાની મળે છે ગેરંટી
ન પાણી કે ન સાબુ, ગરમ કપડાંને સ્વચ્છ કરવા માટે કરો આ 2 કામ
Vitamin B12 : મહત્તમ ફાયદા માટે વિટામીન B12 સપ્લિમેન્ટ્સ ક્યારે લેવાં?
ન્યુમોનિયા, ઉલટી, પેટનો દુખાવો કે ઝાડા જેવી બીમારીઓ માટે EMERGENCY ઘરેલુ ઉપચાર
Astro Tips : ધનવાન બનવું હોય તો રાત્રે સૂતા પહેલા કરી લો આ કામ, જુઓ Video

બોટાદના હરણકુઈ વિસ્તારમાં રહેતા કાળુ ઉસ્માનભાઈ મિસ્ત્રી કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ગત 14 એપ્રિલના રોજ કાળુભાઈ મજૂરી કામ પતાવી પોતાના ઘરે આવતા હતા. ત્યારે ત્રણ પોલીસ કોન્સ્ટેબલે તેમને બોલાવી અને તું આ વ્યક્તિને ઓળખે છે અને આ મોટર સાઇકલ તું ચલાવે છે તે કોનું છે. તેમ પૂછતાં કાળુભાઈએ તમે ત્રણેય લોકો કોણ છો તેમ જણાવતા અને આઈડી પ્રુફ માગતા પોલીસ કર્મચારી આલકું બોરીયા, રાહીલ સિદાતર અને નિકુલ સિંધવ આ યુવાનને પોલીસ સ્ટેશનમાં લઈ જઈને માર મર્યોના આક્ષેપ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : Rain Breaking : બોટાદ અને જસદણ પંથકમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો, જુઓ Video

યુવકને પોલીસ દ્વારામાર મારવામાં આવતા ઇજાના કારણે તેનું સારવાર દરમિયાન અમદાવાદ સિવિલમાં મોત નીપજ્યું હતું. જેથી યુવકના સમાજના આગેવાનોએ ચીમકી ઉચ્ચારી હતી કે, જ્યાં સુધી આરોપી પોલીસકર્મીઓ સામે ફરિયાદ દાખલ નહીં થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવામાં નહીં આવે. તેવો સમાજના આગેવાનો તેમજ મૃતકના પરિવાર દ્વારા નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો.

યુવકને માર મારનાર ત્રણ પોલીસ કર્મચારીઓમાં આલકું બોરીયા, રાહીલ સિદાતર અને નિકુલ સિંધવનો સમાવેશ થાય છે. જ્યાં આ ત્રણ કર્મચારીઓ સામે મૃતક યુવાનના પિતાએ ફરિયાદ કરતા 302, 323, 114 કલમ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

બોટાદ અને ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article