Gujarati Video: બોટાદના રાણપુરની ભાદર નદીમાં નવા નીર આવ્યા

Gujarati Video: બોટાદના રાણપુરની ભાદર નદીમાં નવા નીર આવ્યા

| Edited By: | Updated on: Jul 06, 2023 | 6:42 PM

ઉપરવાસમાં પડેલા વરસાદના પગલે નવા નીર આવ્યા છે. જેના પગલે ભાદર નદી બે કાંઠે થઈ છે. તેમજ બોટાદ શહેર સહિત જિલ્લામાં ગત મોડી રાત્રે હતો સાર્વત્રિક વરસાદ થયો છે.

Botad : ગુજરાતના બોટાદ જિલ્લામાં ધોધમાર વરસાદ પડતાં નદી, નાળા અને ચેકડેમો છલકાયા છે. જ્યારે જિલ્લાના મોટા જીજાવદર અને સાગાવદર ગામ વચ્ચે આવેલો કોઝવે ઓવરફલો થયો છે.કોઝવે ઓવરફલો થતા મોટા જીજાવદર ગામે જવાનો રસ્તો બંધ થયો છે. જ્યારે ગત રાત્રે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. તેમજ બોટાદ રાણપુરની ભાદર નદીમાં નવા નીર આવ્યા છે.

આ પણ વાંચો :  Ahmedabad : “ગાડી મેરે બાપ કી હૈ પર રોડ નહિ” સિંધુભવન રોડ પર નબીરાઓને સ્ટંટ કરવો ભારે પડયો, પોલીસે કરાવ્યું કાયદાનું ભાન

ઉપરવાસમાં પડેલા વરસાદના પગલે નવા નીર આવ્યા છે. જેના પગલે ભાદર નદી બે કાંઠે થઈ છે. તેમજ બોટાદ શહેર સહિત જિલ્લામાં ગત મોડી રાત્રે હતો સાર્વત્રિક વરસાદ થયો છે.

જ્યારે ગઢડા તાલુકાના પાટણા ગામે નદી બે કાંઠે થઈ છે. ઢસા પાસેના પાટણા ગામે આવેલા રસનાળિયા નદીમાં પાણી આવતા ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. જેમાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે નદી બે કાંઠે થઈ છે. બોટાદ શહેર સહિત જિલ્લાના ગ્રામ્ય પંથકમાં વરસાદ પડ્યો છે.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us