ગઢડા ગોપીનાથજી મંદિર ટેમ્પલ બોર્ડની ચૂંટણીમાં તમામ 7 બેઠકો પર દેવપક્ષનો થયો વિજય

|

Apr 22, 2024 | 5:45 PM

ગઢડા ગોપીનાથજી મંદિર ટેમ્પલ બોર્ડની ચૂંટણીમાં દેવપક્ષનો ભવ્ય વિજય થયો છે. તમામ 7 બેઠકો પર દેવપક્ષના સાધુ, પાર્ષદ અને ગૃહસ્થ વિભાગની તમામ બેઠકો પર વિજય થયો છે. વિજેતા ઉમેદવારે અને સાધુ સંતોએ જીતની ઉજવણીમાં ગોપીનાથજી મહારાજની જયના નારા લગાવ્યા હતા.

ગઢડા ગોપીનાથજી મંદિર ટેમ્પલ બોર્ડની ચૂંટણીમાં તમામ 7 બેઠકો પર દેવપક્ષનો થયો વિજય

Follow us on

રવિવારે યોજાયેલી ગઢડા ગોપીનાથજી મંદિર ટેમ્પલ બોર્ડની ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયુ છે. આજે આ ચૂંટણી માટે મતગણતરી હાથ ધરાઈ હતી. જેમા શરૂઆતની મત ગણતરી દરમિયાન પ્રથમ સાધુ અને પાર્ષદની બે બેઠકની મતગણતરી હાથ ધરાઈ હતી. જેમા સાધુ બેઠકના હરીજીવન સ્વામી અને પાર્ષદ બેઠકના પોપટ ભગતની જીત થઈ હતી.

સૌપ્રથમ કુલ 7 બેઠકમાંથી 3 બેઠક પર દેવપક્ષનો વિજય થયો હતો. દેવપક્ષના સાધુ સંતોમાં જીતને લઈને આનંદ જોવા મળ્યો હતો. જે બાદ તમામ સાત બેઠકો પર પણ દેવપક્ષનો વિજય થયો છે. વિજેતા ઉમેદવાર અને સાધુ સંતોએ ગોપીનાથજી મહારાજની જયના જયકારા લગાવ્યા હતા. ચૂંટણી અધિકારીએ દેવપક્ષના તમામ ઉમેદવારોને વિજેતા જાહેર કર્યા હતા.

આ મતગણતરી દરમિયાન શરૂઆતમાં આચાર્ય પક્ષને મતગણતરી બુથ પર કાગળ અને પેન નહીં લઈ જવા માટે ચૂંટણી અધિકારીએ ના પાડતા વિવાદ થયો હતો. જો કે બાદમાં ચૂંટણી અધિકારીએ પેન તેમજ કાગળ લઈ જવાની મંજૂરી આપતા વિવાદ શાંત થયો હતો અને શાંતિપૂર્ણ માહોલમાં મતગણતરી શરૂ થઈ હતી. દેવ પક્ષના સાધુ બેઠકના શાસ્ત્રી હરિજીવન સ્વામી તો પાર્ષદ બેઠકના પોપટ ભગતની જંગી મતોથી જીત થઈ છે. શાસ્ત્રી હરિજીવન સ્વામીને કુલ 107 મત 119 માંથી મળ્યા છે, તો આચાર્ય પક્ષના સાધુ ઉમેદવારને માત્ર 12 મત મળ્યા છે. દેવપક્ષના પાર્ષદ પોપટ ભગતને કુલ 69માંથી 62 મત મળ્યા છે.

ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર
ખરતા વાળથી છુટકારો મેળવવા માટે રોજ એક વાર પીવો આ જ્યુસ
કથાકાર જયા કિશોરી પોતાની બેગમાં કઈ વસ્તુઓ રાખે છે? જાતે ખોલ્યું રહસ્ય
ઉનાળામાં ઘરે બનાવો કાચી કેરીની મીઠી ચટણી, જાણી લો સિક્રેટ રેસીપી
કેટરિનાએ પતિ વિકીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી, જુઓ ફોટો
લિફ્ટમાં ફસાઈ જાવ તો ભૂલથી પણ ન કરતા આ કામ

આ પણ વાંચો: દેશના 8 રાજ્યોમાં 5 દિવસ હીટવેવની આગાહી, ગુજરાત સહિત 21 રાજ્યોના 125 જિલ્લામાં દુષ્કાળની સ્થિતિ- Video

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article