Botad News: બોટાદ માર્કેટયાર્ડમાં કપાસના નીચા ભાવથી ખેડૂતોમાં નારાજગી, ભાવ વધારો નહીં આપવામાં આવે તો આંદોલનની ચીમકી

|

Oct 11, 2023 | 2:02 PM

કપાસનો ભાવ 1300થી 1500 ઓછો ભાવ મળતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી હતી, જ્યારે કપાસનો ભાવ 2000 હજાર આપવા ખેડુતોએ માંગ કરી છે જો કપાસના ભાવમાં વધારો કરવામાં નહી આવે તો ઉગ્ર આંદોલન કરવાની કિસાન સંઘે ચીમકી ઉચ્ચારી હતી.

Botad News: બોટાદ માર્કેટયાર્ડમાં કપાસના નીચા ભાવથી ખેડૂતોમાં નારાજગી, ભાવ વધારો નહીં આપવામાં આવે તો આંદોલનની ચીમકી

Follow us on

Botad News:  બોટાદ જિલ્લામાં નહીં પણ સૌરાષ્ટ્રમાં કોટન યાર્ડમાં પ્રથમ સ્થાન ધરાવતું બોટાદના કોટન યાર્ડમાં આજે 50 હજાર મણ કપાસની આવક થતા બોટાદ કોટન યાર્ડમાં વાહનોની લાંબી લાઈનો જોવા મળી હતી અને કપાસથી કોટન યાર્ડ ઉભરાયું હતુ.

આ પણ વાંચો: Botad News: બોટાદના ખેડૂતોનું કલેક્ટરને આવેદનપત્ર, સર્વે કરી સહાય નહી આપવામાં આવે તો આંદોલનની ચીમકી, જુઓ Video

જ્યારે કપાસનો ભાવ 1300થી 1500 ઓછો ભાવ મળતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી હતી, જ્યારે કપાસનો ભાવ 2000 હજાર આપવા ખેડૂતોએ માંગ કરી છે જો કપાસના ભાવમાં વધારો કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની કિસાન સંઘે ચીમકી ઉચ્ચારી હતી.

51 વર્ષ બાદ અમિતાભ-જયાના લગ્નનું કાર્ડ થયું વાયરલ, આમિર ખાને ફેન્સને ચોંકાવ્યા
જાયફળનું સેવન કરવાથી થાય છે જબરદસ્ત ફાયદા
ગુજરાતી સિંગર જયકર ભોજક ગરબાનો બાદશાહ છે
ભાગવતમાં જણાવ્યું છે, બાળક ગર્ભમાં હોય ત્યારે માતાએ આ 5 કામ અવશ્ય કરવા
શરીરમાં લોહીના ટકા ઓછા હોય તો શું કરવું? ડૉક્ટર પાસેથી જાણો
Green Methi Leaves : શિયાળાની સિઝનમાં લીલી મેથીની લઈ લો મજા! વિટામીનથી ભરપૂર

બોટાદના પાળીયાદ રોડ ઉપર આવેલ સબ કોટન યાર્ડ જે સોરાષ્ટ્રનું સૌથી મોટું કોટનનુ હબ ગણાતું યાર્ડ એટલે બોટાદ કોટન સબયાર્ડ છે આ કોટન સબ યાર્ડમાં બોટાદ જિલ્લાના ખેડુતો સહિત અન્ય જિલ્લાના ખેડૂતો પણ કપાસ વેચવા માટે અહી આવતા હોય છે.

કપાસનો ભાવ 1350થી 1500 સુધી

ત્યારે હાલ બોટાદ કોટન સબ યાર્ડમાં તાજેતરમાં કપાસની ખરીદી શરૂ કરવામાં આવતા 503 જેટલા ટેમ્પા 252 જેટલા મોટા વાહનો કપાસ ભરેલાની લાઇન લાગી હતી શરૂઆતમાં જ 50 હજાર મણ કપાસની આવક થવા પામી છે, ત્યારે કપાસનો ભાવ 1350થી 1500 સુધીના ભાવ મળી રહ્યા છે.જેને લઈ ખેડુતોમા નારાજગી જોવા મળી રહી છે.

કપાસમાં સુકારાનો રોગ આવતા ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો

બોટાદ જિલ્લામા કપાસના પાકનું સૌથી વધારે વાવેતર કરવામા આવે છે અને ચાલુ વર્ષે પણ જિલ્લામાં સૌથી વધારે કપાસનું વાવેતર થયું છે પરંતુ જિલ્લામાં ખેડુતોની માઠી દશા બેઠી હોય તેમ પહેલા કમોસમી વરસાદ મા નુકશાન થયું અને હાલ કપાસમાં સુકારાનો રોગ આવતા ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે અને ખેડૂતો હેરાન પરેશાન થઈ રહ્યા છે.

2000 રૂપિયાનો ભાવ આપવામા આવે તેવી ખેડૂતોની માંગ

કપાસના ભાવ 1300 થી 1500 આવતા ખેડુતોની મુશ્કેલીમાં વધારો થયો છે જેથી ખેડુતોમા નારાજગી જોવા મળી રહી છે અને કપાસના ઓછામાં ઓછા 2000 રૂપિયાનો ભાવ આપવામા આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે.

બોટાદ માર્કેટિંગ કોટન યાર્ડમાં કપાસની આવકને લઈ બોટાદ જિલ્લા ભારતીય કિસાન સંઘના પ્રમુખ ઇન્દ્રસિંહ રાયજાદા જણાવેલ કે હાલ કપાસમાં સુકારો આવવાના કારણે કપાસના ઉત્પાદનમાં ખેડૂતોને ઘણો બધો માર પડશે જેને લઇ કપાસ ના ભાવમાં સુધારો કરી ખેડૂતોને વધુ લાભ થાય અને કપાસના ભાવમાં વધારો કરવો જોઈએ તેવી માંગ કરાઈ છે.

આગામી દિવસોમાં શિયાળુ પાક લઈ શકે જેના માટે સરકારે યોગ્ય સહાય પણ ખેડૂતોને આપવી જોઈએ જો સરકાર દ્વારા કપાસના ભાવ મા વધારો નહી કરાય તોઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

 બોટાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

(Input Credit: Brijesh Sakariya)

Next Article