Botad: સાળંગપુરધામમાં હનુમાનજીના વિવાદી ભીંતચિત્રો સામે આવતા રાજ્યભરના સાધુસંતોએ આપી આકરી પ્રતિક્રિયા, વાંચો વિવાદ પર કોણ શું બોલ્યુ

|

Sep 02, 2023 | 8:18 PM

Botad: સાળંગપુરમાં હનુમાનજીને સહજાનંદ સ્વામીના દાસ બતાવવા ભીંતચિત્રોને લઈને વિવાદ વકર્યો છે. જેને લઈને સાધુ સંતોમાં ભારે રોષની લાણી છે. સ્વામીનારાયણ સંપ્રદાય દ્વારા જો આ ભીંતચિત્રો જો હટાવવામાં નહીં આવે તો સંત સમાજે કોર્ટમાં જવાની પણ તૈયારી કરી લીધી છે. આ ભીંતચિત્રો મુદ્દે સમગ્ર સંત સમાજ એકસૂરમાં જોવા મળી રહ્યો છે અને તીખી પ્રતિક્રિયા આપી રહ્યો છે. ત્યારે આવો જાણીએ વિવાદ પર કોણે શું કહ્યુ..

Botad: સાળંગપુરધામમાં હનુમાનજીના વિવાદી ભીંતચિત્રો સામે આવતા રાજ્યભરના સાધુસંતોએ આપી આકરી પ્રતિક્રિયા, વાંચો વિવાદ પર કોણ શું બોલ્યુ

Follow us on

Botad:  સાળંગપુરધામમાં કિંગ ઓફ સાળંગપુરની હનુમાનજીની વિશાળ પ્રતિમા નીચેના ભીંતચિત્રો સામે હિંદુ સમાજમાં અને સમગ્ર સંતસમાજમાં રોષની લાગણી છે. આ ભીંતચિત્રો પૈકી એકમાં હનુમાનજીને સહજાનંદ સ્વામીના દાસ બતાવવામાં આવ્યા છે. જ્યારે કુંડળધામમાં નીલકંઠવર્ણીને મારૂતિનંદન ફળાહાર કરાવી રહ્યા હોય તે પ્રકારની પ્રતિમા મુકવામા આવી છે. હનુમાનજી વિશે કરાયેલા આવા મનઘડંત વર્ણનનો ઠેરઠેરથી વિરોધ થઈ રહ્યો છે. અને હિંદુ સમાજ રોષે ભરાયો છે. આ ભીંતચિત્રોથી હિંદુઓની આસ્થાને મોટો ધક્કો લાગ્યો છે અને સ્વામીનારાયણ સંપ્રદાયની ભારે ટીકા થઈ રહી છે. રાજ્યભરના સાધુસંતોએ આ ભીંતચિત્રો સામે આકરી પ્રતિક્રિયા વ્યક્ત કરી છે.

શું કહ્યુ મોરારીબાપુએ?

સમગ્ર વિવાદ પર મોરારીબાપુએ આકરી પ્રતિક્રિયા આપી કે ક્યાંકને ક્યાંક ચોપડા ખોટા ચિતરાયા છે. તેને બદલવાની જરૂર છે. બાપુએ સમગ્ર વિવાદ પર મૌન ધારણ કરીને બેસેલા લોકોનો મૌન તોડી આગળ આવવાની વાત કરી. બાપુએ સ્વામીનારાયણ સંપ્રદાય અંગે પણ ટીકા કરી કે ક્યાંકને ક્યાંક ખોટા ચોપડા ચીતરાયા છે તેનુ જ આ બધુ પરિણામ છે. તો બીજી તરફ જ્યોર્તિનાથ મહારાજે કાર્યવાહીની માગ કરી છે.

મહંત આશિુતોષગીરીએ ચિત્રો દૂર કરવાની ઉચ્ચારી ચીમકી

સાળંગપુર મંદિર પરિસરમાંથી હનુમાનજીના ભીંતચિત્રો હટાવવામાં ન આવતાં સનાતની સાધુ-સંતોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. બોટાદના ભીમનાથ મહાદેવ મંદિરના મહંત આશુતોષગિરી બાપુએ રોષ વ્યક્ત કરીને ચીમકી ઉચ્ચારી છે કે જો ચિત્રો હટાવવામાં નહીં આવે તો તેમની પાસે ચિત્રો દૂર કરવાની તાકાત છે. આગામી દિવસોમાં ટોચના 100 સાધુ સંતોની લીંબડીમાં બેઠક મળશે. ત્યારબાદ ભીમનાથ મહાદેવ મંદિરમાં 3 હજાર સાધુ-સંતોનું અધિવેશન મળશે. અને જરૂર પડે તો કોર્ટના દ્વાર પણ ખખડાવાશે. તેમણે ચીમકી ઉચ્ચારી કે જો ચિત્રો હટાવવામાં નહીં આવે તો 5 હજાર જેટલા સાધુ-સંતો સાળંગપુર હનુમાનજી મંદિરમાં પહોંચશે અને આમરણાંત ઉપવાસ આંદોલન પર ઉતરશે.

IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો

જૂનાગઢના મહામંડલેશ્વર હરીહરાનંદે ઠાલવ્યો રોષ

સાળંગપુરમાં હનુમાનજીને દાસ બતાવવાના ભીંત ચિત્રોને લઈને વિવાદ વકર્યો છે.જેને લઈને સાધુ સંતોમાં ખૂબ જ રોષ વ્યાપ્યો છે. ત્યારે જૂનાગઢના મહામંડલેશ્વર હરીહરાનંદે રોષ ઠાલવ્યો છે અને કહ્યું કે વારંવાર સનાતન ધર્મ ઉપર પ્રહારો કરવામાં આવે છે. સનાતન ધર્મનું અપમાન ક્યારેય સાખી નહીં લેવાય. સંપ્રદાયના લોકો માફી માગે અને તાત્કાલિક ભીંતચિત્રો હટાવવામાં આવે. વધુમાં મહામંડલેશ્વરે આ કૃત્યને સનાતન ધર્મને નીચો દેખાડવાના હિન પ્રયાસ ગણાવ્યા છે.

ભીંતચિત્રોનો વિવાદ હવે હિંસક બની રહ્યો છે. બોટાદના જ એક હર્ષદ ગઢવી નામના વ્યક્તિએ ભીતંચિત્રો પર કુહાડીથી હુમલો કર્યો હતો અને ભીંતચિત્રોને તોડી નાખવાનો પ્રયાસ કર્યો હતો. જો કે પોલીસે તેની ધરપકડ પણ કરી લીધી છે. ત્યારે બરવાળાના લક્ષ્મણજી મંદિરના મહામંડલેશ્વર જગદેવદાસજી બાપુ તેના સમર્થનમાં આવ્યા છે અને હર્ષદ ગઢવીના કૃત્યને યોગ્ય ગણાવ્યુ છે. વડોદરાના ડૉ.જ્યોતિર્નાથ મહારાજે નિવેદન આપતા કહ્યું કે પોતાના ઈષ્ટનું અપમાન સહન ન થાય,અસહનીય થઈ જાય ત્યારે આવી ઘટના બને છે. વધુમાં તોડફોડ કરનાર હર્ષદ ગઢવીના સમર્થનમાં કહ્યું કે તે સનાતન ધર્મનો જ દીકરો છે તેને કઈ રીતે મદદરૂપ થવું તે અંગે વિચારી રહ્યા છીએ.

શું કહ્યુ મહંત અખીલેશ્વર દાસજીએ ?

સાળંગપુરમાં યુવકે વિવાદી ભિંતચિત્રોને નુકસાન પહોંચાડવા મુદ્દે મહંત અખીલેશ્વર દાસજી મહારાજે નિવેદન આપ્યું છે અને ઘટનાની સંપૂર્ણ જવાબદારી સાળંગપુરના સંતોની ગણાવી છે વધુમાં કહ્યું કે છેલ્લા 4 દિવસથી વિવાદ ચાલે છે પરંતુ સ્વામીનારાયણ સંતો કંઈ બોલી રહ્યા નથી. કોઈ પોતાના ભગવાન મોટા બતાવે તેનાથી તકલીફ નથી પરંતુ સનાતનના ભગવાનને નીચા ન બતાવવા જોઈએ. સ્વામિનારાયણ સંપ્રદાયે વારંવાર હિંદુ ભગવાનનું અપમાન કર્યું છે. તેમજ આ વિવાદનો જલદી અંત આવે તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી.

કરણીસેનાએ હલ્લાબોલ કરવાની ઉચ્ચારી ચીમકી

એક તરફ સાધુ-સંતો બેઠક કરવાના છે, તો બીજી તરફ કરણી સેના આ વિવાદમાં ઝંપલાવીને હલ્લાબોલ કરવાની ફિરાકમાં છે. સુરતથી કરણી સેનાએ સાળંગપુરમાં હલ્લાબોલ કરવાની ચીમકી ઉચ્ચારી છે. હિન્દુ સંગઠનો સમગ્ર ઘટનાનો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે. રાજ શેખાવતે 4 સપ્ટેમ્બરે એકઠાં થવાની અપીલ કરી હતી અને તેને આધારે 4 સપ્ટેમ્બરે સાળંગપુરમાં કરણી સેના ભારે વિરોધ કરશે.કરણી સેના સાથે સુરતના હિન્દુ સંગઠનો પણ જોડાશે.કરણી સેનાની એક જ માગ છે કે ભીંતચિત્રો હટાવવામાં આવે.જો આવું નહીં થાય તો પરિણામ ભોગવવાની ચીમકી અપાઈ છે.

શું કહ્યુ સ્વામી સચ્ચિદાનંદે?

સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરના ભીંતચિત્ર વિવાદ મુદ્દે સ્વામી સચ્ચિદાનંદે Tv9 સાથે ખાસ વાતચીત કરી.સ્વામી સચ્ચિદાનંદે કહ્યું કે કોઈ સંપ્રદાય કરતાં મૂળ સનાતન ધર્મ મહાન છે. સૌ સનાતનીઓએ એકસંપ થવાની જરૂર છે. સ્વામિનારાયણ સંપ્રદાયના વરિષ્ઠ સાધુઓએ નાદાનીને ત્વરિત અટકાવવી જોઈએ.

વિવાદ પર જગદગુરુ શંકરાચાર્યે શું કહ્યુ?

સાળંગપુરમાં હનુમાનજીના અપમાન મુદ્દે જગદગુરુ શંકરાચાર્યએ આકરા શબ્દોમાં સલાહ આપી. રોષ અને નારાજગી વ્યક્ત કરતા જગદગુરુ શંકરાચાર્યએ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોને શાંતિથી બેસી વાતચીત કરવા અને જ્યાં ક્ષતિ હોય તો સુધારી લેવા કહ્યું.  શંકરાચાર્યએ સ્વામિનારાયણ સંપ્રદાયને સલાહ આપતા કહ્યું કે કોઇપણ દેવી-દેવતાના અપમાન કરનારાઓની ક્યારેય ઉન્નતી થતી નથી. આ બાબતે વાતચીત કરવા જો તમે બોલાવો તો હું આવવા માટે તૈયાર છું અથવા તમે અમારા ત્યાં આવી જાઓ.

શું કહ્યુ ચૈતન્ય શંભુ મહારાજે ?

વિવાદી ભીંતચિત્રો મુદ્દે ચૈતન્ય શંભુ મહારાજે નિવેદન આપ્યુ કે તમને કોઈ અધિકાર નથી કે તમે રામ કે હનુમાન વિશે ખરાબ બોલો. શંકરાચાર્યનું પ્રાગટ્ય સનાતન ધર્મ માટે જ થયુ છે. જ્યાં સુધી શંકરાચાર્ય ભારતભૂમિ પર છે. દુનિયાની કોઈ તાકાત સનાતનને ક્ષતિ નહીં પહોંચાડી શકે. વિધર્મીઓ અને અંગ્રેજોએ સનાતન ધર્મને નુકસાન પહોંચાડ્યુ છે. આપણા જ લોકો સનાતનના વિરોધમાં ગયા છે. તમામે એક થઈને વિરોધી શક્તિઓનો સામનો કરવો પડશે.

આ પણ વાંચો: વરસાદના વિરામ વચ્ચે ખેડૂતોની પાણીની માગ, સરદાર સરોવરની મહત્તમ સપાટી 138.68 મીટર કરાઈ

કુબેર ભંડારી મંદિરના રજનીબાપુએ નારાજગી વ્યક્ત કરી

કુબેર ભંડારી મંદિરના વ્યવસ્થાપક રજનીબાપુએ આ બાબતે દુઃખ વ્યક્ત કર્યું.નારાજગી વ્યક્ત કરી રજનીબાપુએ સનાતન ધર્મની ધીરજની પરીક્ષા ન લેવાનું કહેતા આ મુદ્દે ત્વરીત ઉકેલ લાવવા કહ્યું..

ધર્મ હંમેશાથી આપણી સંસ્કૃતિમાં સૌથી સંવેદનશીલ મુદ્દો રહ્યો છે.. અને આ મુદ્દે વિવાદ એટલો વકર્યો છે કે, સનાતન ધર્મમાં વિરોધનો વંટોળ છે.. સાળંગપુરમાં હનુમાનજીના અપમાન બાદ સ્વામિનારાયણ સંપ્રદાય સામે સાધુ-સંતો ચારેબાજુથી વિરોધ કરી રહ્યા છે. આ મામલે હવે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાનું નિવેદન સામે આવ્યું. કુંવરજીએ કહ્યું કે કોઈ વ્યક્તિની ધાર્મિક લાગણી દુભાય તેવા ચિત્રો ન મુકવા જોઈએ. આ વિવાદ ઝડપથી પૂર્ણ થાય તે માટે ધાર્મિક અને સામાજીક આગેવાનો પ્રયત્નશીલ છે. આ મુદ્દે સાળંગપુરના સ્થાનિક લોકો સાથે વાત કરીને વિવાદનો ઉકેલ લાવીશું.

 બોટાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article