બોટાદના સાળંગપુરમાં બનેલા અત્યાનુધિક ભોજનાલયનું આજે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. સાળંગપુરમાં બનેલા અત્યાધુનિક અને વિશાળ ભોજનાલયની વિશેષતાની વાત કરીએ તો, આ ભોજનાલય 24 કલાક ચાલુ રહેશે. ભોજનાલયનું રસોઈઘર 4550 સ્કેવર ફૂટમાં બનાવવામાં આવ્યું છે. જેમાં એક કલાકમાં 20 હજાર ભાવિકો એક સાથે જમી શકે તેટલું ભોજન બની શકશે. એટલું જ નહિં આ ઉપરાંત 7 જેટલા ડાઈનિંગ હોલ પણ બનાવવામાં આવ્યા છે. જેમાં એક સાથે 4 હજાર ભક્તો ભોજન લઇ શકશે. આ ઉપરાંત ભક્તોની સુવિધા માટે ભોજનાલયમાં 5 લીફ્ટ પણ મુકવામાં આવી છે. અને 79 રૂમ પણ બનાવવામાં આવ્યા છે.
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ગુજરાતમાં સાળંગપુરમાં વારંવાર દર્શન કરવા માટે જતા હોય છે. તેઓ અનેક વાર પરિવાર સાથે સાળંગપુર કષ્ટભંજન હનુમાન દાદાના દર્શન કરવા માટે જતા હોય છે. આ મુલાકાત વખતે તેઓ સાળંગપુર મંદિર જશે અને ત્યાં સાળંગપૂરમાં હનુમાન દાદાના દર્શન કરશે. સાથે જ સાળંગપુરમાં બનાવવામાં આવેલી અત્યાનુધિક ભોજનાલયનું લોકાર્પણ કરશે. આ ઉપરાંત તેઓ આજની તેમની મુલાકાત દરમિયાન પક્ષના પદાધિકારીઓ અને કાર્યકરો સાથે અમદાવાદ અથવા તો ગાંધીનગરમાં બેઠક કરે તેવી પણ સંભાવના છે.
બોટાદના સાળંગપુરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અત્યાનુધિક ભોજનાલયનું લોકાર્પણ કરવા માટે આવવાના છે. સાથે સાળંગપુર મંદિરમાં યોજાનાર હનુમાન જયંતી ઉત્સવને લઈ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. અમિત શાહ 6 એપ્રિલ એટલે આજે સાળંગપુર મંદિરનું આધુનિક ભોજનાલય ભક્તો માટે ખુલ્લો મુકશે. હનુમાન જયંતીની ઉજવણીમાં હજારો ભક્તો આવતા હોવાથી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. બહારગામથી આવતા ભક્તોને ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે પોલીસે અલગ અલગ ત્રણ પાર્કિંગની વ્યવસ્થા કરી છે. ત્રણેય પાર્કિંગ પર પોલીસનો રાઉન્ડ ધ કલોક બંદોબસ્ત હશે. કેન્દ્રીયમંત્રી ગૃહમંત્રી અમિત શાહ જે સ્થળોની મુલાકાત કરશે તે સ્થળો પર પોલીસના જવાનો તૈનાત રહેશે.
અમદાવાદમાં હનુમાનજીની શોભાયાત્રા માટે કેમ્પ હનુમાનથી વાસણા સુધી આ સમગ્ર શોભાયાત્રાનો રૂટ નક્કીકરાયો હતો. અમદાવાદ શહેરમાં વર્ષોથી આ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે રીતે આજે પણ સમગ્ર આયોજન કેમ્પ મંદિર દ્વારા કરાયું હતું. શહેરના અલગ અલગ વિસ્તારોમાં હનુમાન જયંતીની શોભાયાત્રા ફરીને વાસણા ખાતે યોજવામાં આવી હતી. આ શોભાયાત્રામાં ટ્રક, ટુ વ્હીલર અને કાર ચાલકો પણ જોડાયા હતા.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
Published On - 7:15 am, Thu, 6 April 23