‘હર કામ દેશ કે નામ’ ભારતીય સેના દ્રારા સૈન્ય હોસ્પિટલ વડોદરા ખાતે રકતદાન શિબિરનું આયોજન કરાયુ

|

Jul 25, 2021 | 9:55 PM

ભારતીય સેના દ્રારા સૈન્ય હોસ્પિટલ વડોદરા ખાતે 24 જુલાઈ 2021ના રોજ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

હર કામ દેશ કે નામ ભારતીય સેના દ્રારા સૈન્ય હોસ્પિટલ વડોદરા ખાતે રકતદાન શિબિરનું આયોજન કરાયુ
Blood donation camp organized by Indian Army

Follow us on

જ્યારે પણ દેશ પર કોઇ મુસીબત આવે છે ત્યારે સેનાના જવાનો હર હંમેશ લોકોની સેવા કરવા માટે આગળ આવે છે. કુદરતી આફત હોય કે પછી કોઇ બિમારી સામે લડવા દેશની મદદ કરવાની હોય તેઓ હર હંમેશા તૈયાર રહે છે. આઝાદીના 75 માં વર્ષના ઉજવણી પર્વ નિમિતે, સ્ટેશન હેડ કવાર્ટર, વડોદરાની આગેવાની હેઠળ સર સયાજીરાવ જનરલ હોસ્પિટલ, વડોદરાના સહયોગથી ભારતીય સેના દ્રારા સૈન્ય હોસ્પીટલ વડોદરા ખાતે 24 જુલાઈ 2021ના રોજ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યુ હતુ. સર સયાજીરાવ જનરલ હોસ્પીટલના સ્ટેટ આર્ટ ઓફ મોડલ બ્લડ બેંકનો આ શિબિરના સફળ આયોજનમાં મહત્વનો ફાળો રહ્યો.

 

સૈન્ય હોસ્પિટલ વડોદરાએ સ્થાનિક હોસ્પિટલોમાં પૂરતા પ્રમાણમાં રકત પુરવઠો સુનિશ્ચિત કરવા માટે આ રકતદાન શિબિરનું આયોજન કર્યું હતું. રાજયના તબીબી અધિકારીઓને લોહીની અછતને પહોંચી વળવા અને કોવિડના સમયમા અસરકારક તબીબી સારવાર પ્રદાન કરવામાં આ સહાયતા મદદ કરશે. આ રકતદાન શિબિરમાં સ્થાનિક યુનિટના 98 રકતદાતાઓએ સ્વૈચ્છિક અને ઉત્સાહથી ભાગ લીધો હતો.

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

 

ભારતીય સેના (Indian Army) કોવિડ-19 સામેની લડત સહિત રાષ્ટ્ર નિર્માણની તમામ પ્રવૃતિઓમાં મોખરે રહી છે અને હંમેશા આવા ઉમદા કાર્યમાં સહયોગ આપવા પ્રતિબધ્ધ છે. નાગરિક વહીવટ અને સર સયાજીરાવ જનરલ હોસ્પિટલના કર્મચારી-વર્ગે ભારતીય સેનાના આ ઉમદા હાવભાવની પ્રશંસા કરી.

 

આ પણ વાંચો – Gujarat Rain Live Update 2021: રાજ્યમાં જામ્યો વરસાદી માહોલ, 209 તાલુકાઓમાં મેઘમહેરથી ધરતીપૂત્રોમાં આનંદ, હજુ ભારે વરસાદની આગાહી

આ પણ વાંચો – આકર્ષક દેખાવા માટે ધ્યાનમાં રાખો આ વસ્તુઓ, લોકો પણ તમારાથી પ્રભાવિત થશે અને તમે પણ અંદરથી ખુશ રહેશો

Next Article