Gujarat Rain Live Update 2021: સૌરાષ્ટ્ર પંથકમાં મેઘરાજા (Rain)એ જોરદાર જમાવટ કરી છે અને મેઘો મન મુકીને વરસ્યો છે. રાજકોટ (Rajkot) જિલ્લાના તમામ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. રાજકોટના ગોંડલ, જેતપુર, રાજકોટ શહેર અને મોરબી પંથકમાં મેઘરાજાએ ધમાકેદારે બેટિંગ કરી છે અને આ તમામ તાલુકાઓમાં ભારે વરસાદ વરસ્યો છે. વરસાદને પગલે કેટલાક શહેરોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઇ છે તો ગ્રામ્ય પંથકમાં વરસાદની રાહ જોઇ રહેલા ખેડૂતોમાં ખુશીની લહેર ફરી વળી છે. આ તરફ બોટાદ જિલ્લામાં પણ મેઘ મહેર જોવા મળી છે તો અમરેલીના લાઠી અને વડીયા પંથકમાં પણ મેઘરાજા મન મુકીને વરસ્યા. આ તરફ જામનગરના કાલાવડમાં પણ મેઘરાજાએ મહેર કરી છે. મહત્વનું છે કે આ પંથકમાં નોંધપાત્ર વરસાદને પગલે મગફળી સહિતના પાકોને જીવનદાન મળ્યું છે.
રાજ્યભરમાં મેઘરાજાની જમાવટ જોવા મળી છે. જે પ્રકારે આંકડા સામે આવી રહ્યા છે તે મુજબ રાજ્યના કુલ 209 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ છોટાઉદેપુરમાં છ ઈંચ વરસાદ ખાબક્યો છે તો રાજકોટના લોધીકામાં 5 ઈંચથી વધારે વરસાદ પડી ગયો છે. જામનગરના કાલાવડમાં 4 ઈંચ વરસાદ, જૂનાગઢના માણાવદર અને છોટાઉદેપુરના બોડેલીમાં 3-3 ઈંચ વરસાદ પડ્યો છે. વેરાવળ, વંથલી અને કુતિયાણામાં 2.5 ઈંચ વરસાદ વરસ્યો છે તો રાજ્યના 26 તાલુકામાં 2 ઈંચથી વધારે વરસાદ વરસ્યો છે.
જણાવવું રહ્યું કે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અરવલ્લી, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં વડોદરા, છોટાઉદેપુર અને ભરૂચમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે તો મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, નર્મદા, નવસારી, તાપી, સુરત, વલસાડ, દમણ દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ આગાહીમાં સૌરાષ્ટ્રમાં અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, બોટાદ અને દિવનો પણ સમાવેશ થાય છે.
Gujarat Rain Live Update 2021: જામનગર જિલ્લાના કાલાવડમાં ભારે વરસાદ વરસ્યો છે. ઉપરવાસમાં વરસેલા ભારે વરસાદને કારણે સ્થાનિક ફલકુડી નદીમાં પૂર આવ્યુ હતુ. કાલાવડ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા 12 કલાકમાં છ ઈંચ વરસાદ વરસ્યો છે. વર્તમાન ચોમાસામાં ફલકડી નદીમાં બીજીવાર પૂર આવ્યુ હતુ.
ગુજરાતમાં પાછલા 12 કલાકમાં 209 તાલુકામાં વરસાદ નોંધાયો છે. છોટા ઉદેપુર અને લોધિકામાં સાત ઈંચ વરસાદ નોંધાયો છે. ગુજરાતના 13 તાલુકામાં ચારથી સાત ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે. 26 તાલુકામાં 2થી 3 ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે.
Gujarat Rain Live Update 2021: આણંદ(Anand) માં લાંબા વિરામ બાદ વરસાદની શરૂઆત થઈ છે. જેમાં આણંદ જિલ્લાના ઉમરેઠ, થામણા, લિંગડા,પણસોરા, ભાલેજમાં ધોધમાર વરસાદ(Rain) શરૂ થયો છે. તેમજ ગ્રામીણ વિસ્તારમાં શરૂ થયેલા વરસાદના પગલે આ પંથકના ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે . જ્યારે વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતો પોતાના કાર્યમાં લાગી ગયા છે.
Gujarat Rain Live Update 2021: જિલ્લામાં વહેલી સવારથી સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે. જેમાં જિલ્લાના તમામ તાલુકાઓમાં સરેરાશ 3 ઇંચ વરસાદ નોંધાયો છે. સારા વરસાદને કારણે યાત્રાધામ પાવાગઢ ખાતે નયનરમ્ય દ્રશ્યો સર્જાયા હતા. ભારે વરસાદને કારણે પાવાગઢ પર્વતના પગથિયા પરથી વરસાદી પાણી વહી રહ્યું છે. જેના કારણે પાવાગઢ પર્વત ખાતે અદભૂત દ્રશ્યો સર્જાયા હતા. પગથિયા પરથી વહેતા વરસાદી પાણીને નિહાળવા પ્રવાસીઓ ઉમટયાં હતા. જોકે પાણીને પગલે પગથિયા ચઢવામાં યાત્રાળુઓને મુશ્કેલી પડી હતી. હજુપણ જિલ્લામાં વરસાદીનું જોર યથાવત છે. જેથી મોડીરાત સુધીમાં ભારે વરસાદ ખાબકવાની શક્યતાઓ દેખાઇ રહી છે.
Gujarat Rain Live Update 2021: ભરુચના અનેક વિસ્તારોમાં સવોરથી વરસાદ વરસી રહ્યો છે.ભારે વરસાદના પગલે જંબુસર એસટી ડેપોમાં વરસાદી પાણી ભરાયા છે.
મુસાફરોએ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
Gujarat Rain Live Update 2021: રાજકોટમાં આજ સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. ત્યારે બે કલાકમાં ચાર ઇંચ વરસાદ નોંધાયો છે. વરસાદના લીઘે ખાડા-ખબડાવાળા વોર્ડ નં.૧૨ અને ૧૩માં વરસાદી પાણી ભરાયાં છે. ખાડામાં વરસાદી પાણી ભરાતા વાહનચાલકો ખાડામાં પડ્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે.
Gujarat Rain Live Update 2021: વરસાદએ અઠવાડિયાના વિરામ લીધા બાદ કરજણ-શિનોર તાલુકાના ગામડાઓમાં વરસાદ વરસ્યો છે. ઘોઘમાર વરસાદને લીઘે ગ્રામીણ નિચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે.
Gujarat Rain Live Update 2021: આજ સવારથી સાબેલાધાર વરસાદને લઈ જિલ્લાની તમામ નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ સર્જોય છે.ત્યારે બોડેલી તાલુકામાંથી પસાર થતી હેરણ નદી ઉપરનો રાજવાસણા આડબંધ ઓવર ફલો થયો છે. આસપાસના સહેલાણીઓ આડબંધ ડેમને નિહાળવા પહોંચ્યા છે. આ વિસ્તાર રેડઝોન વિસ્તાર ગણાય છે. આ વિસ્તારમાં દર વર્ષે પાણીની વિકટ સમસ્યા સર્જાતી હોઈ છે . ત્યારે આ આ વર્ષે પહેલી વાર આડબંધ ઓવર ફ્લો થતાં ખેડૂતોમાં અનેરી લાગણી જોવાઈ રહી છે
Gujarat Rain Live Update 2021: જામનગરના કાલાવડ શહેર અને ગ્રામ્યમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. કાલાવડ શહેરમાં પાછલા 2 કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો છે. ઉપરવાસમાં ભારે વરસાદ પડવાને પગલે ફલકુડી નદીમાં ઘોડાપૂર આવ્યુ છે. કાલાવડની ફલકુડી નદીમાં સિઝનમાં બીજીવાર પૂર આવ્યું છે.
Gujarat Rain Update 2021:
સાબરકાંઠામાં સવારથી મેધરાજા મન મુકીને વરસી રહ્યા છે. જીલ્લાના તલોદ શહેર અને ગ્રામ્ય પંથકમાં પણ વરસાદ વરસ્યો છે. તલોદના સલાટપુર, જવાનપુર, ઉજેડીયા અને સીમલિયા પંથકમાં ઘોઘમાર વરસાદ વરસ્યો છે.
Gujarat Rain Update 2021: રાજકોટ શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ત્યારે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાના સમાચાર સામે આવી રહ્યા છે. આઝાદ ચોકમાં ગોઠણ ડૂબ ભરાયા પાણી છે. વર્ષોથી આ વિસ્તારમાં પાણી ભરાય છે. પાણી ભરાવાથી સ્થાનિક લોકોને પરેશાની વેઠવાનો વારો આવ્યો છે.
Gujarat Rain Update 2021: રાજકોટમાં સતત બીજા દિવસે જોરદાર વરસાદ વરસ્યો. શહેરના જામનગર રોડ,150 ફૂટ રિંગરોડ,રૈયા રોડ,કાલાવડ રોડ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. સતત બીજા દિવસે વરસાદ વરસતા શહેરીજનોમાં ખુશીનો માહોલ છવાયો છે.
Gujarat Rain Update 2021: ધોરાજીમાં બે કલાકમાં ત્રણ ઇંચ વરસાદ વરસ્યો છે. શહેરના અનેક વિસ્તારોમાં ગોઠણ ડૂબ પાણી ભરાયા છે. ચકલા ચોક, શાક માર્કેટ, ત્રણ દરવાજા સહિતના વિસ્તારમાં પાણી ભરાયાં છે. વરસાદી પાણીના કારણે વાહન ચાલકો અને રાહદારીઓને હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે.
Gujarat Rain Update 2021: રાજકોટ શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.ત્યારે રાજકોટના આઝાદ ચોકમાં ગોઠણ ડૂબ પાણી ભરાયા છે. વર્ષોથી આ વિસ્તારોમાં પાણી ભરાય છે. પાણી ભરાવાથી સ્થાનિક લોકોનાે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે.
Gujarat Rain Update 2021: જૂનાગઢમાં માણાવદરના ગ્રામ્ય પંથકમાં સાંબેલાધાર વરસાદ વરસી રહ્યો છે. સવારથી બપોર સુધીમાં 5 ઇંચ જેટલો વરસાદ નોધાંયો. મટિયાણાં, પાદરડી, આંબલિયા, માંડોદરા સહિત ઘેડ પંથકના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ઘેડ પંથકમાં વધુ વરસાદ પડતાં વોકળા અને નાળાઓ વહેતા થયા.
Gujarat Rain Update 2021: બોટાદ શહેર-જિલ્લાના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. બોટાદ, ગઢડા, ગોરડકા, સેથળી, સાળગપુર ,પાળીયાદ સહિત ગામોમાં વરસાદવનું જોર રહ્યું હતું. વરસાદના પગલે ખેતરોમાં ઉભા પાકને જીવનદાન મળતા ખેડૂતોમાં પણ ખુશીની લહેર છવાઈ હતી. તો નદીઓમાં વરસાદી નીરની આવક થઈ હતી તેમજ જિલ્લાના જળાશયો પણ પાણીથી છલકાયા હતા. બીજી તરફ વરસાદ સાથે સાથે ગ્રામિણ વિસ્તારોમાં વીજધાંધીયા પણ સર્જાયા હતા.
Gujarat Rain Update 2021: શહેરમા વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે. શહેરભરમા સવારથી છુટોછવાયો વરસાદ વરસી રહ્યો છે. ધીમીધારે વરસાદ સવારથી અવિરત ચાલુ રહ્યે છે. રવિવારે રજાના દિવસે વરસાદી માહોલની સ્થાનિકો મજા માણી રહયા છે.
Gujarat Rain Update 2021: અમદાવાદમાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે. શહેરના કેટલાક વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વસ્ત્રાપુર, પાંજરાપોળ, યુનિવર્સિટી વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.
Gujarat Rain Update 2021:
ગિરનાર પર્વત અને દાતાર પર્વત પર ધોધમાર વરસાદ વરસ્યો છે. દામોદરકુંડમાં નવાનીર આવ્યા છે.ગિરનારના જંગલમાં વધુ વરસાદ પડતાં સોનરખ નદીમાં આવ્યુ ઘોડાપુર આવ્યુ છે. મોટી સંખ્યામાં લોકો વિલિંગ્ડન ડેમ પર દાતાર જંગલની સોળે કળાએ ખીલી ઉઠેલી ગિરિમાળાાને જોવા ઉમટ્યા છે.
Gujarat Rain Update 2021: પોરબંદરના કુંતિયાણા તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. કુંતિયાણા તાલુકામાં છેલ્લા બે કલાકમાં બે ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. બે ઈંચ જેટલો વરસાદ વરસવાને કારણે, ઠેર ઠેર પાણી જ પાણી થઈ ગયુ હતુ. જુઓ વીડિયો.
Gujarat Rain Live Update 2021: દાહોદમાં પડી રહેલા સતત વરસાદને કારણે, ઠેર ઠેર પાણી ભરાયા છે. દાહોદના નીચાણવાળા વિસ્તારમાં સોસાયટી વિસ્તારમાં કેટલાક ઘરોમાં વરસાદી પાણી ધૂસી ગયા છે.
Gujarat Rain Live Update 2021:
જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ધોઘમાર વરસાદ વરસ્યો છે. પ્રાંતિજમાં પોણા ચાર ઇંચ,પોશીનામાં દોઢ ઇંચ,હિંમતનગરમાં દોઢ ઇંચ,તલોદમાં પોણો ઇંચ અને ઇડરમાં અડધો ઇંચ વરસાદ વરસ્યો છે.
Gujarat Rain Live Update 2021: ડભોઇમાં સવારથી જ વરસાદ વરસી રહ્યો છે.સવારના 8થી બપોરના 2 કલાક સુધીમાં 1 ઇંચ વરસાદ નોધાંયો.સતત ત્રણ દિવસથી ડભોઈ પંથકમાં વરસાદી માહોલ છે. ડભોઇ શહેર અને તાલુકામાં હજુ વરસાદ વરસી રહ્યો છે કુંઢેલા, ભીલાપુર, કડોદરા, અંગુઠન, રાજલી વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. ડભોઇ શહેરના સુંદરકુવા વિસ્તારમાં રોડ પર પાણી ફરી વળ્યા છે.જનતાનગર, મહેતા પાર્ક, નવીનગરી, આંબાવાડિયામાં વરસાદ વરસ્યો છે.
Gujarat Rain Live Update 2021: જૂનાગઢમાં વાદળછાયા વાતવરણ વચ્ચે વરસાદી માહોલ જામ્યો છે. સાસણગીરમાં ધીમીધારે વરસાદની શરૂઆત થઈ છે.
Gujarat Rain Live Update 2021: મહારાષ્ટ્રના હથનુર અને પ્રકાશા ડેમમાંથી પાણી છોડતાં ઉકાઈડેમની સપાટીમાં બે દિવસમાં પાંચ ફૂટનો વધારો છે. હથુનર ડેમમાંથી હાલ 91,396 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છેજ્યારે પ્રકાશા ડેમમાંથી 1,16,041 ક્યુસેક પાણી ઉકાઈ ડેમમાં આવી રહ્યું છે.
Gujarat Rain Live Update 2021:
ગિરનાર પર્વત અને દાતાર પર્વત પર ધોધમાર વરસાદ વરસ્યો ઘોઘમાર વરસાદથી દામોદરકુંડમાં નવાનીર આવ્યા. ગિરનારના જંગલમાં વધુ વરસાદ પડતાં સોનરખ નદીમાં ઘોડાપુર આવ્યુ.
Gujarat Rain Live Update 2021: જામનગરમાં વહેલી સવારથી વરસાદની શરૂઆત થઈ છે. ધ્રોલ અને જોડિયામાં બે કલાકમાં બે ઈંચ ઘોઘમાર વરસાદ વરસ્યો છે.સવારે 4 થી 6 વાગ્યા સુધીમા જોડીયામા 50 એમએમ અને ધ્રોલમા 43 એમએમ વરસાદ નોંધાયો છે.
Gujarat Rain Live Update 2021: ગીરસોમનાથ જીલ્લાના વેરાવળમાં બે કલાકમાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો છે. સુત્રાપાડામાં અડધો ઇંચ વરસાદ સહિત સોમનાથ, વેરાવળના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો.
Gujarat Rain Live Update 2021 : છોટાઉદેપુરના ક્વાંટ અને પાવીજેતપુર તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો હતો ક્વાંટના ડુંગરાળ વિસ્તારમાં ભારે વરસાદથી હેરણ નદીમાં ઘોડાપૂર આવ્યું છે.
Gujarat Rain Live Update 2021 : પંચમહાલ જિલ્લામાં છવાયો છે મેઘાવી માહોલ.. જિલ્લાના તમામ તાલુકામાં વરસાદ વરસ્યો છે.. જિલ્લાના ગોધરા, શહેરા અને જાંબુઘોડા તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ગોધરામાં 1 ઇંચ, શહેરામાં 1 ઇંચ અને જાંબુઘોડા તાલુકામાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે. ગોધરા શહેરમાં વરસેલા વરસાદને પગલે ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા છે.ગોધરા શહેર તાલુકા પંચાયતની બહાર, ભૂરાવાવ અને શહેરા ભાગોળ વિસ્તારના માર્ગો ઉપર પાણી ભરાતા પાલિકાની પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે.બીજીતરફ ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોના ડાંગર, મકાઈ સહિતના કઠોળના પાકોને જીવતદાન મળ્યું છે.
Gujarat Rain Live Update 2021: મહિસાગર જિલ્લામાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ પધરામણી કરી. લુણાવાા શહેર અને ગ્રામ્ય પંથકમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. મેઘરાજા લાંબી રાહ જોવડાવ્યા બાદ વરસતા છેવટે ખેતીના વાવેતરને ફાયદો મળશે.
Gujarat Rain Live Update 2021: ઉપરવાસમાંથી પાણીની આવક થતા સરદાર સરોવર નર્મદા ડેમ (Sardar Sarovar Narmada Dam) માં નવા નીર આવ્યાં છે. ઉપરવાસ માંથી 22772 ક્યુસેક પાણીની આવક થવાથી સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી હાલ 115.37 મીટરે પહોચી છે. જો કે ગતવર્ષ કરતા ચાલું વર્ષે ડેમની સપાટી 5 મિટર ઓછી છે. ડેમમાં હાલ 4256.68 mcm લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો છે.
Gujarat Rain Live Update 2021: જુનાગઢનાં ગિરનાર પર્વત અને દાતાર પર્વત પર ધોધમાર વરસાદ પડતા દામોદર કૂંડમાં નવા નીરની આવક થઈ છે. ગિરનારના જંગલમાં વધુ વરસાદ પડતાં સોનરખ નદીમાં ઘોડાપૂર આવ્યું છે અને ભવનાથ તળેટીમાં પણ ધોધમાર વરસાદ નોંધાયો હતો. જૂનાગઢમાં ધોધમાર વરસાદનાં પગલે પર્વતોમાંથી ઝરણા વહેતા થયા હતા અને દાતાર પર્વત પરથી આવતા પાણીનો અદભૂત નજારો સર્જાયો હતો. શહેરમાં 1 કલાકમાં 2 ઈંચ વરસાદ ખાબકી ચુક્યો છે.
Published On - Jul 25,2021 10:01 PM