ભાજપના વધુ એક ધારાસભ્યએ મહિલા કોમેન્ટેટર સાથે અભદ્ર વર્તન કર્યાનો આક્ષેપ, આર.સી ફળદુએ કહ્યું પ્રદેશ પ્રમુખ આપશે જવાબ

|

Jun 08, 2019 | 4:31 PM

ભાજપના બલરામ થાવાણી બાદ અરવિંદ રૈયાણીનો પણ મહિલા સામે દુર્વ્યવહાર કિસ્સો સામે આવ્યો. આ બંને ઘટનાને લઈને રાજ્ય સરકારના પ્રધાન RC ફળદુએ કંઈ પણ કેહવાનું ટાળ્યું. અને લૂલો બચાવ કરતા કહ્યું કે, આ મુદ્દે પ્રદેશ ભાજપ અધ્યક્ષને પૂછો તે જવાબ આપશે. આ પણ વાંચોઃ તમે કલ્પના પણ નહીં કરી શકો કે, તમારી આંખોમાં ડાયમંડની ચમક […]

ભાજપના વધુ એક ધારાસભ્યએ મહિલા કોમેન્ટેટર સાથે અભદ્ર વર્તન કર્યાનો આક્ષેપ, આર.સી ફળદુએ કહ્યું પ્રદેશ પ્રમુખ આપશે જવાબ

Follow us on

ભાજપના બલરામ થાવાણી બાદ અરવિંદ રૈયાણીનો પણ મહિલા સામે દુર્વ્યવહાર કિસ્સો સામે આવ્યો. આ બંને ઘટનાને લઈને રાજ્ય સરકારના પ્રધાન RC ફળદુએ કંઈ પણ કેહવાનું ટાળ્યું. અને લૂલો બચાવ કરતા કહ્યું કે, આ મુદ્દે પ્રદેશ ભાજપ અધ્યક્ષને પૂછો તે જવાબ આપશે.

આ પણ વાંચોઃ તમે કલ્પના પણ નહીં કરી શકો કે, તમારી આંખોમાં ડાયમંડની ચમક પણ આવી શકે છે, આટલો ખર્ચ કરો અને ડાયમંડ આંખ બનાવો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

 

મહત્વનું છે કે, અમદાવાદમાં કોર્પોરેશનની યજમાનીમાં યોજાયેલી ક્રિકેટ મેચમાં ભાજપના ધારાસભ્યે મહિલા કોમેન્ટેટર સાથે અભદ્ર વર્તન કર્યાનો આક્ષેપ કરાયો છે. મહિલા કોમેન્ટેટરે ધારાસભ્યનું નામ અરવિંદ રૈયાણીને બદલે અરવિંદ પટેલ બોલતા મામલો બિચકાયો હતો. અને ધારાસભ્યે સ્થળ પર જ ગાળાગાળી કરી હોવાનો આક્ષેપ કરાયો છે. સાથે જ ધારાસભ્ય જૂથના કોર્પોરેટરે મહિલા કોમેન્ટેટરના બોક્સમાં જઈ કાંઠલો પકડવા દોડ્યા હોવાનો અને અભદ્ર ભાષામાં ધમકાવ્યા હોવાની ચર્ચા ચાલી રહી છે.

TV9 Gujarati

 

સૂત્રો પ્રમાણે મહિલા કોમેન્ટેટરે પોતે લિસ્ટમાં લખ્યા મુજબ જ નામ બોલ્યા હોવાનું વર્ણવ્યુ છે. તો બીજી તરફ ધારાસભ્યે તમામ આક્ષેપો ફગાવ્યા છે. અને તમામ વાતો ઉપજાવી કાઢેલી હોવાનું જણાવ્યું છે.

Next Article