Gujarati NewsGujaratBJP leads with 720 unopposed candidates as 1816 withdraw nominations Gujarat Local Elections 2026 Video
Breaking News : સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પહેલા ભાજપનો બિનહરીફ ઉમેદવારોમાં નવો વિક્રમ, 720 બેઠકો પર જીત નિશ્ચિત
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ ગુજરાતમાં બિનહરીફ ઉમેદવારોનો નવો રાજકીય વિક્રમ સર્જાયો છે. ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે કુલ 1816 ઉમેદવારોએ પોતાના ફોર્મ પાછા ખેંચતા ભાજપના 720 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે, જે રાજ્યના રાજકીય ઈતિહાસમાં મહત્વપૂર્ણ ગણાય છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ ગુજરાતમાં બિનહરીફ ઉમેદવારોનો નવો રાજકીય વિક્રમ સર્જાયો છે. ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે કુલ 1816 ઉમેદવારોએ પોતાના ફોર્મ પાછા ખેંચતા ભાજપના 720 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે, જે રાજ્યના રાજકીય ઈતિહાસમાં મહત્વપૂર્ણ ગણાય છે.
આટલી બેઠક બિનહરીફ બની
પોરબંદરમાં સૌથી વધુ 11 અને આણંદમાં 12 ઉમેદવારો બિનહરીફ રહ્યા છે, જ્યારે મહેસાણામાં 5, વડોદરા અને અમદાવાદમાં 2-2 ઉમેદવારો બિનહરીફ બન્યા છે.
ભાજપે અગાઉના વર્ષોના પોતાના જ રેકોર્ડ તોડી નાખ્યા
ઉમેદવારી પરત ખેંચવાના દિવસે ચૂંટણી અધિકારીઓની કચેરીઓમાં હાઈ વોલ્ટેજ ડ્રામા પણ જોવા મળ્યો હતો. કેટલાક સ્થળોએ ઉમેદવારોને પૈસા આપીને ફોર્મ પાછું ખેંચાવવામાં આવ્યા હોવાના આક્ષેપો પણ થયા હતા, જેના કારણે રાજકીય માહોલ ગરમાયો હતો. જોકે, આ તમામ વચ્ચે ભાજપે અગાઉના વર્ષોના પોતાના જ રેકોર્ડ તોડી નાખ્યા છે.
વર્ષ 2015માં ભાજપે 37 બેઠકો બિનહરીફ મેળવી હતી, જ્યારે 2021માં આ આંકડો 220 સુધી પહોંચ્યો હતો. પરંતુ આ વખતે ચૂંટણી પહેલાં જ 720 બેઠકો બિનહરીફ જાહેર થતાં નવો ઈતિહાસ રચાયો છે.
આઠથી વધુ પાલિકાઓમાં ભાજપે ચૂંટણી પહેલાં જ સત્તા હાંસલ કરી લીધી
સ્થાનિક સ્વરાજ્યની આ ચૂંટણીમાં કુલ 8817 બેઠકો માટે 24,368 ઉમેદવારો મેદાનમાં છે, જ્યારે કુલ 9237 બેઠકો માટે 26મીના રોજ મતદાન યોજાવાનું છે. કડીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા ભાજપને સીધો ફાયદો થયો છે અને ત્યાં ભાજપને બે તૃતિયાંશ બહુમતિ મળી છે. આ ઉપરાંત ઊંઝા, બાયડ, ગણદેવી અને સહેરા સહિત આઠથી વધુ પાલિકાઓમાં ભાજપે ચૂંટણી પહેલાં જ સત્તા હાંસલ કરી લીધી છે.
આ સમગ્ર પરિસ્થિતિને લઈને રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ બની છે અને આવનારા મતદાન તથા પરિણામો પર હવે સૌની નજર ટકેલી છે.