શું ભાજપમાં આવા જ નેતાઓ છે? જનતાએ મત ન આપ્યા તો BJP ઉમેદવારે આખું ગામ હેરાન થાય તેવો ખેલ કર્યો – જુઓ Video

ચૂંટણીમાં હાર મળ્યા બાદ ભાજપના ઉમેદવાર અશોક રાઠવા પર આરોપ લાગ્યો છે કે, તેઓ જેસીબી અને દંડાધારી માણસોને લઈને ગામનો આખો રસ્તો તોડવા નીકળ્યા હતા. જનતાએ મત ન આપ્યા એટલે વિકાસ તોડી નાખવાનો? આવી ગુંડાગીરી કરવી હોય તો આ નેતાઓએ ઘરે બેસી જવું જોઈએ.

શું ભાજપમાં આવા જ નેતાઓ છે? જનતાએ મત ન આપ્યા તો BJP ઉમેદવારે આખું ગામ હેરાન થાય તેવો ખેલ કર્યો - જુઓ Video
| Updated on: May 01, 2026 | 8:29 PM

ચૂંટણી બાદ અનેક જગ્યાએથી હાર અને જીતના વિખવાદ સામે આવી રહ્યા છે. હવે વાત એમ છે કે, છોટાઉદેપુર જિલ્લા પંચાયતના ભાજપ ઉમેદવાર હાર પચાવી નથી શક્યા. અહીં ભાજપ ઉમેદવાર અશોક રાઠવા RCC રોડ તોડવા નીકળ્યાનો આરોપ લાગ્યો છે. તેઓ છોટા ઉદેપુરના મોટી સઢલી બેઠકના ઉમેદવાર હતા, જેઓ ધમોડી ગામે રોડ તોડવા નીકળ્યા હોવાનો તેમના પર આક્ષેપ લાગ્યો છે.

સ્થાનિકોનું કહેવું છે કે, ચૂંટણીના પરિણામ બાદ અહીં RCC રોડ તોડવા માટે JCB અને લોકોનું ટોળું દંડા સાથે આવ્યું હતું. એવામાં રોડ તોડી નાખતા ગ્રામજનોને અવર જવરમાં હાલાકી પડી રહી છે. ભાજપ ઉમેદવારે ગામના એક મકાનનો ઓટલો પણ તોડ્યો હોવાનો આરોપ લગાવવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, ગામના લોકો ઘટના અંગે મામલતદાર કચેરીએ રજૂઆત કરવાના છે.

મહત્વનું છે કે, છોટાઉદેપુર જિલ્લા પંચાયતમાં ટોટલ 32 બેઠકમાંથી 13 બેઠક પર AAPનો વિજય થયો છે. વધુમાં એવું પણ કહેવાઈ રહ્યું છે કે, હાર બાદ ભાજપ ઉમેદવારે તોડફોડ કરી આતંક મચાવ્યો છે. આ એક બનાવ નથી કે, જ્યાં BJP નેતાએ દાદાગીરી કરી હોય. અગાઉ આણંદના સાંસદ મિતેશ પટેલ દ્વારા ગ્રાન્ટ અટકાવવાની ખુલ્લી ચીમકી આપવામાં આવી હતી.

આ પરથી સ્પષ્ટ છે કે, ભાજપ નેતાઓ હવે ખુલ્લેઆમ દાદાગીરી કરી રહ્યા છે.  શું ભાજપમાં આવા અભણછાપ નેતાઓ જ કામ કરશે? શું વિકાસ આવા નેતાઓના હાથમાં છે? ભાજપ સરકારે પોતાની છબી અને પ્રજાના વિશ્વાસને બચાવવા માટે પદનો દુરુપયોગ કરનારા આવા અહંકારી નેતાઓ પાસેથી પદ છીનવી લેવું જોઈએ.

‘ગ્રાન્ટ’ શું તમારા વડવાઓ આપી ગયા છે ? જનતાને ભીખારી સમજવાની ભૂલ કરનારા સાંસદનો અહંકાર રોળાયો, ભાજપના ગઢમાં કોંગ્રેસનો ‘પંજો’ મજબૂત

Published On - 7:06 pm, Fri, 1 May 26

Follow Us