
Biparjoy Cyclone: ગુજરાત પર બિપરજોય વાવાઝોડાને પગલે હવે રાજ્ય સરકારની ગ્રામ પંચાયત હોય કે પછી કેન્દ્ર સરકારનું આફત નિયમન વિભાગ. રાજ્યના ધારાસભ્ય હોય કે પછી સરપંચ કે પછી કેન્દ્રના ગૃહવિભાગના પ્રધાન તમામે તમામ હાઈ એલર્ટ મોડ પર આવી ગયા છે. બિપરજોય વાવાઝોડુ હવે ગણતરીના નોટકલ માઈલ રહી ગયુ છે ત્યારે સામે આવીને ઉભેલી આફતનો સામનો કરી લેવા સિવાય તંત્ર અને જનતા પાસો કોઈ આરો બચ્યો નથી.
હવે જ્યારે આ સંકટ તોળાઈ રહ્યુ છે ત્યારે રાજ્ય અને કેન્દ્ર સરકારનુ તંત્ર પૂર્વ તૈયારીઓ કરી ચૂક્યુ છે અને મુશ્કેલ સમયમાં તમામ મદદ માટેની તૈયારીઓ કરી લીધી છે. દેશના ગૃહ પ્રધાન અમિત શાહ દ્વારા સતત નજર સ્થિતી પર રાખવામાં આવી રહી છે.ગુજરાતના ઉચ્ચ અધિકારીઓ, દરિયાકાંઠા વિસ્તારના 6 જિલ્લાના ધારાસભ્ય અને કલેકટર સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠકનું આયોજન છે તો PMO પણ આ સાયક્લોન પર દિશા નિર્દેશ આપી રહ્યું છે.
વાવાઝોડાની સ્થિતિ પર વડાપ્રઘાન પણ નજર રાખી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. અને સમગ્ર સ્થિતિ અંગે ચર્ચા હતી. પીએમ મોદીએ કેન્દ્ર તરફથી તમામ મદદ આપવાની ખાતરી આપી છે.
ગાંધીનગરથી મુખ્ય સચિવ રાજકુમારે દરિયાકિનારાના જિલ્લા વહીવટીતંત્ર સાથે વહીવટીતંત્ર સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. રાહત કમિશનર આલોક કુમાર પાંડેએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં સંભવિત ‘બિપરજોય’ વાવાઝોડાથી કોઇપણ પ્રકારની જાનહાનિ ન થાય તે માટે રાજ્ય સરકાર સતત કાર્યરત છે.
દરિયા કિનારાના કચ્છ, જામનગર ,પોરબંદર, દેવભૂમિ દ્વારકા,જુનાગઢ, ગીર સોમનાથ, મોરબી, પાટણ અને બનાસકાંઠા જિલ્લાના પ્રભારી મંત્રી, પ્રભારી સચિવ, કલેક્ટર તેમજ વહીવટ તંત્ર સાથે વાવાઝોડા સંદર્ભે ગાંધીનગરથી મુખ્ય સચિવ રાજકુમારે જિલ્લા વહીવટી તંત્ર સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી બચાવ-રાહત કામગીરીની પરિસ્થિતિનો તાગ મેળવી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
મોરબી ખાતેથી પ્રભારી મંત્રી કનુ દેસાઈ અને જામનગરથી મંત્રી મૂળુભાઈ બેરાએ ઓનલાઇન ઉપસ્થિત રહીને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. કેન્દ્રીય કેબિનેટ સચિવએ વાવાઝોડા સંદર્ભે માહિતી મેળવીને જરૂરી માર્ગદર્શન આપી તમામ મદદની તૈયારી બતાવી હતી.