VIDEO: બિનસચિવાલય વિવાદને લઈને યુથ કોંગ્રેસ અને NSUIનું કોલેજ બંધનું એલાન

|

Dec 07, 2019 | 4:57 AM

વિવાદનો પર્યાય બનેલી બિન સચિવાલયની પરીક્ષાને રદ કરવાની માગ સાથે હજુ પણ વિરોધ યથાવત છે. ત્યારે આજે NSUI દ્વારા કોલેજ બંધનું એલાન આપવામાં આવ્યું છે. રાજકોટમાં પણ કેટલીક કોલેજો સ્વયંભૂ બંધ રહી છે. અને પરીક્ષા સામે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે. તો રાજકોટના નિર્મલા રોડ પર આવેલી કાંતિલાલ શેઠ ફિજીયોથેરાપી કોલેજ બંધ કરાવવા NSUIના કાર્યકરો […]

VIDEO: બિનસચિવાલય વિવાદને લઈને યુથ કોંગ્રેસ અને NSUIનું કોલેજ બંધનું એલાન

Follow us on

વિવાદનો પર્યાય બનેલી બિન સચિવાલયની પરીક્ષાને રદ કરવાની માગ સાથે હજુ પણ વિરોધ યથાવત છે. ત્યારે આજે NSUI દ્વારા કોલેજ બંધનું એલાન આપવામાં આવ્યું છે. રાજકોટમાં પણ કેટલીક કોલેજો સ્વયંભૂ બંધ રહી છે. અને પરીક્ષા સામે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે. તો રાજકોટના નિર્મલા રોડ પર આવેલી કાંતિલાલ શેઠ ફિજીયોથેરાપી કોલેજ બંધ કરાવવા NSUIના કાર્યકરો પહોંચ્યા હતા.

આ પણ વાંચો: ઝારખંડમાં 20 સીટ પર આજે બીજા તબક્કાનું મતદાન, CM રઘુવર સહિત 260 ઉમેદવારો મેદાનમાં

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

NSUIનું કહેવું છે કે, કોઈપણ રીતે બિન સચિવાલયની પરીક્ષા રદ કરવામાં આવે. NSUI અને યુથ કોંગ્રેસે ચીમકી ઉચ્ચારી છે કે, જ્યાં સુધી પરીક્ષા રદ નહીં થાય. ત્યાં સુધી આંદોલન અને કાર્યક્રમો થતાં રહેશે. જેને પગલે અમદાવાદની GLS, સીટી સીયુ શાહ, એસવી, નેશનલ અને વિવેકાનંદ કોલેજે બંધ પાળી વિરોધ નોંધાવ્યો હતો. તો પાટણમાં NSUI અને શહેર કોંગ્રેસના કાર્યકરો શાળા-કોલેજો બંધ કરાવવા નિકળ્યા હતા. જેથી પોલીસે NSUI અને યુથ કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી હતી. જામનગરમાં પણ NSUI અને યુથ કોંગ્રેસે શહેરની વિવિધ કોલેજ બંધ કરાવી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article