Bilimora-waghai train: ગાયકવાડી સમયની 100 વર્ષ જુની બીલીમોરા- વઘઇ વચ્ચેની ટ્રેન નવા રૂપ-રંગમાં દોડતી જોવા મળશે

|

Jun 03, 2021 | 4:46 PM

Bilimora-waghai train : ગાયકવાડી સમયથી ચાલતી નવસારી બીલીમોરા- વઘઇ ( Bilimora-waghai train) રૂટની નેરોગેજ ટ્રેન હવે નવા રંગરૂપ સાથે ફરી દોડતી જોવા મળશે.

Bilimora-waghai train: ગાયકવાડી સમયની 100 વર્ષ જુની બીલીમોરા- વઘઇ વચ્ચેની ટ્રેન નવા રૂપ-રંગમાં દોડતી જોવા મળશે
બીલીમોરા- વઘઇ નેરોગેજ ટ્રેન

Follow us on

Bilimora-waghai train : ગાયકવાડી સમયથી ચાલતી નવસારી બીલીમોરા- વઘઇ ( Bilimora-waghai train) રૂટની નેરોગેજ ટ્રેન હવે નવા રંગરૂપ સાથે ફરી દોડતી જોવા મળશે. દેશમાં થોડા બચેલા નેરોગેજ માર્ગમાંથી આ એક માર્ગ પર આ ટ્રેન ફરી જોવા મળશે. આ ટ્રેન એક સદી જૂની છે. અને આ ટ્રેનને હેરિટેજ ટ્રેનનો દરજ્જો પણ આપવામાં આવ્યો છે.

104 વર્ષ કરતા પણ વધુ સમયથી મહારાજા સયાજીરાવ ગાયકવાડે 1914માં આ ટ્રેન શરૂ કરી હતી. તે સમયથી આ ટ્રેન બીલીમોરાથી વઘઇની વચ્ચે દોડે છે. 64 કિમિના લાંબા રૂટ પર દોડતી આ ટ્રેનમાં હવે એ.સી.કોચ જોડવામાં આવ્યા છે. જેની ટ્રાયલ રન પણ લઈ લેવામાં આવી છે. અને હવે આ ટ્રેન ફરી લોક આકર્ષણનું કેન્દ્ર બનશે.

બાપુની ગાડી તરીકે ઓળખાતી આ ટ્રેનની છુક છુક હવે ડાંગના જંગલોમાં પણ સંભળાશે. બાપુની ગાડી એટલે મહાત્મા ગાંધી નહીં પણ સૌરાષ્ટ્રના બાપુ માટે આ શબ્દ વપરાયો છે. ટ્રેનમાં આરામથી મુસાફરી કરી શકાતી હોવાથી તેને બાપુની ગાડી કહેવાય છે.

ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?

આ પહેલા આ ટ્રેનને ચલાવવું આર્થિક રીતે પોષાતું ન હોવાથી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેના કારણે સ્થાનિકોમાં નારાજગી વ્યાપી ગઈ હતી. પણ હવે હજીય લોકોની માંગ જોતા આ ટ્રેન ચાલુ રાખવાનો નિર્ણય કરાયો છે.

આ ટ્રેન ગાયકવાડ સરકારે બ્રિટિશ સમયમાં શરૂ કરાવી હતી. જે ડાંગમાંથી લાકડા લઈ જતી હતી અને ત્યાંના આદિવાસીઓના ધંધા રોજગાર માટે આશીર્વાદ સમાન હતી. તે સમયે અન્ય કોઈ વાહન નહોતા ત્યારે આ ટ્રેન જ મુસાફરી માટેનું એકમાત્ર વાહન હતું.

આ નેરોગેજ ટ્રેન બીલીમોરાથી વઘઇ ત્રણ કલાકમાં પહોંચાડે છે. ટ્રેનનું ભાડું પણ નજીવું જ વસુલવામાં આવે છે. ટ્રેનની ટીકીટ ટ્રેનનો ગાર્ડ ટ્રેનની અંદર જ આપે છે. અને સ્ટોપેજ આવે તો ગાર્ડ જ ઉતરીને ફાટક હટાવે છે. કોલકાતામાં ટ્રામમાં બેસીએ તેની યાદ આ ટ્રેનમાં બેસીને આવી જાય છે.

ટ્રેનમાં બેસીને કુદરતી સૌંદર્યનો લ્હાવો લઈ શકાય છે. જેથી હવે પ્રવાસીઓને આકર્ષવા ટ્રેનમાં 3 એસી કોચ જોડવામાં આવ્યા છે. જો મુસાફરો મળશે તો હજી એસી કોચ વધારવામાં આવશે.આમ સમયના પાટા પર હવે ફરી ચાલતા ફરતા ઇતિહાસ વાગોળવાનો અવસર અહીંના પ્રવાસીઓ માણી શકશે.

Published On - 4:39 pm, Thu, 3 June 21

Next Article