અમદાવાદ કોર્પોરેશનનો મોટો નિર્ણય, બગીચાઓમાં પણ વેક્સિન સર્ટિફિકેટ વિના નો એન્ટ્રી

|

Sep 20, 2021 | 10:19 AM

અમદાવાદના બગીચાઓમાં સર્ટિફિકેટ વગર પ્રવેશબંધી કરવામાં આવી છે. તેમજ વેક્સિન સર્ટિફિકેટ વગર ગાર્ડનમાં પ્રવેશ નહી મળે.

અમદાવાદ કોર્પોરેશને કોરોનાની ત્રીજી લહેરને રોકવા માટે નવા નિયમો લાગુ કર્યા છે. જેમાં હવે વેક્સિન સર્ટિફિકેટ વગર બગીચાઓમાં લોકોને એન્ટ્રી આપવામાં નહિ આવે. જેમાં અમદાવાદના બગીચાઓમાં સર્ટિફિકેટ વગર પ્રવેશબંધી કરવામાં આવી છે. તેમજ વેક્સિન સર્ટિફિકેટ વગર ગાર્ડનમાં પ્રવેશ નહી મળે. જેમાં મોર્નિગ વોક કે ફરવા જતા લોકોએ સર્ટિફિકેટ સાથે રાખવું પડશે. આ નિયમનો અમલ શહેરના તમામ 283 બગીચાઓમાં સોમવારથી કરવામાં આવશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તક આવતી તમામ બિલ્ડીંગ અને જગ્યામાં પ્રવેશ માટે સોમવારથી રસીકરણ સર્ટિફિકેટ ફરજિયાત કરાયું છે. જેમાં રસી ન મુકાવી હોય તેવા નાગરિકોને કોઈપણ જાહેર સ્થળોએ પ્રવેશ નહીં મળી શકે.  આ અંગે અમદાવાદ કોર્પોરેશનના મ્યુનિસપિલ કમિશ્નર મુકેશ કુમારે પણ ટ્વિટ કરીને માહિતી આપી હતી.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને બે દિવસ પહેલાં આ નિર્ણય જાહેર કર્યો છે. જેનો અમલ સોમવારથી શરૂ થશે.આ આદેશની સાથે જ AMTS-BRTS, કાંકરિયા તળાવ, કાંકરીયા ઝુ તેમજ સાબરમતી રિવરફ્રન્ટ અને ગાર્ડનમાં જવા પણ વેક્સિનનું સર્ટિફિકેટ હોવું ફરજિયાત છે એ સિવાય પ્રવેશ નહીં મળે. આ જાહેરાતની સાથે જ લોકો વેક્સિન લેવા માટે પડાપડી કરતા જોવા મળ્યા હતા. તો બીજી તરફ સોમવારથી સર્ટિફિકેટ ચેકિંગ કરતા અનેક મુશ્કેલીઓનો સામનો પણ થઇ શકે છે.

આ પણ વાંચો :Mehsana : ઉંઝામાં વહેલી સવારથી વરસાદ, નીચાણ વાળા વિસ્તારમાં પાણી ભરાયા 

આ પણ વાંચો :ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ આજે દિલ્હી જશે, પીએમ મોદી અને અમિત શાહ સાથે કરશે શુભેચ્છા મુલાકાત

Published On - 8:52 am, Mon, 20 September 21

Next Video