Mehsana : ઉંઝામાં વહેલી સવારથી વરસાદ, નીચાણ વાળા વિસ્તારમાં પાણી ભરાયા

મહેસાણા જિલ્લાના ઉંઝામાં વહેલી સવારથી વરસાદની શરૂઆત થઇ છે. તેમજ ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 20, 2021 | 8:41 AM

ગુજરાતમાં(Gujarat) હવામાન ખાતાની આગામી ચાર દિવસમાં ભારે વરસાદની(Rain) આગાહી વચ્ચે ઉત્તર ગુજરાતમાં  મેઘમહેર શરૂ થઈ છે. જેમાં મહેસાણા(Mehsana) જિલ્લાના ઉંઝામાં વહેલી સવારથી વરસાદની શરૂઆત થઇ છે. તેમજ ભારે વરસાદના પગલે નીચાણ વાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. તેમજ વહેલી સવારથી
શરૂ થયેલા વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. જ્યારે પાણી ભરાતા લોકો પરેશાન થઇ રહ્યા છે.

ગુજરાત(Gujarat)ના આગામી  ચાર  દિવસમાં હવામાન વિભાગે  ભારેથી અતિ ભારે વરસાદની(Rain) આગાહી કરી  છે. જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા , અરવલ્લી, પાટણ , મહેસાણા, મહીસાગર, દાહોદ, ગાંધીનગર, અમદાવાદ , પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, નવસારી, દમણ દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે

જ્યારે હવામાન વિભાગે(IMD)સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, ભાવનગર , બોટાદ , અમરેલી , મોરબી , જામનગર, પોરબંદર સહિત ગીર સોમનાથમાં ભારેથી અતિભારે વરસાદ પડશે તેવી આગાહી કરી છે.

રાજ્યમાં ચોમાસું હાલ સક્રિય છે અને મેઘરાજા મન મુકીને વરસી રહ્યાં છે.  જેમાં  19 સપ્ટેમ્બરે રાજ્યના 89 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે, જેમાં મધ્ય ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. મધ્ય ગુજરાતમાં ખેડા, પંચમહાલ, આણંદ, વડોદરામાં વરસાદ પડ્યો. સૌથી વધુ ખેડાના ગળતેશ્વર અને પંચમહાલના હાલોલમાં દોઢ ઇંચ વરસાદ પડ્યો છે. તો પંચમહાલના ઘોઘંબા , વડોદરાના ડભોઇ અને આણંદના અંકલાવમાં એક ઇંચથી વધારે વરસાદ પડ્યો છે.

આ પણ  વાંચો : બોલ માડી અંબેના નાદથી ગુજયું અંબાજી મંદિર પરિસર, ભાદરવી પૂનમને લઇને ભકતો ઉમટ્યા

આ પણ વાંચો : અમદાવાદમાં જાહેર સ્થળોની મુલાકાત પૂર્વે હવે પાળવો પડશે આ નિયમ

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">