Big Breaking: હેડ ક્લાર્ક પેપર લીક થયાના મામલે મોટા સમાચાર, રદ થઈ શકે છે પરીક્ષા

|

Dec 16, 2021 | 8:22 PM

હેડ ક્લાર્ક પેપર લીક થયાના મામલે મોટા સમાચાર સામે આવ્યા છે કે જમાં હેડ ક્લાર્કની પરીક્ષા રદ થઈ શકે છે

હેડ ક્લાર્ક પેપર લીક (Head clerk Paper Leak) થયાના મામલે મોટા સમાચાર સામે આવ્યા છે કે જમાં હેડ ક્લાર્કની પરીક્ષા રદ (Exam Cancel) થઈ શકે છે. અથવા તો જે પણ ઉમેદવારો પાસે પેપર પહોચ્યા હતા તેઓની પરીક્ષા રદ થઈ શકે છે. પરીક્ષા અગાઉ જ પેપર લીક થયાનું સામે આવ્યું હતું. ગૌણ સેવા પસંદગી મંડળ (Gujarat Gaun Seva Pasandgi Mandal) ના કથિત પેપર લીક મામલે અગાઉ  ગૃહ વિભાગમાં બેઠકોનો ધમધમાટ જોવા મળ્યો હતો.

હેડ ક્લાર્ક પેપર લીક બાબતે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી (Harsh Sanghavi) ના નિવાસસ્થાને મળેલી બેઠક પૂર્ણ થઇ ગઈ છે. તો બેઠકમાં કડકમાં કડક કાર્યવાહી કરવા ગૃહ રાજ્યપ્રધાને પોલીસને આદેશ આપ્યા હોવાનો ખુલાસો થયો છે. આ સાથે જ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા આદેશ છે. જણાવી દઈએ કે અમદાવાદના નિકોલના સ્ટ્રોંગરૂમમાંથી પેપર લીક થયું હોવાની આશંકા છે. ત્યારે પ્રાંતિજના ઉંછા ગામનો દેવલ નામનો યુવક પોલીસની શંકામાં છે. દેવળ અમદાવાદ સિવિલમા સ્ટાફ નર્સ તરીકે ફરજ બજાવે છે. તો એનો કાકો પણ આ કેસમાં શંકામાં છે.

આપને જણાવી દઈએ કે જયેશ પટેલ નામનો શખ્શ પણ પહેલાથી પોલીસની શંકામાં છે. શરુઆતથી જ તેની પર આક્ષેપો થઇ રહ્યા છે. જણાવી દઈએ કે દેવલ પટેલ જયેશ પટેલનો ભત્રીજો છે. ત્યારે દેવલના ઘરે જ પેપર લીકને લઈ હિલચાલ થઇ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. હાલ કાકા અને ભત્રીજો બંને ભૂગર્ભમાં છે.

તો બીજી તરફ હેડ ક્લાર્કનું પેપર લીક થવાને લઈ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ લેખિતમાં અરજી આપી છે. કર્મયોગી ભવનમાં કેટલાક યુવાનો સાથે પહોંચેલા યુવરાજસિંહે ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ આસિત વોરાને લેખિતમાં અરજી આપી છે. અસિત વોરાને પુરાવા આપી નિષ્પક્ષ તપાસની માગ કરવામાં આવી છે. પેપર લીક મામલે ગૌણ સેવા પસંદગી મંડળને ફરિયાદી બનવાની પણ માંગણી કરાઈ છે. કેટલાક પુરાવા ગોપનીય હોવાથી ગૃહરાજ્યપ્રધાનને પણ આપવામાં આવશે એવું પણ યુવરાજ સિંહનું કહેવું છે.

આ પણ વાંચો: અંકિતા લોખંડેના લગ્ન બાદ સુશાંત સિંહની બહેનનું રિએક્શન આવ્યું સામે, જાણો શું કહ્યું

આ પણ વાંચો: યુવરાજસિંહ સામે થઈ શકે માનહાનિનો દાવો! પેપર લીક મુદ્દે વાયરલ થયેલા અક્ષર ફાર્મહાઉસના માલિકની અરજી

Published On - 7:57 pm, Thu, 16 December 21

Next Video