AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

યુવરાજસિંહ સામે થઈ શકે માનહાનિનો દાવો! પેપર લીક મુદ્દે વાયરલ થયેલા અક્ષર ફાર્મહાઉસના માલિકની અરજી

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 16, 2021 | 7:34 PM
Share

હેડ ક્લાર્ક પેપર લીક કેસમાં અક્ષરમના માલિકે તેના ફાર્મહાઉસના નકલી ફોટોગ્રાફ્સ વાયરલ કરવા માટે યુવરાજ સિંહ વિરુદ્ધ અરજી દાખલ કરી છે.

Head Clerk Paper Leak: હેડ ક્લાર્કની પરીક્ષાના પેપર લીકના આરોપ મામલે તપાસનો ધમધમાટ શરૂ થયો છે. જણાવી દઈએ કે આ સમગ્ર મામલે વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહે ઘણા આક્ષેપો લગાવ્યા હતા. યુવરાજ સિંહે આ મુદ્દે કેટલાક પુરાવા પણ રજુ કર્યા હતા. જેમાં 4 ગાડીના નંબર અને ફાર્મ હાઉસના ફોટા પણ હતા. આવામાં ફાર્મ હાઉસના માલિકે પણ આ મુદ્દે મેદાને આવ્યા છે.

એક તરફ પેપર લીક મુદ્દે તપાસ ચારી રહી છે. તો બીજી તરફ જે ફાર્મહાઉસમાં પેપરલીક થયાનો આરોપ લાગ્યો છે તે અક્ષર ફાર્મહાઉસના માલિકે જિલ્લા પોલીસ વડાને અરજી આપી છે. ફાર્મ હાઉસના માલિક ડૉ.નીતિન પટેલે ફાર્મ હાઉસના ખોટા ફોટા વાયરલ કર્યાનો આરોપ લગાવ્યો છે. આ મુદ્દે હવે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા સામે માનહાનિનો દાવો થઈ શકે છે.

બીજી તરફ ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીના નિવાસસ્થાને મળેલી બેઠક પૂર્ણ થઇ ગઈ છે. તો બેઠકમાં કડકમાં કડક કાર્યવાહી કરવા ગૃહ રાજ્યપ્રધાને પોલીસને આદેશ આપ્યા હોવાનો ખુલાસો થયો છે. આ સાથે જ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા આદેશ છે. જણાવી દઈએ કે અમદાવાદના નિકોલના સ્ટ્રોંગરૂમમાંથી પેપર લીક થયું હોવાની આશંકા છે. ત્યારે પ્રાંતિજના ઉંછા ગામનો દેવલ નામનો યુવક પોલીસની શંકામાં છે. દેવળ અમદાવાદ સિવિલમા સ્ટાફ નર્સ તરીકે ફરજ બજાવે છે. તો એના કાકા પણ આ કેસમાં શંકામાં છે.

 

આ પણ વાંચો: પેપર લીક કેસ: ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીના નિવાસસ્થાને મળેલી બેઠક પૂર્ણ, ફરિયાદ નોંધી કડક કાર્યવાહી કરવા આદેશ

આ પણ વાંચો: Gram Panchayat Election: આ કારણથી સેજલ બારિયાનું રદ થયું હતું ફોર્મ, હાઈકોર્ટે આપ્યો જોરદાર ચુકાદો

g clip-path="url(#clip0_868_265)">