BHUJ : સુખપર ગામે સ્મશાનની સફાઈ, કોરોના મૃતકોની અંતિમક્રિયા સુધીના કામ કરી રહી છે રાષ્ટ્ર સેવિકા સમિતિની બહેનો

|

Apr 22, 2021 | 7:12 PM

BHUJ : સુખપર (SUKHPAR) ગામે કોવીડ દર્દીની અંતિમક્રિયાનું કાર્ય સોંપાયુ છે, જેની તમામ વ્યવસ્થા RSS દ્વારા કરાઇ રહી છે.

BHUJ : સુખપર ગામે સ્મશાનની સફાઈ, કોરોના મૃતકોની અંતિમક્રિયા સુધીના કામ કરી રહી છે રાષ્ટ્ર સેવિકા સમિતિની બહેનો
અંતિમક્રિયા માટે લાકડા એકઠા કરી રહેલી રાષ્ટ્ર સેવિકા સમિતિની બહેનો

Follow us on

BHUJ : હિન્દુ પરંપરા મુજબ મૃ્ત્યુ પામેલા વ્યક્તિને તેના પરિવારમાંથી કોઇ પુરૂષ સભ્ય અગ્નિદાહ આપે છે. જો કે ઘણા કિસ્સામાં આ કામ મહિલાઓએ કર્યુ હોય તેવુ પણ બન્યુ છે. જોકે હાલ જ્યારે કોરોના મહામારી ચાલી રહી છે. ત્યારે ઘણા લોકોને તેમના સ્વજનની અંતિમક્રિયા માટેનો પણ મોકો મળી રહ્યો નથી. પરિવારના એક-બે સભ્ય આવે અને ત્યાર બાદ તંત્ર કે સમાજસેવકો કોરોનામા મૃત્યુ પામેલા મૃતકોની અંતિમ વીધી કરી રહ્યા છે. ત્યારે ભુજના સુખપર ( SUKHPAR ) ગામે કોવીડ મૃતકોની અંતિમક્રિયામાં મદદ માટે રાષ્ટ્ર સેવિકા સમિતિની બહેનો પણ જોડાઇ છે.

સ્મશાનની સફાઈથી અંતિમક્રિયા સુધીનું કામ કરે છે બહેનો
BHUJ માં ખારીનદી સ્મશાનગૃહમાં જગ્યા ઓછી પડતા તંત્ર દ્વારા ભુજ તાલુકાના સુખપર ( SUKHPAR ) ગામે કોવીડ દર્દીઓની અંતિમક્રિયાનું કાર્ય સોંપાયુ છે, જેની તમામ વ્યવસ્થા રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (RSS) દ્વારા કરાઇ રહી છે. જો કે આ સેવા કાર્યમાં RSSના સ્વયંસ્વેકો સાથે RSSની મહિલા પાંખ રાષ્ટ્ર સેવિકા સમિતિની બહેનો પણ સ્મશાનગૃહની સફાઈ, અંતિમક્રિયા માટે લાકડા ભેગા કરવા સહીતની અંતિમક્રિયામાં જોડાઈ છે.


રાષ્ટ્ર સેવિકા સમિતિની 15 બહેનો દ્વારા સેવાકાર્ય
જન સહયોગ અને મહિલા શક્તિનું જીવતું જાગતું સ્વરૂપ એટલે ભુજ તાલુકાની સુખપર સાર્વજનિક હિન્દુ સ્મશાન ભૂમિ. સૌના “સાથથી કોરોનાને આપીએ મ્હાત” આ મંત્રને સુખપર ( SUKHPAR ) માં RSSની સેવિકા બહેનો સાર્થક કરી રહી છે. કોરોનાના કપરા કાળમાં કોવીડ-19 થી મૃત્યુ પામેલા મૃતકોને હિન્દુ ધાર્મિક વિધિથી અંતિમક્રિયાની કઠણ કાળજા ભરેલી કપરી કામગીરી સુખપર ગામમાં રાષ્ટ્ર સેવા સમિતિની 15 સેવિકાઓ પણ કરી રહી છે. છ દિવસથી પ્રારંભ આ કામગીરીમાં ગ્રામીણ મહિલાઓ સ્મશાનભૂમિની સફાઈથી લઇ મૃતદેહને અગ્નિદાહ આપવા સુધીની તમામ કામગીરી ધગશ ભેર અને હિંમતથી કરી રહી છે.

વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો

સવારે 8 થી રાતના 8 સુધી સેવા આપે છે બહેનો
પ્રવર્તમાન સ્થિતિમાં કોરોનાના સંક્રમણને પગલે થતાં મૃત્યુના કારણે નિયત કરેલા સ્મશાનો પૈકી ભુજ ખારી નદી સ્મશાન ભૂમિ અને સુખપર ગામ પર કોવીડ-19 ના મૃતદેહને અંતિમક્રિયા કરાવવાના વહીવટી તંત્રના અનુરોધના પગલે છ દિવસથી અહીં હિન્દુ શાસ્ત્રોક્ત રીતે કોવીડ-19 ના દર્દીઓના અંતિમ સંસ્કાર થઇ રહ્યા છે. સ્મશાનભૂમિની કામગીરી સાથે સંકળાયેલા રામજીભાઈ વેલાણી સમગ્ર પરિવાર સાથે સેવા આપે છે. અહીં સવારે 8 થી રાતના 8 વાગ્યા સુધી અંતિમક્રિયાની કામગીરીમાં રાષ્ટ્ર સેવિકા સમિતિની 15 બહેનો જોડાયેલી રહે છે.

50 જેટલા સેવક ભાઈઓ, સાંખ્યયોગી બહેનોનો પણ સહયોગ
BHUJ ની જી.કે.જનરલ હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલોમાંથી આવતા તમામ કોવીડ-19 મૃતકોના મૃતદેહને અહીં તેમજ ખારી નદી ખાતે અગ્નિદાહ આપવામાં આવે છે. રામપર-વેકરા, ભુજ, માનકુવા અને સુખપરના 50 જેટલા સેવકભાઈઓ પણ આ કામગીરીમાં સંકળાયેલા છે. સુખપર ખાતે રાષ્ટ્ર સેવા સમિતિની સેવિકાઓની પડખે સુખપર સ્વામિનારાયણ મંદિરની સાંખ્યયોગી બહેનો પણ પોતાનો સહયોગ આપી રહી છે. મૃતદેહ માટે ફૂલ,પૂજનવિધિની સામગ્રી તેમજ આ કામગીરી સાથે સંકળાયેલી સેવિકાઓ અને ભાઇઓની ભોજનની વ્યવસ્થા કરીને પણ સાંખ્યયોગીની બહેનો પોતાની રાષ્ટ્રીય સેવા બજાવી રહી છે તો અહીની મહિલા મુશ્કેલ સ્થિતીમાં સુરક્ષા સાથે કોરોના મહામારી સામે લડી રહેલા કોરોના વોરીયર્સ અને સમાજની સેવામાં મદદરૂપ થઇ રહી છે.

Published On - 7:09 pm, Thu, 22 April 21

Next Article