ડમી ઉમેદવાર કૌભાંડ મામલે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા આજે પોલીસ સમક્ષ હાજર થશે. યુવરાજસિંહ જાડેજા આજે થોડીવાર ભાવનગર SOG કચેરીમાં હાજર થવાના છે. જેને લઈ એસપી ઓફિસ પર કડક બંદોબસ્ત ગોઠવાયો છે. 3 પીઆઈ, 4 પીએસઆઈ, 50 કોન્સ્ટેબલ, 16 બોડી વોર્ન કેમેરા ગોઠવાયા છે. પોલીસ સમક્ષ હાજર થતાં પહેલા યુવરાજસિંહે ફરી એક વખત મોટો ઘટસ્ફોટ કર્યો છે. યુવરાજસિંહે ડમી કાંડમાં અનેક મોટા મગરમચ્છોની સંડોવણી હોવાનો આક્ષેપ કર્યો.
આ પણ વાંચો : Bhavanagar : યુવરાજસિંહે ફરી એક વાર કર્યો મોટો ઘટસ્ફોટ, આજે ભાવનગર SOG કચેરીમાં થશે હાજર, જુઓ Video
યુવરાજસિંહે જણાવ્યું કે હું ભાવનગર પોલીસ સમક્ષ હાજર થઇશ અને તેના તમામ સવાલોના જવાબ આપીશ. હું ડમી કાંડમાં મોટા નેતાઓ અને મંત્રીઓના નામ સાથે ખુલાસો કરીશ. યુવરાજે આક્ષેપ કર્યો કે નેતાઓની રહેમનજર હેઠળ જ આ કૌભાંડ ચાલે છે. મારી પાસે આ વાત સાબિત કરવાના તમામ પુરાવાઓ છે. પરંતુ જો એક આરોપી તરીકે મારે જવાબ લખાવવાનો હોય, તો હું જે નેતાઓના નામ આપું તેમના નિવેદન પણ લેવાવા જોઇએ. યુવરાજસિંહે દાવો કર્યો કે આ કૌભાંડ છેક વર્ષ 2004થી ચાલ્યું આવે છે. આ કૌભાંડમાં ફક્ત 36 આરોપી જ નથી, અનેક લોકોની સંડોવણી છે.
Published On - 11:37 am, Fri, 21 April 23