ભાવનગરનો(Bhavnagar) યુવા ક્રિકેટર(Cricketer)અંશ ગોસાઈ(Ansh Gosai) અંડર-19 વર્લ્ડ કપમાંભારતીય ટીમમાં સમાવેશ થતા માતા-પિતાના સપનાને ચાર ચાંદ લગાડી દીધા હતા, અંશ ગોસાઈ તાજેતરમાં વેસ્ટ ઇન્ડીઝ સામે ક્રિકેટ મેચ રમવા માટે ભાવનગર થી રવાના થયો છે. ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા અને નાનપણથી પોતાના દીકરાને ભારતીય ટીમમાં સમાવેશ કરવા માટે અનોખો સંઘર્ષ ધરાવતા ઘનશ્યામ ગીરી ગોસાઈ એ શેરી ગલીમાં ક્રિકેટ રમાડી અને આજે ઇન્ડિયા ટીમ માં સમાવેશ સુધી હર હંમેશ પ્રોત્સાહિત કરી અંશ ગોસાઈને ઈન્ડિયાન ટીમમાં સમાવેશ થયા સુધીના સપનાને પૂર્ણ કરી ગૌરવ અનુભવી રહ્યા છે.
અંશ ગોસાઈ જેવો નાનપણથી જ ભારતીય ટીમમાં બેટ્સમેન તરીકે રમવા માટે ગાંઠ બાંધી લીધી હોય તે પ્રમાણે પાંચ વર્ષથી ક્રિકેટ રમવા માટે અને સારામાં સારુ પર્ફોમન્સ માટે કોઈ કમી બાકી ન રાખી હોય તે પ્રમાણે આજે પોતાની મહેનતથી અંડર-19 વર્લ્ડકપ સુધીની સફર પૂર્ણ કરી ભારતીય ટીમમાં સમાવેશ થઇ પોતાના માતા-પિતાએ જોએલ નાનપણનું સપનું પૂર્ણ કરી ચાર ચાંદ લગાવી દીધા હતા, ભાવનગરના નાનકડા એવા શહેરમાંથી યુવા ક્રિકેટર અને બેટ્સમેન અંશ ગોસાઈએ પોતાના કરિયરની શરૂઆત તેમના પિતા સાથે પાંચ વર્ષથી જ કરી દીધી હતી દિવસ દરમિયાન 10 કલાક સુધી ક્રિકેટ મેચ રમવા સુધીની સફર પૂર્ણ કરી ભારતીય ટીમમાં સમાવેશ સાથે પોતાના સપનાને સાકાર કર્યું છે
અંડર નાઇન્ટીન ક્રિકેટ વન ડે વર્લ્ડ કપમાં ભારતની ટીમમાં જોડાવા માટે પાંચ ખેલાડીઓ જવા માટે રવાના થઇ ગયા છે જેમાં ભાવનગરના બેટ્સમેન અંશ ગોસાઈ નો સમાવેશ કરાતા ભારતીય અંડર નાઇન્ટીન વર્લ્ડ કપની ટીમમાં રમવાનું અંશ ગોસાઈનું સ્વપ્નું સાકાર થયું છે, ભારતીય ક્રિકેટ ટીમના પાંચ ખેલાડીઓને કોરોના થયા બાદ ક્વોરએન્ટાઈન કરવામાં આવ્યા છે આથી તેમના સ્થાને પાંચ ક્રિકેટરો ઉદય સહારન (રાજસ્થાન) ઋષીત રેડી (હૈદરાબાદ) અંશ ગોસાઈ (સૌરાષ્ટ્ર) અભિષેક પોરેલ (બંગાળ) પુષ્પેન્દ્ર સિંહ રાઠોડ (રાજસ્થાન) નો સમાવેશ કરાયો છે.
ભાવનગરના અંશ ગોસાઈના પિતાએ જણાવ્યું હતું કે શાળાકીય કક્ષાએથી ચાર વર્ષ અગાઉ ક્રિકેટ રમવાની શરૂઆત કર્યા બાદ તેમને દીકરાએ ક્યારે પાછું વળું જોયું નથી સખત મહેનત કરી ક્રિકેટમાં આગેકૂચ કરી અંશે પોતાના સપનાઓને સાકાર કરી અંડર-૧૯ વર્લ્ડકપમાં ભારતની ટીમમાં રમવાનું અને આઈ.પી.એલમાં રમવાનું સપનું નાનપણથી જોયું હતું તે સફળ બન્યું છે, અંશ ગોસાઇના ક્રિકેટર બેટ્સમેન બનવા માટેના સપના પાછળ તેમના માતાપિતાએ પૂર્ણ સહયોગ કરી પોતાના દીકરાને ક્રિકેટર બનવા માટે નાનપણથી જ હર હંમેશ પ્રોત્સાહીત કરી ક્રિકેટ રમવા માટે રચ્યોપચ્યો રાખ્યો હતો, પોતાનામાં મનમાં દૃઢ નિશ્ચિત કરી માતા-પિતાના સપનાને પૂર્ણ કરવા અને ભારતીય ટીમમાં રમવા માટે તનતોડ મહેનત કરી અંશ ગોસાઈ એ ઈન્ડિયાની ટીમ માં બેટ્સમેન તરીકે પરફોર્મન્સ આપવાનું સપનું સાકાર કર્યું હતું
અંશ ગોસાઈ અંડર 14માં સૌરાષ્ટ્ર વતી મહારાષ્ટ્ર સામે ૨૦૦ રન ફટકારી પોતાના ઉજ્જવળ ભવિષ્ય નો પરચો આપ્યો હતો ત્યારબાદ અંડર-16માં બરોડા સામે ૧૨૬ રન, અંડર-16 જમ્મુ કશ્મીર સામે 93 રન, ચેલેન્જર ટ્રોફીમાં 49, 108, 98 રન નોંધાવ્યા બાદ બાંગ્લાદેશ, ભારત-એ ભારત-બી વચ્ચેની ત્રિકોણીય શ્રેણીમાં પસંદગી પામેલ અંશ ગોસાઈએ અહીં ભારત-બી વતી રમતા ભારતે-એ સામે ૯૧ રન ફટકારી પસંદગીકારોનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યું હતું, અંશ ગોસાઈએ નાનપણથી જ ક્રિકેટ રમવાના સપના સાથે અનેક મેચમાં બેસ્ટ પર્ફોમન્સ કરી અનેક ટ્રોફી તેમજ મેડલો પ્રાપ્ત કર્યા છે.
નાનપણથી જ પોતાના સપનાને સાકાર કરવા માટે છેલ્લા ચાર વર્ષ થી ભાવનગરના ભરુચા કલબમાં ક્રિકેટ રમી પસંદગીકારોનું ધ્યાના આકર્ષિત કર્યું હતું, અંશ ગોસાઈનાં સફળતા પાછળ તેમના માતા-પિતા સાથે ભરુચા કલબના કોચ તેમજ ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચમાં સ્થાન ધરાવતા ભાવનગરના તેમના મિત્રોને પૂર્ણ સહયોગ રહ્યો હતો અને પોતાની જાત મહેનતથી ઈન્ડિયાની ટીમમાં સિલેક્શન પ્રાપ્ત કરી માત-પિતાનાં નામ સાથે ભાવનગરનું નામ પણ રોશન કર્યું હતું,
આ પણ વાંચો : અમદાવાદમાં નરોડાના રહીશો પાણીની સમસ્યાથી પરેશાન, નાગરિકોમાં આક્રોશ
આ પણ વાંચો : Ahmedabad : સાબરમતી નદીમાં આપઘાતના બનાવો વધ્યા, બે દિવસમાં બે યુવકોને બચાવાયા