Bhavnagar અમદાવાદ હાઇવેના અધૂરા કામ વચ્ચે ટોલ પ્લાઝા શરૂ કરાતા ગ્રામજનોનો વિરોધ

|

Mar 08, 2022 | 5:28 PM

ટોલના નામે રૂપિયા લેવાનું બિલકુલ વ્યાજબી ન હોવાનું સારી રીતે જાણતા હોવા છતાં ભાવનગરનાં રાજકીય નેતાઓ સમગ્ર મુદ્દે આંખ મિચામણી કરી રહ્યાં છે અને પ્રજાનો પક્ષ લઈ છેલ્લા ત્રણ દિવસમાં એક પણ નેતા એ આ વાત નો વિરોધ તો કર્યો જ નથી

Bhavnagar અમદાવાદ હાઇવેના અધૂરા કામ વચ્ચે ટોલ પ્લાઝા શરૂ કરાતા ગ્રામજનોનો વિરોધ
Bhavnagar Ahmedabad Toll Plaza

Follow us on

ભાવનગર(Bhavnagar) અમદાવાદ રોડના(Road) અધૂરા કામ વચ્ચે સરકાર દ્વારા કોઇ પૂર્વ જાહેરાત વગર ટોલ પ્લાઝા(Toll Plaza) શરૂ કરી દેવામાં આવતા વિરોધનો વંટોળ ઉઠ્યો છે. જેમાં 20 થી વધુ ગામો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે, હજી તો નેશનલ હાઇવેનું પ્રથમ ચરણનું કામ જ પૂર્ણ થયું નથી ત્યાં ટોલ ટેક્સની ઉઘરાણી શરૂ કરી દેવામાં આવતા વાહન ચાલકો સાથે ગ્રામજનોમાં ભારે રોષ ભભૂકી ઉઠયો છે.ભાવનગર-ગીરસોમનાથ નેશનલ હાઈવે નં-8 એ પણ અધૂરાં કામ સાથે ટોલટેક્ષની ઉઘરાણી અગાઉ શરૂ કરી દેવામા આવેલ છે. એજ રીતે ભાવનગર-અમદાવાદ શોર્ટરૂટ પર હાઈવે નવીનીકરણનું કામ ગોકુળ ગતિએ ચાલી રહ્યું હોય અને રસ્તાના ઠેકાણાં ન હોવા છતાં હાઈવે ઓથોરિટી દ્વારા ટોલટેક્ષની વસુલાત શરૂ કરી દેતાં લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે, ટોલટેક્ષ મુદ્દે છેલ્લા પાંચ દિવસથી ભાલ પંથકના 20 થી વધુ ગામો ના પ્રતિનિધિ સરપંચ ગ્રામજનો દ્વારા ભારે હોબાળો સાથે વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ બાબતે ભાવનગરના સાંસદ સહિત સત્તાધીશ જનપ્રતિનિધિ ને રજૂઆત પણ કરવામાં આવેલ છે. પરંતુ સરકારના કહેવાતા અધિકારી કે નેતાઓને કંઈ પડી જ ન હોય તે રીતે આંખ આડા કાન કરી રહી છે.

અમદાવાદ નેશનલ હાઇવેનું કામ પૂર્ણ થયું નથી

ભાવનગર જિલ્લામાં એક સાથે બે ટોલ પ્લાઝા શરૂ કરી દેવામાં આવતા લોકો અસમંજસમાં મુકાયા છે સાથે નેતાઓ પ્રત્યે રોષ પણ ઉઠી રહ્યો છે. સૌપ્રથમ ભાવનગર-સોમનાથ નેશનલ પર કોબડી નજીક ટોલ પ્લાઝા શરૂ કરવામાં આવ્યો જેનું પણ કામ વર્ષોથી અધૂરું છે હજી પણ કામ ચાલી રહ્યું છે. એવામાં માત્ર 50 થી 60 કિલોમીટરના અંતરે એટલે કે ભાવનગર- અમદાવાદ નેશનલ હાઇવેનું કામ પૂર્ણ થયું નથી એ પહેલા ભાલ પંથકના ભડભીડ નજીક ટોલ પ્લાઝા ની ઉઘરાણી શરૂ કરી દેવામાં આવતાં લોકોમાં ભારે નારાજગી સાથે વિરોધ ઉઠી રહ્યો છે. હાલ ટોલ શુલ્ક મુજબ ફોરવીલર ના 60 રૂપિયા, ટ્રકના 200 રૂપિયા, બસ સહિત લોડીંગ મોટા વાહનનાં 300 થી 400 રૂપિયા ટોલ ટેક્સ વસુલવામાં આવે છે. સૌથી મહત્વની વાત તો એ છે કે ભાવનગર નારી ગામ થી ટોલ પ્લાઝા સુધી એટલે કે ભડભીડ નજીક રોડનું કામ ચાલી રહ્યું છે.

રોડ નવીનીકરણ નું કામ વાહન ચાલકો માટે માથાનાં દુઃખાવા સમાન

આ સાથે જ પુલની કનેક્ટિવિટી પણ જોડાઈ નથી હજી આ કામ પૂર્ણ થતા એક વર્ષ જેટલો સમય વીતી જાય તેવું લાગી રહ્યું છે. છતાં પણ હાઇવે ઓથોરિટી દ્વારા મન ફાવે તેવા શુલ્ક વસુલ કરવામાં આવે છે. ત્યારે હાઈવે ઓથોરિટી દ્વારા ચુપચાપ રાતોરાત ટોલટેક્ષ કાર્યરત કરી ટોલ વસુલવાનુ શરૂ કરી દેતાં ફરી એકવાર વિરોધ નો મધપૂડો છંછેડાયો છે. આ હાઈવેનું પણ નવીનીકરણ લાંબા સમયથી ચાલી રહ્યું છે અને ખરાબ રસ્તા સાથે તંત્ર દ્વારા કરાઈ રહેલ રોડ નવીનીકરણ નું કામ વાહન ચાલકો માટે માથાનાં દુઃખાવા સમાન છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

ચાર માર્ગીય રોડમાં અનેક જગ્યાએ પૂલની કનેક્ટિવિટી પણ હજુ બાકી

ભાવનગર થી પીપળી સુધી નો માર્ગ અત્યંત ભંગાર હાલતમાં છે અને રોડ નવનિર્માણનું કામ પણ તદ્દન મંદ ગતિ એ ચાલી રહ્યું છે. આ રોડ નવનિર્માણ ના કુલ કામ પૈકી 30 ટકા કામ પણ પૂર્ણ થયું ન હોવા છતાં અને લોકો ને કોઈ આગોતરી જાણ કર્યાં વિના ટોલપ્લાઝા શરૂ કરવામાં આવ્યો છે જેના પ્રથમ દિવસથી જ વિરોધ શરૂ થઈ ગયો છે. ભાવનગર નારી ચોકડીથી પ્રથમ ચરણ વચ્ચેનો 33 કિ.મી.નો રસ્તો સિમેન્ટ કોંક્રીટનો ચારમાર્ગીય બનાવવામાં આવી રહ્યો છે, આ 33 કિ.મી.નો છ મોટા પુલ એક ફ્લાયઓવર પણ આવેલ છે 820 કરોડ રૂપિયાના ખર્ચે બની રહેલા ચાર માર્ગીય રોડમાં અનેક જગ્યાએ પૂલની કનેક્ટિવિટી પણ હજુ બાકી છે સાથે પેચિગ સહિત રોડનું મોટાભાગનું બાકી હોવા છતાં ટોલ પ્લાઝા શરૂ કરી દેવામાં આવ્યો છે .

ભાવનગરનાં રાજકીય નેતાઓની  સમગ્ર મુદ્દે આંખ મિચામણી

જેના પગલે વાહન ચાલકોને પુરતી રોડ-રસ્તાની યોગ્યતમ સવલતો પણ મળી શકતી નથી, ટોલના નામે રૂપિયા લેવાનું બિલકુલ વ્યાજબી ન હોવાનું સારી રીતે જાણતા હોવા છતાં ભાવનગરનાં રાજકીય નેતાઓ સમગ્ર મુદ્દે આંખ મિચામણી કરી રહ્યાં છે અને પ્રજાનો પક્ષ લઈ છેલ્લા ત્રણ દિવસમાં એક પણ નેતા એ આ વાત નો વિરોધ તો કર્યો જ નથી પરંતુ સમગ્ર મુદ્દે પોતે કશું જાણતા જ ન હોય એ રીતે તમાશો નિહાળી રહ્યાં છે

આ પણ વાંચો : Gandhinagar: સત્યાગ્રહ છાવણીમાં મહિલા કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું

આ પણ વાંચો : Surat: શહેરનો સૌથી વ્યસ્ત રિંગરોડ ફલાય ઓવર બ્રિજ 2 મહિના માટે બંધ કરવામાં આવશે, જાણો શું છે કારણ

 

Next Article