થોડા દિવસ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Prime Minister Narendra Modi) ગુજરાતમાં ખેલ મહાકુંભ (Khel Mahakumbh)ની શરુઆત કરાવી. ખેલ મહાકુંભ રાજ્યના બાળકોને ખેલ અને રમતગમત ક્ષેત્રમાં આગળ વધે તે માટેની રાજ્ય સરકારની અનોખી યોજના છે. ત્યારે ભાવનગર (Bhavnagar)માં ખેલમહાકુંભ અંતર્ગત જિલ્લા કક્ષાની તરણ સ્પર્ધાની અલગ અલગ ઇવેન્ટ યોજાઇ હતી. જેમા એક થી ત્રણમા સૌથી વધુ 28 નંબર મેળવતા મોટી પાણીયાળી કે.વ શાળાના બાળકો, શાળાના આચાર્યએ પણ બે ઇવેન્ટમા બીજો નંબર મેળવ્યો છે.
ભાવનગર મહાનગર પાલિકાના સ્વિમિંગ પુલ ખાતે ખેલ મહાકુંભ અંતર્ગત જિલ્લા કક્ષાની તરણ સ્પર્ધા બપોર બાદ યોજાઇ હતી. જેમા પાલિતાણા તાલુકાની મોટી પાણીયાળી કે. વ શાળાના બાળકોએ શાનદાર પ્રદર્શન કરતા 100 મીટર ફ્રિ સ્ટાઇલ, 400 મીટર ફ્રિ સ્ટાઇલ, 100 મીટર બેક સ્ટ્રોક, 100 મીટર બ્રેસ્ટ સ્ટ્રોક ,100 મીટર બટર ફલાઇ, 200 મીટર મીડલે એમ અલગ અલગ ઇવેન્ટમા આઠ બાળકો પ્રથમ નંબર અને અગિયાર બાળકોએ બીજો નંબર મેળવ્યો હતો. જ્યારે નવ બાળકોએ ત્રીજો નંબર મેળવ્યો હતો.
પાલિતાણાની આ શાળાના આચાર્ય બી.એ. વાળાએ પણ 100 મીટર ફ્રિ સ્ટાઇલ અને 50 મીટર બેક સ્ટ્રોક સ્પર્ધામા બીજો નંબર મેળવ્યો હતો. આ સાથે જિલ્લા કક્ષાની તરણ સ્પર્ધામા મોટી પાણીયાળી કે. વ શાળાએ સમગ્ર જિલ્લામા સૌથી વધુ 30 મેડલ મેળવી શાનદાર પ્રદર્શન દર્શાવ્યુ છે. ગ્રામ્ય કક્ષાએ સ્વિમિંગ પુલની સુવિધા ન હોવાથી શાળાના આચાર્ય અને બાળકોના કોચ બી.એ.વાળા આ તમામ બાળકોને શાળા સિવાયના સમયે અને રજાઓમા પણ ચેકડેમમા નિયમિત પ્રેકટિસ કરાવતા હતા. જેની સફળતા જિલ્લા કક્ષાનીઆ તરણ સ્પર્ધામાં જોવા મળી હતી.
તરણ સ્પર્ધામમાં બાળકોએ ખૂબ જ શાનદાર પ્રદર્શન કરતા આ શાળાએ સૌથી વધુ મેડલ મેળવવાની સાથે સાથે છપ્પન હજાર રુપિયાના ઇનામ પણ જીત્યા છે. જે રકમ સીધી બાળકોના બેન્ક ખાતામા જમા થશે. આ ઉપરાંત શાળામા ધોરણ આઠ પુર્ણ કરી હાલ અન્ય શાળામા અભ્યાસ કરતા બાળકોએ પણ આ શાળામા અગાઉ મેળવેલ ટ્રેનિંગના આધારે પંદર મેડલ મેળવતા મોટી પાણીયાળી એક જ ગામના બાળકોએ એક સાથે તેતાલીસ મેડલ અને એકાશી હજાર રુપિયાના ઇનામ મેળવ્યા છે.
આજના જમાનામાં જ્યારે શહેરી કક્ષાએ તમામ સુવિધાઓ મળવા છતા પણ તરણ સ્પર્ધામાં નિરુત્સાહ જોવા મળતો હોય છે. ત્યારે બીજી તરફ આ શાળાના બાળકો માટે સ્વિમિંગ પુલની પણ સુવિધા ન હતી. ત્યારે ચેકડેમમા પ્રેકટિસ કરી આટલી મોટી સફળતા મેળવતા સમગ્ર શાળા પરિવાર અને ગામમા આનંદની લાગણી ફેલાઇ છે, પ્રથમ અને બીજો નંબર મેળવનાર બાળકો આગામી સમયમા રાજય કક્ષાએ ભાગ લેવા જશે.
આ પણ વાંચો-
આ પણ વાંચો-
Published On - 7:58 am, Wed, 23 March 22