Bhavnagar : ભાવનગરવાસીઓને ઉનાળામાં નહીં પડે પાણીની તકલીફ, મહાનગરપાલિકાએ કર્યું ખાસ આયોજન

|

Apr 04, 2023 | 9:47 AM

ભાવનગરમાં દર વર્ષે ઉનાળાની શરૂઆતમાં જ કેટલાક વિસ્તારોમાં પાણીનો કકળાટ શરૂ થઈ જાય છે. પરંતુ આ વર્ષે લોકોને પાણીની સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે મહાનગર પાલિકાએ ખાસ આયોજન કર્યું છે.

Bhavnagar : ભાવનગરવાસીઓને ઉનાળામાં નહીં પડે પાણીની તકલીફ, મહાનગરપાલિકાએ કર્યું ખાસ આયોજન

Follow us on

ભાવનગરવાસીઓને ઉનાળામાં પીવાના પાણી માટે નહીં મારવા પડે વલખાં. ભાવનગરમાં દર વર્ષે ઉનાળાની શરૂઆતમાં જ કેટલાક વિસ્તારોમાં પાણીનો કકળાટ શરૂ થઈ જાય છે. પરંતુ આ વર્ષે લોકોને પાણીની સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે મહાનગર પાલિકાએ ખાસ આયોજન કર્યું છે.

આ પણ વાંચો : Bhavanagar : શ્વાનના ત્રાસથી શહેરીજનોમાં ફફડાટ, ખસીકરણની કામગીરી ગોકળગતિએ, જુઓ Video

મેયરનું કહેવું છે કે આ વર્ષે ઉનાળામાં પીવાના પાણીની કોઇ સમસ્યા ઉભી નહીં થાય. લોકોને પાણીની તકલીફ ન પડે તે માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. મેયરનો દાવો છે કે ઉનાળામાં ચાલે તેટલા પ્રમાણમાં શહેરના બોર તળાવમાં પાણીનો જથ્થો છે. જો બોર તળાવ અને સ્થાનિક પાણીના સોર્સમાંથી પાણી ઘટશે તો છેલ્લે સૌની યોજનાથી બોર તળાવ અને શેત્રુંજી ડેમમાં પાણી ઠલવવામાં આવશે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

રાજકોટના 67 ગામો માટે રાહતના સમાચાર

આ અગાઉ રાજકોટ જિલ્લાના ધોરાજી, કુતિયાણા અને માણાવદરના 67 ગામો માટે રાહતના સમાચાર છે. રાજકોટના આ ગામડાઓને પીવાનું પાણી પુરૂ પાડતા ભાદર-2 ડેમમાં પુષ્કળ પ્રમાણમાં પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. ધોરાજી તાલુકાના ભૂખી ગામ પાસે આવેલા ભાદર-2 ડેમમાં ઓગસ્ટ માસ સુધી ચાલે એટલો પાણીનો જથ્થો છે. જેથી ઓગસ્ટ માસના અંત સુધી આ 67 ગામોને પીવાના પાણીની સમસ્યા નહીં સર્જાય તેવી શક્યતા છે.

ન્યારી-1 ડેમમાં પહોંચ્યું સૌની યોજનાનું પાણી

તો બીજી તરફ રાજકોટના ન્યારી-1 ડેમમાં સૌની યોજનાનું પાણી પહોંચ્યું છે. ઉનાળાની શરૂઆતમાં જ રાજકોટમાં પાણીની બુમરાણ ઉગ્ર બની હતી. શહેરના ડેમ તળિયા ઝાટક થવાના આરે હતા. જેને લઈને રાજકોટ કોર્પોરેશને સરકાર પાસે પાણીની માગ કરી હતી. જેથી ન્યારી-1 ડેમમાં સૌની યોજનાનું પાણી પહોંચાડવામાં આવ્યું છે.

શું છે સૌની યોજના ?

સૌની યોજનાનું પૂરું નામ સૌરાષ્ટ્ર-નર્મદા સિંચાઈ યોજના છે. આ યોજનાનું સપનું ગુજરાતના ભૂતર્પૂવ મુખ્યમંત્રી અને વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ગુજરાતના પાણીની અછતવાળા વિસ્તારોમાં પાણી પૂરું પાડવા માટે અમલમાં મુકવામાં આવી હતી. આ યોજનાની જાહેરાત વર્ષ 2012માં કરવામાં આવી હતી.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Next Article