Bhavnagar: રસ્તામાં ખાડા કે ખાડામાં રસ્તા ? ધારાસભ્ય જીતુ વાઘાણીની સૂચનાની અવગણના, માત્ર 20 ટકા જ કામ થયુ

|

Aug 05, 2022 | 8:06 AM

ભાવનગરના (Bhavnagar) રસ્તાને લઈને 10 દિવસ પહેલા કલેક્ટર કચેરી ખાતે યોજાયેલ સંકલન બેઠકમાં જીતુ વાઘાણીએ (Jitu Vaghani) કમિશનરને તમામ રોડ રસ્તાઓ સાત દિવસમાં યોગ્ય ગુણવત્તાના કરી દેવાની સૂચના આપી હતી.

Bhavnagar: રસ્તામાં ખાડા કે ખાડામાં રસ્તા ? ધારાસભ્ય જીતુ વાઘાણીની સૂચનાની અવગણના, માત્ર 20 ટકા જ કામ થયુ
ભાવનગરમાં રસ્તાઓમાં ખાડા જ ખાડા

Follow us on

ભાવનગરમાં (Bhavnagar) ચોમાસાની (Monsoon 2022) શરૂઆતથી જ વરસાદને (Rain) લઈને શહેર જાણે ખાડાનગરમાં ફેરવાઈ ગયું છે. ભાવનગરના રોડ રસ્તાને લઈને 10 દિવસ પહેલા કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી સંકલન બેઠકમાં ધારાસભ્ય જીતુ વાઘાણીએ કમિશનરને તમામ રોડ રસ્તાઓ સાત દિવસમાં ટના-ટન કરી દેવાની સૂચના આપી હતી. પરંતુ જીતુ વાઘાણીની સૂચનાની અમલવારી ભાવનગરમાં જોવા નથી મળી રહી. ભાવનગર મહાનગરપાલિકા માત્ર પ્રજાના ટેક્સના ખર્ચે કરોડો રૂપિયાનો રોડ રસ્તા પાછળ ધુમાડો કરી રહી હોય તેવું લાગી રહ્યું છે, જીતુ વાઘાણીની સૂચના બાદ રોડ રસ્તાની સ્થિતિ વધુ ખરાબ બની છે.

ધારાસભ્ય અને મેયરના વિસ્તારમાં જ રસ્તાની હાલત ખરાબ

ભાવનગરમાં વરસાદ બાદ ઠેર ઠેર ખાડા જ ખાડા થઇ ગયા છે. ત્યારે ભાવનગરના રસ્તાને લઈને 10 દિવસ પહેલા કલેક્ટર કચેરી ખાતે યોજાયેલ સંકલન બેઠકમાં જીતુ વાઘાણીએ કમિશનરને તમામ રોડ રસ્તાઓ સાત દિવસમાં યોગ્ય ગુણવત્તાના કરી દેવાની સૂચના આપી હતી. જો કે આ દિશામાં હજુ સુધી કામ હાથ ધરાયુ નથી. મહાનગરપાલિકાના આંકડા મુજબ 2021-22માં તમામ રસ્તાઓ પાછળ 150 કરોડથી વધુનો ખર્ચ થયો. જો કે, આટલી માતબર રકમ વપરાઈ હોવા છતાં રસ્તાઓ બિસ્માર છે. ચોકાવનારી વાત તો એ છે કે કેબિનેટ પ્રધાન જીતુ વાઘાણી અને મેયરના વોર્ડમાં જ સૌથી વધારે રસ્તાઓ ખરાબ છે. જેને લઇ પ્રજાજનોમાં સત્તાધીશો સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ

રોડ રસ્તા સારા હોવાના દાવા

જોકે ધારાસભ્ય જીતુ વાઘાણીની સૂચના બાદ પણ માત્ર 20% કામ જ થયું હોય તેવું લાગી રહ્યું છે, છતાં અધિકારીઓ અને સત્તાધારી પક્ષ રોડ રસ્તા સારા હોવાના બણગાં ફૂંકી રહ્યા છે. બીજી તરફ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરુભાઈ ધામેલીયાએ દાવો કર્યો છે કે, રસ્તાના સમારકામ માટે સૂચના આપી દેવાઈ છે. ટુંક સમયમાં રસ્તાનું પેચવર્ક કરી દેવામાં આવશે.

Next Article