ભાવનગરથી સાબરમતી વાયા બોટાદ ઇન્ટરસીટી ટ્રેનની લોકો જોઈ રહ્યા છે રાહ

|

Feb 18, 2022 | 7:22 PM

કેન્દ્ર સરકાર દ્વારા રેલવેમાં લોકોને આવન જાવનમાં સરળતા રહે સમય બચે તે માટે દેશમાં અનેક મીટર ગેજ લાઈનને બ્રોડગેજ લાઈનમાં રૂપાંતરિત કરવામાં આવી રહી છે. ત્યારે ભાવનગરને કનેક્ટ થતી ઢસા-જેતલસર લાઈન બ્રોડગેજ કરવામાં આવી રહી છે.

ભાવનગરથી સાબરમતી વાયા બોટાદ ઇન્ટરસીટી ટ્રેનની લોકો જોઈ રહ્યા છે રાહ
People are waiting for Bhavnagar Sabarmati Via Botad Intercity train (સાંકેતિક તસ્વીર)

Follow us on

ભાવનગર (Bhavnagar) જિલ્લાથી અન્ય જિલ્લાઓમાં જવા માટે રેલવે કનેક્ટિવિટી (Railway connectivity)લોકો માટે બહુ મોટી સુવિધા છે. ત્યારે ભાવનગરથી અમદાવાદ વાયા બોટાદની (Ahmedabad via Botad) અગાઉ મીટરગેજ લાઈન હતી. જેને બ્રોડગેજમાં રૂપાંતરિત કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવેલ અને જેને લઈને ભાવનગર બોટાદ થઇ સાબરમતી સુધીની બ્રોડગેજનું કામ પૂર્ણ થઇ ચૂકેલ છે. હાલમાં લાસ્ટ ચેકીંગ અને ઈન્સ્પેકશનની કામગીરી ચાલી રહી છે. ભાવનગર અને બોટાદ, ધંધુકા અને બાવળા સહિતના ગામના લોકો ભાવનગર વાયા બોટાદ સાબરમતી જતી ઇન્ટરસીટી ટ્રેનની રાહ જોઈ રહ્યા છે. ત્યારે હાલમાં રેલવે વિભાગની કામગીરી જોતા ટૂંક સમયમાં ભાવનગર વાયા બોટાદ ઇન્ટરસીટી ટ્રેન (Intercity train)અને બોટાદ અમદાવાદ જતી ટ્રેનો શરૂ થશે તેવુ લાગી રહ્યુ છે.

કેન્દ્ર સરકાર દ્વારા રેલવેમાં લોકોને આવન જાવનમાં સરળતા રહે સમય બચે તે માટે દેશમાં અનેક મીટર ગેજ લાઈનને બ્રોડગેજ લાઈનમાં રૂપાંતરિત કરવામાં આવી રહી છે. ત્યારે ભાવનગરને કનેક્ટ થતી ઢસા-જેતલસર લાઈન બ્રોડગેજ કરવામાં આવી રહી છે. અને ભાવનગર વાયા બોટાદ સાબરમતી સુધીની બ્રોડગેજ લાઈનને મીટર ગેજમાંથી બ્રોડગેજ લાઈનમાં ફેરવવામાં આવેલ છે. વાયા લોથલ કુલ 166 કિલોમીટરની બ્રોડગેજ લાઈન નાખવામાં આવેલ છે. આ બ્રોડગેજ લાઈન ફિટ કરવામાં કુલ 4 વર્ષનો સમય ગાળો લાગ્યો છે. જોકે કોરોનાને કારણે સમય વધારે કામ પૂર્ણ થવામાં થયેલ છે.

ભાવનગરથી સાબરમતી સુધીમાં કુલ 44 રેલવે ફાટકો મુકવામાં આવેલ છે. જે અગાઉ વધારે હતા જે જરૂરિયાત મુજબ ઓછા કરવામાં આવેલ છે. રેલવે વિભાગ દ્વારા વચ્ચે ક્યાંય ઓવરબ્રિજ કરવામાં આવેલ નથી. અને જ્યાં ઓવરબ્રિજ કરવામાં આવેલ છે. તે તમામ રાજ્યસરકાર દ્વારા કરવામાં આવેલ છે. આ સિવાય આ બ્રોડગેજને લઈને રેલવે વિભાગ દ્વારા 76 અંડરબ્રિજ બનાવવામાં આવેલ છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

પહેલાની તુલનામાં વાત કરવામાં આવે તો બ્રોડગેજને લઈને ટ્રેનો સ્પીડમાં છતાં લોકોનો પેલા કરતા અડધો સમય બચશે. મીટર ગેજમાં ચાલતી ટ્રેન સ્પીડ આ રૂટ પર 60 ની હતી. જે બ્રોડગેજ થઇ જતા ટ્રેનની સ્પીડ 90 થી 110ની રહેશે. જોકે હાલમાં નવી લાઈન પર ટ્રેનને 90ની સ્પીડની મંજૂરી આપવામાં આવેલ છે. 17 નવા સ્ટેશનો ઉભા કરવામાં આવેલ છે.

તમામ સ્ટેશનો પર હાઇલેવલ પ્લેટફોર્મ બનાવવામાં આવેલ છે. તમામ પ્લેટફોર્મની લંબાઈ 24 ડબ્બા રહી જાય તેવી રાખવામાં આવેલ છે. જેને લઈને મુસાફરો આરામથી ટ્રેનમાં ચડી અને ઉતરી શકે, દિવ્યાંગો માટે ખાસ તમામ સ્ટેશનો પર રેમ્પ ઉભા કરવામાં આવેલ છે. બેસવા માટે ચેર અને પાણી, ટોયલેટ સાહિતની તમામ આધુનિક વ્યવસ્થા કરવામાં આવેલ છે.

હાલમાં ઇન્સ્પેકશન પણ પૂર્ણ થઇ ચૂકેલ છે. આ ટ્રેક પર માલગાડી દોડાવવાનું શરૂ કરી દેવામાં આવેલ છે. રેલવે વિભાગની છેલ્લી કામગીરી પૂર્ણ થયા બાદ ભાવનગર સબતરમતી અને બોટાદથી અમદાવાદ બ્રોડગેજ લાઈન પર ઇન્ટરસિટી શીતની ટ્રેનોને લીલી ઝંડી અપાય તેની લોકો રાહ જોઈ રહ્યા છે.

ઇન્ટરસીટી સહિતની ટ્રેનો શરૂ થતા ભાવનગર, બોટાદ બન્ને જિલ્લાના લોકોને અમદાવાદ આવન જાવન માટે ખુબજ મોટી સરળતા ઉભી થશે, આ સિવાય વચ્ચે આવતા ગામડાઓ અને ધંધુકા, બાવળા સહિતના નાના શહેરના લોકોને ખુબજ મોટો ફાયદો થશે. અપડાઉન પણ કરી શકાય અને વ્યવસાયિક રીતે અમદાવાદ આવવા જવામા ખુબજ મોટી લોકોને સરળતા ઉભી થશે. અને ભાવનગર અને બોટાદને અમદાવાદ સાથે કનેક્ટિવિટી ખુબજ સરળ અને ઉપયોગી બની જશે.

આ પણ વાંચો : ગુજરાતના પોલીસ વડા આશિષ ભાટિયાએ અમદાવાદ બ્લાસ્ટના ચુકાદાને ઐતિહાસિક ગણાવ્યો

આ પણ વાંચો : ગાંધીનગર ખાતે 10-14 માર્ચ 2022 દરમિયાન DEF-EXPO 2022 યોજાશે

Published On - 7:21 pm, Fri, 18 February 22

Next Article