AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BHAVNAGAR : વિપક્ષનો આરોપ, FIRE NOC અને દબાણની નોટીસ આપ્યા બાદ BMC તંત્ર કોઈ કાર્યવાહી કરતું નથી

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 12, 2021 | 9:19 AM
Share

Bhavnagar Municipal Corporation : વિપક્ષનો આરોપ છે કે તાજેતરમાં શહેરની 45 બિલ્ડીંગોમાં ફાયર સેફ્ટી મુદ્દે અને પાર્કિંગમાં દુકાનો કરી હોય તેવા 85 કોમ્પ્લેક્સને નોટિસો આપ્યા બાદ કોઈ જ પગલા લેવાયા નથી.

BHAVNAGAR : ભાવનગર મહાનગર પાલિકામાં વિપક્ષે પાલિકા તંત્ર પર આરોપ લગાવ્યો છે કે શહેરમાં ગેરકાયદે બાંધકામ, ફાયર સેફ્ટી કે BU પરમિશન મુદ્દે માત્ર નોટિસ આપી સંતોષ માની લે છે. તાજેતરમાં શહેરની 45 બિલ્ડીંગોમાં ફાયર સેફ્ટી નહિ હોવાથી નોટિસો આપ્યા બાદ કોઈ જ પગલા લેવાયા નથી. ઉપરાંત પાર્કિંગમાં દુકાનો કરી હોય તેવા 85 કોમ્પ્લેક્સને નોટિસ પાઠવી હતી. પરંતુ બાદમાં કોર્પોરેશને કોઈ જ પગલા લીધા નથી. આ અંગે વિપક્ષે આક્ષેપો કર્યા હતા કે, શાસક પક્ષ દ્વારા નોટિસ આપ્યા બાદ વહીવટ કરવામાં આવે છે. ગેરકાયદે બિલ્ડીંગો ઉભી કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવતી નથી જ્યારે નાના ધંધાર્થીઓને હેરાન કરવામાં આવે છે. તો સ્ટેન્ડિગ ચેરમેને આપેક્ષો પાયાવિહોણા ગણાવી નોટીસ બાદ કોર્પોરેશન ડિમોલેશન સહિતના પગલા લે છે એવું જણાવ્યું હતું.

આ પણ વાંચો : RAJKOT : 20 માંથી 6 જળાશયોમાં સિંચાઇ માટે પુરતું પાણી, 100 ગામોને પાણી આપી શકાય તેટલો પાણીનો જથ્થો

આ પણ વાંચો : VADODARA : 4 કરોડના સોનાની ચોરીના કેસમાં બંને આરોપીઓના 11 દિવસના રિમાન્ડ મંજુર

Published on: Aug 12, 2021 09:18 AM
g clip-path="url(#clip0_868_265)">