Bhavnagar માં રોગચાળો વકર્યો, એક મહિનામાં ડેન્ગ્યુના 100થી વધારે કેસ

|

Sep 20, 2021 | 9:51 AM

ભાવનગર સર.ટી.હોસ્પિટલમાં છેલ્લા એક મહિનાથી સરેરાશ 100થી વધારે ડેન્ગ્યુના કેસ સામે આવી રહ્યા છે અને ખાનગી હોસ્પિટલમાં ૩૦થી ૪૦ ડેન્ગ્યુના દર્દીઓ નોંધાઈ રહ્યા છે.

ભાવનગર(Bhavnagar) માં છેલ્લા એક મહિનાથી રોગચાળામાં(Epidemic)  સતત વધારો  થઈ રહ્યો છે.  જેમાં ભાવનગર શહેર અને જિલ્લામાં કોરોના સમાપ્ત થઈ ગયો હોય તેવી સ્થિતિ છે પરંતુ મચ્છરજન્ય રોગચાળો ખુબજ ચિંતાનો વિષય બન્યો છે જેમાં ખાસ કરીને ડેન્ગ્યુના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે.

ભાવનગર સર.ટી.હોસ્પિટલમાં છેલ્લા એક મહિનાથી સરેરાશ 100થી વધારે ડેન્ગ્યુના કેસ સામે આવી રહ્યા છે અને ખાનગી હોસ્પિટલમાં ૩૦થી ૪૦ ડેન્ગ્યુના દર્દીઓ નોંધાઈ રહ્યા છે. ત્યારે મનપાના કમિશનર દ્વારા લોકોને અપીલ કરાઈ છે કે ઘરની આજુબાજુ કે ઘરના બંધારામાં ભરાઈ રહેતા પાણીનો નિકાલ કરે.

તેમજ મચ્છરના ઉપદ્રવને નિવારવા મનપા દ્વારા હાલ ફોગીંગ અને દવા છટકાવ જેવી કામગીરી હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો : ગુજરાતના મુંદ્રા પોર્ટ પરથી ઝડપાયેલા બંને કન્ટેનરમાંથી 3000 કિલો હેરોઇનનો જથ્થો મળ્યો

આ પણ વાંચો : બોલ માડી અંબેના નાદથી ગુજયું અંબાજી મંદિર પરિસર, ભાદરવી પૂનમને લઇને ભકતો ઉમટ્યા

Published On - 9:50 am, Mon, 20 September 21

Next Video