ગુજરાતના મુંદ્રા પોર્ટ પરથી ઝડપાયેલા બંને કન્ટેનરમાંથી 3000 કિલો હેરોઇનનો જથ્થો મળ્યો

ભારતીય જળસીમાંથી ઘૂસાડવામાં આવતા કન્ટેનરમાંથી 3000 કિલો હેરોઇનનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. જેની અંદાજીત કિંમત 10 હજાર કરોડ રૂપિયાથી વધારે થવા જઇ રહી છે.

| Updated on: Sep 20, 2021 | 2:25 PM

ગુજરાતના મુંદ્રા પોર્ટ પરથી એટીએસ અને કોસ્ટ ગાર્ડના સંયુકત ઓપરેશનમાં ભારતીય જળસીમાંથી ઘૂસાડવામાં આવતા કન્ટેનરમાંથી 3000 કિલો હેરોઇનનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. જેની અંદાજીત કિંમત 10 હજાર કરોડ રૂપિયાથી વધારે થવા જઇ રહી છે. આ બંને કન્ટેનર અફઘાનિસ્તાન વાયા ઈરાનથી મુન્દ્રા પોર્ટ પર આવ્યા હતા. જેમાં જથ્થો મંગાવનાર બે ઇમ્પોર્ટરની ધરપકડ કરી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા છે.

ગુજરાત ATS અને ભારતીય કોસ્ટ ગાર્ડના સંયુક્ત ઓપરેશનમાં ભારતીય જળ સીમામાંથી અજ્ઞાત બોટમાંથી 50  રવિવારે કિલો હેરોઇનનો જથ્થો મળ્યો  હતો. જેની કિંમત આશરે 250 કરોડ હોવાની શક્યતા છે. તેમજ બોટમાંથી 7 ઈરાની નાગરિકો પણ ઝડપાયા છે. તેમજ મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો ભારતમાં ઘુસાડવાનો પ્રયાસ નિષ્ફળ થયો છે.

ઉલ્લેખનીય છે કે, ભારતીય કોસ્ટગાર્ડ અને ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્ક્વોડે ગુરુવારે કચ્છ જિલ્લાના જાખૌ કાંઠા પાસે આઠ પાકિસ્તાની નાગરિકો અને એક માછીમારી બોટને 30 કિલો હેરોઇન સાથે પકડ્યો હતો.

મંગળવારે ભારતીય કોસ્ટ ગાર્ડ (આઈસીજી) દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં, ભારત-પાક નોટરી ઇન્ટરનેશનલ મેરીટાઈમ બાઉન્ડ્રી લાઇન (આઈએમબીએલ) ની પાકિસ્તાની બોટ પર એક નૌકામાંથી ડ્રગની હેરફેર અંગે એક ઇનપુટ મળ્યા હતા.

ઇનપુટ મળ્યા પછી, આઇસીજી દ્વારા ગુજરાતના એટીએસ (આતંકવાદ વિરોધી સ્કવોડ)ના સહયોગથી એક સંકલિત કામગીરી ઝડપથી શરૂ કરવામાં આવી હતી. આ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે શંકાસ્પદ પાકિસ્તાની બોટને બુધવારે અને ગુરુવારે મધ્યરાત્રિએ ભારતીય પાણીની અંદર જોવામાં આવી હતી. અને આઈસીજી દ્વારા તેને અટકાવવામાં આવી હતી.

આ પણ વાંચો : Rain in Gujarat : રાજ્યમાં 89 તાલુકાઓમાં પડ્યો વરસાદ, મધ્ય ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો

આ પણ વાંચો : Dwarka : જામખંભાળિયાના ગામડાઓમાં ભારે વરસાદ બાદ શેરીઓમાં પાણી ભરાયા, જુઓ દ્રશ્યો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">