પેટ્રોલ-ડીઝલની સાથે CNGના ભાવમાં પણ વધારો થયો, ગુજરાત ગેસે સીએનજીના ભાવ વધાર્યા, નવા ભાવ આજથી જ અમલી

|

Apr 06, 2022 | 1:45 PM

અગાઉ અદાણી ગેસે સીએનજીના ભાવ (CNG price) વધારતાં અદાણી ગેસના (Adani Gas) સીએનજીનો ભાવ 80 રૂપિયાની નજીક પહોંચી ગયો છે. એટલે બંનેના CNGના ભાવમાં ફક્ત 3 રૂપિયાનો જ તફાવત છે. CNGના ભાવ ખૂબ ઝડપથી વધી રહ્યા હોવાના કારણે વાહનચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

સામાન્ય જનતા પર મોંઘવારીનો માર પડતો જ જઇ રહ્યો છે. એક પછી એક વસ્તુઓના ભાવમાં સતત વધારો થતો જઇ રહ્યો છે. જેના કારણે લોકોને હવે ઘર ચલાવવુ પણ મુશ્કેલ બનતુ જઇ રહ્યુ છે. આજે પેટ્રોલ-ડીઝલની  (Petrol-Diesel Price Today )સાથે સાથે CNGના ભાવમાં (CNG price)પણ બેફામ ભાવ વધારો ઝીંકાયો છે. અદાણી બાદ હવે ગુજરાત ગેસે પણ સીએનજીના ભાવમાં વધારો (Price hike) કર્યો છે. ગુજરાત ગેસે સીએનજીનો ભાવ 6.45 રૂપિયા વધાર્યો છે. એટલે 70.53 રૂપિયે કિલો મળતો CNG આજથી 76.98 રૂપિયે મળતો થઈ ગયો છે.

અગાઉ અદાણી ગેસે સીએનજીના ભાવ વધારતાં અદાણી ગેસના સીએનજીનો ભાવ 80 રૂપિયાની નજીક પહોંચી ગયો છે. એટલે બંનેના CNGના ભાવમાં ફક્ત 3 રૂપિયાનો જ તફાવત છે. CNGના ભાવ ખૂબ ઝડપથી વધી રહ્યા હોવાના કારણે વાહનચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ પહેલા એક એપ્રિલે અદાણી સીએનજી એ એકસાથે પાંચ રૂપિયા વધારો કર્યો હતો. અમદાવાદમાં સીએનજીનો નવો ભાવ 79.59 રૂપિયા છે. અમદાવાદમાં અદાણી સીએનજીનો જૂનો ભાવ 1 એપ્રિલ પહેલા 74.59 રૂપિયા હતો.

તો બીજીતરફ પેટ્રોલ-ડીઝલના ભાવમાં પણ વધારો થયો છે. પેટ્રોલના ભાવમાં લિટર દીઠ 80 પૈસા અને ડીઝલના ભાવમાં લિટર દીઠ 82 પૈસાનો વધારો કરાયો છે. ફક્ત 16 દિવસમાં જ પેટ્રોલના ભાવમાં 9.99 અને ડીઝલના ભાવમાં 10.27 રૂપિયાનો વધારો ઝીંકવામાં આવ્યો છે. આ સાથે જ હવે લિટર દીઠ પેટ્રોલનો ભાવ 105.08 રૂપિયા અને લિટર દીઠ ડીઝલનો ભાવ 99.43 રૂપિયા થઈ ગયો છે. રાજ્યમાં પેટ્રોલ-ડીઝલનો સૌથી વધુ ભાવ ભાવનગરમાં છે. ભાવનગરમાં ડીઝલનો ભાવે સદી ફટકારી છે. ભાવનગરમાં ડીઝલનો ભાવ પ્રતિલિટર 100.32 રૂપિયા થઈ ગયો છે. છેલ્લા 15 દિવસમાં ભાવનગરમાં ડીઝલનો ભાવ 9.43 રૂપિયા થયો છે.

આ પણ વાંચો-

આજે છે ભાજપનો સ્થાપના દિવસ, જાણો ઈતિહાસમાં 6 એપ્રિલે નોંધાયેલી મોટી ઘટનાઓ

આ પણ વાંચો-

Chhotaudepur: વર્ષોની રજૂઆત બાદ મેણ નદી પર પૂલનું કામ શરૂ થયું પણ કોન્ટ્રાક્ટર કામ છોડી ભાગી જતાં 100 ગામના લોકો ચોમાસામાં સંપર્ક વિહોણા બની જશે

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Next Video