Bhavnagar : રખડતા ઢોરને લઈને પ્રજા ત્રાહિમામ, છતાં AAP અને ભાજપ રાજકીય શિંગડા ભરાવવામાં મસ્ત

|

Jul 23, 2022 | 9:08 AM

આમ આદમી પાર્ટીના (AAP)  નેતાઓ ભલે પોતાને ગમતા તર્ક આપે, પરંતુ ભાવનગરની પ્રજા અને પશુપાલકોમાં AAP ના કૃત્યને લઈ ચોક્કસ નારાજગી છે.

Bhavnagar : રખડતા ઢોરને લઈને પ્રજા ત્રાહિમામ, છતાં AAP અને ભાજપ રાજકીય શિંગડા ભરાવવામાં મસ્ત
Stray Cattle

Follow us on

ભાવનગરના (Bhavnagar) અનેક વિસ્તારોમાં રખડતા ઢોરના (Stray cattle) ત્રાસથી પ્રજા પરેશાન છે.અકસ્માતના (Accident) સંખ્યાબંધ કેસ બને છે.આ રખડતી રંજાડને લઈને આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે રાજકીય ગરમાવો વધ્યો છે. ભારે વરસાદ દરમિયાન મનપા (Bhavnagar Municipal Corporation) સંચાલિત પાંજરાપોળમાં ચારથી પાંચ ગાયના મોત થયા.તો આપના કાર્યકરોએ પાંજરાપોળમાંથી 700 ઢોરને મુક્ત કરી દીધા. ભાવનગરના માર્ગો પર મોટી સંખ્યામાં રખડતા ઢોર જોવા મળે છે.

સમગ્ર મુદ્દે AAP નો અલગ તર્ક જોવા મળ્યો

સત્તાપક્ષ વધુ માત્રામાં પશુઓને પાંજરે પૂરવાના માત્ર દાવા કરે છે.બીજી તરફ થોડા ઘણા પાંજરે પુરાયેલા પશુઓને (Cattle) પણ AAP એ મુક્ત કરતા સમસ્યા વકરવાનો અંદાજ છે,જો કે સમગ્ર મુદ્દે આપનો અલગ તર્ક જોવા મળ્યો.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

પાંજરાપોળમાં સચવાતા પશુના હવે રસ્તા પર ભોજન માટે વલખા !

આમ આદમી પાર્ટીના (AAP)  નેતાઓ ભલે પોતાને ગમતા તર્ક આપે, પરંતુ ભાવનગરની પ્રજા અને પશુપાલકોમાં આપના કૃત્યને લઈ ચોક્કસ નારાજગી છે.પાંજરાપોળમાં સચવાતા પશુ હવે રસ્તા પર ભોજન માટે વલખા મારતા જોવા મળે છે.ભાવનગરના સ્ટેન્ડિંગ કમિટી (Standing committee) ચેરમેને કહ્યું કે પશુઓને છોડનારા દોષિતો સામે કાયદાકીય કાર્યવાહી કરાશે.તો બીજી તરફ રખડતા પશુઓને ફરી ડબ્બે પુરીને પાંજરપોળમાં પણ સુવિધાઓ વધારવામાં આવશે.

Published On - 9:06 am, Sat, 23 July 22

Next Article