ભાવનગરની નારી ઔદ્યોગિક વસાહતમાં MSME એકમો માટે 577 પ્લોટ્સની CMના હસ્તે ફાળવણી

|

Dec 17, 2021 | 7:29 PM

આ નારી ઔદ્યોગિક વસાહત ૧૧પ હેક્ટર વિસ્તારમાં ફેલાયેલી છે અને MSME તથા પ્લાસ્ટિક MSME ઝોન તેમજ જનરલ અને પ્લાસ્ટિક ઝોન એમ કુલ ૪ ઝોન આ વસાહતમાં છે. મુખ્યમંત્રીએ નારી ઔદ્યોગિક વસાહતમાં MSMEના ૩૪૧ તથા પ્લાસ્ટિક MSMEના ર૩૬ મળી કુલ પ૭૭ પ્લોટની ઓનલાઇન ડ્રો થી ઉદ્યોગકારોને ફાળવણી કરી હતી.

ભાવનગરની નારી ઔદ્યોગિક વસાહતમાં MSME એકમો માટે 577 પ્લોટ્સની CMના હસ્તે ફાળવણી
ભાવનગરના ઔધોગિક એકમો માટે સીએમના હસ્તે પ્લોટસની ફાળવણી

Follow us on

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિકાસના રોલ મોડેલ એવા ગુજરાતના ઔદ્યોગિક વિકાસમાં MSME ઉદ્યોગોના યોગદાનને વિશેષ યોગદાન ગણાવ્યું છે. તેમણે કહ્યું કે, રાજ્યના આવા MSME ઉદ્યોગો લાખો લોકો માટે રોજગાર અવસરોનું માધ્યમ બન્યા છે. મુખ્યમંત્રી ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ-GIDCની ભાવનગર જિલ્લાની નારી ઔદ્યોગિક વસાહતમાં પ્લોટ ફાળવણીના ઓન લાઇન ડ્રો અવસરમાં ગાંધીનગરથી સહભાગી થયા હતા.ઔદ્યોગિક વસાહતોમાં ઓનલાઇન ડ્રો થી પ્લોટ ફાળવણીનો નવતર અભિગમ આપણે અપનાવ્યો છે એમ તેમણે ઉમેર્યુ હતું.

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ આપેલા આત્મનિર્ભર ભારતના કોલને આત્મનિર્ભર ગુજરાતથી સાકાર કરવામાં MSME એકમો મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે એમ પણ મુખ્યમંત્રીએ કહ્યું હતું. ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા, જી.આઇ.ડી.સીના અધ્યક્ષ બળવંતસિંહ રાજપૂત તેમજ મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન અને વરિષ્ઠ અધિકારીઓ તથા એમ.ડી થેન્નારસન પણ ગાંધીનગરથી આ ઓન લાઇન પ્લોટ ફાળવણીમાં જોડાયા હતા.

આ નારી ઔદ્યોગિક વસાહત ૧૧પ હેક્ટર વિસ્તારમાં ફેલાયેલી છે અને MSME તથા પ્લાસ્ટિક MSME ઝોન તેમજ જનરલ અને પ્લાસ્ટિક ઝોન એમ કુલ ૪ ઝોન આ વસાહતમાં છે. મુખ્યમંત્રીએ નારી ઔદ્યોગિક વસાહતમાં MSMEના ૩૪૧ તથા પ્લાસ્ટિક MSMEના ર૩૬ મળી કુલ પ૭૭ પ્લોટની ઓનલાઇન ડ્રો થી ઉદ્યોગકારોને ફાળવણી કરી હતી.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યુ કે, સર્વગ્રાહી ઔદ્યોગિક વિકાસની નેમ સાથે MSME, મિડીયમ-મધ્યમ અને મોટા ઉદ્યોગો સૌને વિકસવાની પૂરતી સુવિધા ઇન્ડસ્ટ્રીયલ ફ્રેન્ડલી અને પોલિસી ડ્રીવન સ્ટેટ તરીકે ગુજરાતમાં ઉપલબ્ધ બનાવી છે.
મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, રાજ્યમાં જિલ્લા, તાલુકા કક્ષાએ GIDC વસાહતોમાં MSME એકમોને વિકસવા વોકલ ફોર લોકલની તક પણ આપીએ છીએ.

આ અંગે તેમણે વધુમાં ઉમેર્યુ કે, ભાવનગર સહિત ૧૧ મોટા જિલ્લાઓમાં રાજ્ય સરકારે MSME ફેસીલીટેશન ડેસ્ક કાર્યરત કરીને MSME ઉદ્યોગો સ્થાપવા માટેની પ્રક્રિયામાં માર્ગદર્શન વધુ સરળ બનાવ્યું છે. ભૂપેન્દ્ર પટેલે ભાવનગરની વિશેષ ઓળખ સમાન અલંગ શિપબ્રેકીંગ યાર્ડ તથા ભવિષ્યમાં આકાર પામનારા CNG પોર્ટને આનુષાંગિક નાના એન્સીલયરી ઉદ્યોગો માટે આ વસાહત નવી તકો આપશે તેવી અપેક્ષા વ્યકત કરી હતી.

તેમણે ઉમેર્યુ કે, રાજ્ય સરકારે મિની કલસ્ટર યોજના અંતર્ગત ૧૦ થી વધુ એકમો એક જૂથ થઇને કોઇ પણ કોમન ફેસેલીટી સ્થાપે તે માટે સહાય યોજના અમલી બનાવી છે. એટલું જ નહિ, MSMEને ફાસ્ટ લોન એપ્રૂવલ માટે બે રાષ્ટ્રિયકૃત બેન્ક સાથે MOU પણ કર્યા છે.

ભૂપેન્દ્ર પટેલે GIDC વસાહતોમાં ‘પ્લગ એન્ડ પ્લે’ની સુવિધા, લોજિસ્ટીકસ સપોર્ટ અને સ્કીલ્ડ મેનપાવર પણ ઉપલબ્ધ કરાવવાની કાળજી સરકારે લીધી છે તેની છણાવટ કરી હતી. જી.આઇ.ડી.સી દ્વારા સમયાંતરે મિલ્કતની તબદીલી અને સ્વૈચ્છિક પરત સોંપણી અંગે પરિપત્ર જારી કરીને નીતિઓ અમલમાં મુકવામાં આવી છે. પ્રવર્તમાન તબદીલીની નીતિઓમાં જરૂરી અર્થઘટન અંગે સ્પષ્ટતા અને સરળીકરણ કરીને એક સંકલિત પરિપત્ર બનાવવા સાથે ઔદ્યોગિક, વાણિજ્યીક, રહેણાંક મિલ્કતોની સ્વૈચ્છિક પરત સોંપણીની અલગ અલગ નીતિઓને બદલે એક સર્વગ્રાહી નીતિ અમલી કરવા પરિપત્રોની માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવી છે. મુખ્યમંત્રીએ આ માર્ગદર્શિકાનું પણ વિમોચન કર્યુ હતું.

આ પણ વાંચો : અમરેલીમાં સગીરાના અપહરણ અને દુષ્કર્મ કેસમાં બે આરોપીની ધરપકડ, પોકસો હેઠળ ગુનો નોંધાયો

આ પણ વાંચો : Amazon ને મોટો ઝટકો, ફ્યુચર ગ્રૂપ સાથેના સોદાની CCI ની મંજૂરી પર રોક લાગી, એમેઝોનને 200 કરોડ રૂપિયાનો દંડ

Published On - 7:05 pm, Fri, 17 December 21

Next Article