ભાવનગરના ડમીકાંડમાં તપાસનો ધમધમાટ તેજ બન્યો છે ડમી કૌભાંડની તપાસ માટે બનાવાયેલી SITએ અમરેલીમાં ધામા નાખ્યા છે. SITની તપાસનો રેલો અમરેલી સુધી પહોંચ્યો છે. અમરેલી જિલ્લામાં ડમીકાંડના અનેક ઉમેદવારોની પરીક્ષા જિલ્લાની વિવિધ શાળાઓ અને સંસ્થાઓમાં ડમી લોકોએ આપી હોવાનુ સામે આવ્યુ છે. ભાલીયા રાજ ગીગાભાઇના ડમી પરીક્ષાર્થી તરીકે વર્ષ 2022માં ધોરણ-12 સાયન્સની પરીક્ષા ઝવેરચંદ મેઘાણી હાઈસ્કુલ, બગસરા, અમરેલીમાં આપી હતી. અમરેલીની અન્ય શાળાઓમાં પણ બોર્ડની અને સરકારી ભરતીમાં ડમી લોકોએ પરીક્ષા આપી હોવાની શક્યતા છે. SITની ટીમના અધિકારીઓએ જુદી જુદી ટીમ બનાવી અમરેલી જિલ્લામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
આ તરફ ડમીકાંડમાં પ્રાથમિક શિક્ષણ વિભાગે પણ મોટી કાર્યવાહી કરી છે. શરદ પનોત અને પ્રકાશ દવેને શિક્ષણ વિભાગે ફરજમોકૂફ કર્યા છે. શરદ પનોત સરતાનપરની પ્રા.શાળામાં ફરજ બજાવતો હતો. જ્યારે પ્રકાશ દવે તળાજા તાલુકામાં બીઆરસી સંયોજક તરીકે ફરજ પર હતો. ડમી કૌભાંડના બન્ને આરોપી સામે ભાવનગર જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગે કાર્યવાહી કરતા તેમને ફરજમોકૂફ કર્યા છે.
આ પણ વાંચો: Gujarati Video: ભાવનગર ડમીકાંડની તપાસ માટે SITની કરાઈ રચના, PSIની ટ્રેનિંગ લેતા સંજય પંડ્યાની કરાઈ અટકાયત
ડમીકાંડ અંગે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે કરેલા દાવા અંગે ગુજરાત પંચાયત સર્વિસ ઈલેક્શન બોર્ડના પ્રમુખ હસમુખ પટેલે જણાવ્યુ કે મારી પાસે જે માહિતી આવી ત્યારે મે માહિતી DGPને આપી હતી. DGPના કહેવાથી તે માહિતી ભાવનગર પોલીસને આપી હતી. તે માહિતીના આધારે ભાવનગર પોલીસે આ બનાવ અંગે સારી કાર્યવાહી કરી છે.
યુવરાજસિંહના આરોપો અંગે GPSSBના પ્રમુખ હસમુખ પટેલે જણાવ્યુ કે યુવરાજસિંહ જાડેજા મારી પાસે આવ્યા અને કેટલાક નામ આપ્યા હતા. મે ચારથી પાંચ નામ આપ્યા હતા અને બાકીના 5 જેટલા નામ મેસેજ કર્યા હતા. યુવરાજસિંહ જાડેજાએ મને 70 નામો આપ્યા નથી. કુલ 8થી10 લોકોના નામની માહિતી આપી હતી. યુવરાજસિંહ જાડેજાએ મને જે માહિતી આપી હતી તે માહિતી મે ATSને આપી તેના કરતા વધુ લોકો સામે ફરિયાદ નોંધાઈ છે.
ડમી કૌભાંડમાં મિલન બારૈયાએ અનેક લોકોની પરીક્ષા આપી હતી. પોલીસે મિલન બારૈયાને પૂછપરછ માટે બોલાવતા ખૂલાસો થયો છે. મિલન બારૈયાએ માત્ર ભાવનગર નહીં અન્ય જિલ્લામાં પણ પૈસા લઈને ડમી તરીકે પરીક્ષા આપી છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
Published On - 1:09 pm, Tue, 18 April 23