ભાવનગરમાં ડમી ઉમેદવાર કાંડમાં ઝડપાયેલા વધુ એક શિક્ષક સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. ડમી ઉમેદવાર કાંડમાં ઝડપાયેલા શિક્ષક વિપુલ તુલસીદાસ અગ્રાવતને ફરજ મોકૂક કરવામાં આવ્યો છે. વિપુલ અગ્રાવત તળાજા કેન્દ્રવર્તી શાળા નંબર એકમાં શિક્ષક તરીકે ફરજ બજાવતો હતો. વિપુલ અગ્રાવતને ફરજ મોકૂક કરી શિક્ષાત્મક પગલાં લેવામાં આવ્યા છે.
વિપુલ અગ્રાવતે રાજકોટ ખાતે વર્ષ 2022માં લેવામાં આવેલી MPHWની પરીક્ષામાં નિલેશ ઘનશ્યામ જાની નામના શખ્સની જગ્યાએ ડમી ઉમેદવાર તરીકે પરીક્ષા આપી હતી. ત્યારે હવે તેની સામે કાર્યવાહી કરવામાં આવી છે અને શિક્ષક પદેથી તેમને હટાવવામાં આવ્યા છે.
બે દિવસ પહેલા ભાવનગર ડમી ઉમેદવાર કાંડમાં વધુ 5 આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા હતા. જેમાં ચંદ્રદીપ ચૌહાણ,મહાવીરસિંહ સરવૈયા,કીર્તિકુમાર પનોત,સંજય સોલંકી,અને મહેશ ચૌહાણનો સમાવેશ થાય છે. ડમી ઉમેદવાર કાંડમાં અત્યાર સુધીમાં 20 આરોપીઓ જેલ હવાલે થયા છે.
24 એપ્રિલે પોલીસે જે આરોપીઓની ધરપકડ કરી છે તે આરોપીઓઓ ધોરણ 10માં તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ડમી તરીકે પરીક્ષા આપી હતી. આરોપીઓના નામ હસમુખ પુનાભાઈ ભટ્ટ, જયદીપ બાબભાઇ ભેડા, દેવાંગ રામાનુજ યોગેશભાઈ, યુવરાજ સિંહ જીતેન્દ્રસિંહ પરમાર, તથા જાની હિરેનકુમાર રવિશંકર છે. 20 એપ્રિલે પણ 6 આરોપીઓની ભાવનગર SITએ ગુરૂવારે ધરપકડ કરી હતી.
બીજી તરફ ભાવનગરના તોડકાંડમાં સંડોવાયેલા છઠ્ઠા આરોપીની ધરપકડ થઈ છે. SITની ટીમે અલફાઝખાન પઠાણ ઉર્ફે રાજુને ઝડપી પાડ્યો છે. અલફાઝ ઉપર બે લોકો પાસેથી બળજબરીપૂર્વક રૂપિયા પડાવવાનો આરોપ છે. અલફાઝે PK દવે પાસે 45 લાખ અને પ્રદિપ બારૈયા પાસેથી 55 લાખ લીધાનો આરોપ છે.
અલફાઝે બંને સાથે એક કરોડમાં ડીલ કરી હતી. યુવરાજસિંહ સહિત તોડકાંડમાં છ સામે ફરિયાદ દાખલ થઈ હતી. જે પૈકી તોડકાંડના 5 આરોપીની અગાઉ ધરપકડ થઈ ચુકી છે. આ તમામ આરોપીઓ પાસેથી અત્યાર સુધીમાં 76 લાખ 50 હજારની રકમ પણ જપ્ત કરવામાં આવી છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
દેશ ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
Published On - 10:00 am, Sat, 29 April 23