Bhavnagar : પાલીતાણાનો શેત્રુંજી ડેમ મોડી રાત્રે ઓવરફલો, ડેમના 59 દરવાજા ખોલાયા

|

Sep 09, 2021 | 10:36 AM

શેત્રુંજી ડેમના મોડી રાતે 2:10 વાગ્યા આસપાસ 20 દરવાજા અને બાકીના સવારે તમામ 39 દરવાજા ખોલાયા હતા. જેના પગલે તંત્ર દ્વારા 17 ગામોને એલર્ટ કરાયા હતાં.

ભાવનગર(Bhavnagar)ના જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ મોડી રાત્રે ઓવરફ્લો થયો છે. શેત્રુંજી ડેમ સતત બીજા વર્ષ પણ ઓવરફ્લો થયો છે. ભારે વરસાદને પગલે શેત્રુંજી ડેમના 59 દરવાજા 2 ફૂટ સુધી ખોલાયા છે. ત્યારે ડેમના કાંઠા વિસ્તારમાં રહેતા આસપાસના લોકોને એલર્ટ અપાયું છે. આ સાથે જ નીચાણવાળા વિસ્તારો સહિત 17 ગામોને એલર્ટ કરાયા છે.

શેત્રુંજી ડેમના મોડી રાતે 2:10 વાગ્યા આસપાસ 20 દરવાજા અને બાકીના સવારે તમામ 39 દરવાજા ખોલાયા હતા. જેના પગલે તંત્ર દ્વારા 17 ગામોને એલર્ટ કરાયા હતાં. ભેગાળી, દાત્રડ, પિંગળી, ટીમાણા, સેવાળીયા, રોયલ, માખણીયા, પર તળાજા, ગોરખી, લીલીવાવ, તરસરા અને સરતાનપર, નાની-રાજસ્થળી, લાપાળિયા, લાખાવડ, માયધાર અને મેંઢા ગામને એલર્ટ અપાયું છે. જેમાં 59 દરવાજા 2 ફુટ ખોલવામાં આવ્યાં છે. જેમાંથી 15,340 કયુસેક પાણીની જાવક થઈ રહી છે.

શેત્રુંજી ડેમ સતત બીજા વર્ષે પણ ઓવરફ્લો થયો છે. ત્યાર બાદ ચાલુ વર્ષે ઓવરફ્લો થતાં 2 ફુટ દરવાજા ખોલવામાં આવતાં 15,340 ક્યુસેક પાણીની જાવક ચાલુ છે. ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ ઓવરફ્લો થતાં ભાવનગર, પાલિતાણા ગારીયાધારનો પાણીનો પ્રશ્ન હલ થયો છે. તેની સાથોસાથ ભાવનગર જિલ્લાના અનેક ગામોને સિંચાઈનો પ્રશ્ન પણ હલ થયો છે.

આ પણ વાંચો : Ginger water Benefits: આદુ વાળા પાણીના આ છે ફાયદા, વજન ઘટાડવા સહિત સ્વાસ્થય માટે છે અત્યંત લાભકારી

આ પણ વાંચો : Mumbai : ગણેશ ઉત્સવ પહેલા BMC એક્શનમાં, કોરોનાની ત્રીજી લહેરને ટાળવા ગાઈડલાઈન કરી જાહેર

Next Video