Bhavnagar: ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટીના અધિકારીઓ જિલ્લાના જોખમી માર્ગ વિસ્તારોની મુલાકાતે, જરૂરી સુધારા-વધારા સૂચવ્યા

|

May 26, 2022 | 10:47 PM

ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી, ગાંધીનગરના આસિસ્ટન્ટ એન્ફોર્સમેન્ટ ઓફિસર વી.બી.દેસાઈ અને વી.જે.અમીન તથા રોડ સેફ્ટી કન્સલ્ટન્ટ દેવેશ રઘુવંશી દ્વારા ભાવનગર જિલ્લાના જોખમી માર્ગ વિસ્તારોની રૂબરૂ મુલાકાત લઈને અકસ્માત થવા પાછળના સંભવિત કારણોની સમીક્ષા કરવામાં આવી હતી.

Bhavnagar: ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટીના અધિકારીઓ જિલ્લાના જોખમી માર્ગ વિસ્તારોની મુલાકાતે, જરૂરી સુધારા-વધારા સૂચવ્યા
ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટીના અધિકારીઓ

Follow us on

Bhavnagar: ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી, ગાંધીનગરના આસિસ્ટન્ટ એન્ફોર્સમેન્ટ ઓફિસર વી.બી.દેસાઈ અને વી.જે.અમીન તથા રોડ સેફ્ટી કન્સલ્ટન્ટ દેવેશ રઘુવંશી દ્વારા ભાવનગર જિલ્લાના જોખમી માર્ગ વિસ્તારોની રૂબરૂ મુલાકાત લઈને અકસ્માત થવા પાછળના સંભવિત કારણોની સમીક્ષા કરવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન આર.ટી.ઓ., જિલ્લા ટ્રાફિક પોલીસ, માર્ગ બનાવનાર એજન્સી જેવી કે, માર્ગ અને મકાન વિભાગ, નેશનલ હાઈવે ઓથોરીટી તેમજ સ્થાનિક વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

આ ટીમ દ્વારા બે દિવસમાં કુલ 12 બ્લેકસ્પોટ તેમજ અન્ય અકસ્માત સંભવિત વિસ્તારોની રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી. મુલાકાત દરમિયાન અધિકારીઓ દ્વારા તાત્કાલિક ટૂંકા ગાળાના પગલા લેવા માટે જણાવવામા આવ્યું હતું. તેમજ આ ટીમ દ્વારા અન્ય જરૂરી ફેરફાર સંબંધિત વિગતવાર રિપોર્ટ જિલ્લા વહીવટી તંત્રને આપવામા આવશે. આ ટીમે ભાવનગર જિલ્લાના કલેક્ટરશ્રીની પણ રૂબરૂ મુલાકાત લીધી હતી. કલેક્ટર યોગેશ નિરગુડેએ ગુજરાત રોડ સેફ્ટી ઓથોરીટીના અધિકારીઓ, આર.ટી.ઓ., પોલીસ, માર્ગ નિર્માણ એજન્સીઓના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

આ બેઠકમાં કલેક્ટરે આર.ટી.ઓ., પોલીસ, માર્ગ નિર્માણ એજન્સીઓના અધિકારીઓને જરૂરી સુધારા વધારા તાત્કાલિક કરવા આદેશ આપ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી રોડ સેફ્ટી પ્રોગ્રામના અમલીકરણ માટે, માર્ગ સલામતી માટે શિર્ષ સંસ્થા તરીકે કાર્ય કરવાં, રોડ સેફ્ટી ભંડોળની રચના માટે તેમજ માર્ગ સલામતી સાથે જોડાયેલી અન્ય કોઈપણ બાબત સબબ કાર્યરત સત્તામંડળ છે.

Published On - 10:47 pm, Thu, 26 May 22

Next Article