Bhavnagar: ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં 150થી વધુ યુવાનો દ્વારા અખાડાના દાવ રજૂ કરાયા

|

Jul 01, 2022 | 1:54 PM

ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં અખાડાના દાવપેચનું અનેરુ આકર્ષણ હોય છે. સમાજનો ખાસ વર્ગ આ અખાડાના દાવપેચ જોવાનું ચૂકતા નથી. અખાડાના દાવ કરનારા બજરંગ દળ અખાડાના યુવાનો છેલ્લા 30 દિવસથી તૈયારીઓ કરી રહ્યા હતા.

Bhavnagar: ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં 150થી વધુ યુવાનો દ્વારા અખાડાના દાવ રજૂ કરાયા
Bhavnagar Rathyatra 2022

Follow us on

Bhavnagar: ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં (Jagannath Rathyatra) અખાડાના દાવપેચનું અનેરુ આકર્ષણ હોય છે. સમાજનો ખાસ વર્ગ આ અખાડાના દાવપેચ જોવાનું ચૂકતા નથી. અખાડાના દાવ કરનારા બજરંગ દળ અખાડાના યુવાનો છેલ્લા 30 દિવસથી તૈયારીઓ કરી રહ્યા હતા. લાઠી દાવ, ચક્ર, પટ્ટાબાજી, તલવાર બાજી, ટાઈગર જંપ, ભીષ્મપાર્ટ જેવા અનેક દાવો 3 વર્ષથી માંડી 55 વર્ષ સુધીના વય જુથના સભ્યો અખાડાના દાવપેચ રજૂ કરી રહ્યા છે. ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં વર્ષ 2005થી શરૂઆત કરવામાં આવી હતી.

બજરંગ દળના અખાડાના ગ્રુપના 150થી વધારે સભ્યો દ્વારા છેલ્લા 30 દિવસથી અલગ-અલગ 7 ટીમ બનાવી વિવિધ પ્રકારના દાવોની પ્રેક્ટિસ રાત્રિના સમયે કરવામાં આવતી હતી. જેમાં નિર્મળનગર ગોંડલીયાની વાડીમાં, કૈલાસવાડી કુંભારવાડા અને ભગતસિંહ પ્રખંડ પાનવાડી ખાતે 150થી વધારે યુવાઓ પ્રેક્ટિસ કરી રહ્યા હતા. અખાડાની પ્રેક્ટિસ પહેલા આચાર પદ્ધતિ અનુસરવામાં આવે છે જેમાં જય ઘોષ, હનુમાનજી પ્રણામ, હનુમાન ચાલીસા અને હથિયાર વંદન કરી પ્રેક્ટિસ શરૂ કરવામાં આવતી હતી. દેશમાં પ્રાચીન કાળમાં રાજ્યની સુરક્ષા માટે અખાડાના અત્યારે ખૂબ જ ઉપયોગી થતા હતા આ પરંપરાગત હથિયારો સાથે અખાડાના દાવપેચ 37મી રથયાત્રામાં જોવા મળી રહ્યા છે.

જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું

ભગવાન જગન્નાથ, ભ્રાતા બળદેવજી અને બહેન સુભદ્રાજી સાથે નગરચર્યાએ નિકળ્યાં

ગુજરાતની બીજા નંબરની મોટી રથયાત્રા એવી ભાવનગરની 37મી રથયાત્રાને શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણીએ પહિંદ વિધિ કરીને રથને પ્રસ્થાન કરાવ્યું હતું. આ વેળાએ તેમની સાથે ભાવનગરના નેક નામદાર મહારાજ વિજયરાજસિંહ ગોહિલ પણ જોડાયાં હતાં. ‘મંદિરમાં કોણ છે રાજા રણછોડ છે’, હાથી, ઘોડા, પાલકી, ‘જય કનૈયા લાલ કી’ના ભક્તોના નાદ વચ્ચે ભગવાન જગન્નાથ, ભ્રાતા બળદેવજી અને બહેન સુભદ્રાજી સાથે નગરની 17.5 કિ.મી.ની પરંપરાગત નગરચર્યાએ સુભાષનગરના નીજ મંદિરેથી નિકળ્યાં હતાં.
શહેરનાં ભાવિકભક્તોમાં રથયાત્રા નીકળવાનો અનોખો ઉમંગ જોવા મળ્યો હતો.

શિક્ષણમંત્રીશ્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું કે, વર્ષમાં એકવાર ભગવાન સામેથી નગરજનોના ક્ષેમકુશળ પૂછવાં સામેથી લોકો વચ્ચે જાય છે. ભારતીય સંસ્કૃતિ એકમાત્ર એવી સંસ્કૃતિ છે જેમાં ભગવાન પરિવારમાં માને છે અને પોતાના ભાઇભાંડુ સાથે લોકોના સામેથી ખબરઅંતર પૂછવાં જાય છે. ભારતીય સંસ્કૃતિમાં ભગવાન મામાના ઘરે જાય છે અને પોતાના ઘરે પરત ફરે છે. આવું વિશ્વમાં માત્ર ભારતીય સંસ્કૃતિમાં જોવાં મળે છે. તેમણે વધુમાં કહ્યું કે, ભગવાન જગન્નાથની રથયાત્રા બે વર્ષના કોરોનાના કપરા સમય બાદ રંગેચંગે નીકળી રહી છે ત્યારે ભાવનગરવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આખા ભાવનગરમાં સુશોભન અને શણગાર કરવામાં આવ્યો છે. રથયાત્રાથી આપણી ધર્મભાવના દ્વારા અનોખી શ્રધ્ધાના દર્શન થાય છે.

Next Article