
ભાવનગર શહેરમાં ગુજરાત હાઉસિગ બોર્ડની ભરતનગર, આનંદનગર અને શાસ્ત્રીનગર વસાહતોમાં આવતી કોલોનીના એસોસિએશન કે મકાનધારક દ્વારા સમાંતરે મરામત અને જાળવણી નહીં કરવાના કારણે કોલોનીઓની વિવિધ મિલ્કતો અત્યંત જર્જરીત થઈ ગઈ છે. જેમાં વસવાટ જોખમી છે. આવી કોઈ મિલ્કતમાં અકસ્માત થવાથી જાનહાની થવાની શક્યતાઓ પણ રહેલી છે. આવા 2000 જેટલા જર્જરિત ફ્લેટ તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે, હાલ તો આ નિર્ણય સાચો છે પરંતુ અહીં રહેતા લોકો માટે ખૂબ જ આકરો નિર્ણય જણાઇ રહ્યો છે. કારણ કે આ ફ્લેટમાં આર્થિક રીતે પછાત હોય તેવા માણસો રહેતા હોય તે ક્યાં રહેવા જાય સૌથી મોટો સવાલ ઊભો થયો છે?
ગુજરાત હાઉસિંગ બોર્ડની ભાવનગર શહેરમાં ઘણી કોલોનીઓના બ્લોક અત્યંત જર્જરિત અને જોખમી છે. ભુતકાળમાં અવાનર નવાર જર્જરિત મકાનો ધ્વસ્ત થયા છે. ગયા વર્ષે જ આનંદનગરમાં હુડકોમાં મોતની ઘટના સાંઈ હતી. અત્યંત જર્જરિત આ મકાનોમાં રહેવું જોખમકારક છે.
તંત્ર દ્વારા અવાર નવાર નોટિસો ફટકારવામાં આવી છે. તો કેટલીક સોસાયટીઓમાં રિપેરિંગ કામ કરવામાં આવ્યુ છે, તેમ છતા મોટા ભાગની સોસાયટીઓમાં ગમે ત્યારે જીવલેલ દુર્ઘટના સર્જાવાની દહેશત વર્તાઈ રહી છે. તાત્કાલિક મકાનની આ ભયજનક સ્થિતિ અંગે ગંભીરતા દાખવીને જરૂરી માલ-સામાન અને દસ્તાવેજોની વ્યવસ્થા કરીને અન્યત્ર સલામત રચળે સ્થળાંતરીત કરવા અંતિમ સુચના આપવામાં આવી છે. હાઉસિંગ બોર્ડ દ્વારા પીજીવીસીએલ અને મહાનગર પાલિકા તંત્ર દ્વારા મિટીંગ કરીને જર્જરિત કલેટનું લિસ્ટ પકડાવી દેવામાં આવ્યું છે. વીજળી, પાણી, ફેનેજના જોડાણો કાપી નાખવાની સુચના આપવામાં આવી છે. ટુંક સમયમાં 2000 જેટલા ફ્લેટને તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરાશે.
આ સમગ્ર વાતને લઈને tv9 ની ટીમે સ્થાનિક ફ્લેટ ધારકોની મુલાકાત લીધી હતી. જેમાં ફ્લેટમાં રહેતા અને આર્થિક રીતે ખૂબ જ પછાત 9 થી 10 હજાર રૂપિયાની સામાન્ય નોકરી કરતા મોટા.ભાગના માણસો જોવા મળ્યા, જેમણે તંત્રને અને સરકારને અપીલ કરી છે કે કોઈપણ સંજોગોએ આ ફ્લેટ જો પાડવામાં આવે તો તેમને હાલ પૂરતી રહેવા માટેની વ્યવસ્થા કરી આપવામાં આવે, અથવા તો ભાડું આપવામાં આવે, કારણ કે આ લોકો ક્યાંય પણ ભાડાના મકાનની ડિપોઝિટ ભરી શકે તેમ નથી અને ઊંચું ભાડું પણ ભરી શકે તેમ નથી, હાલ ચોમાસું માથે છે જર્જરિત મકાનમાં રહ્યા વગર છૂટકો નથી, તંત્ર દ્વારા નળ પાણી ડ્રેનેજ બધું અમુક મકાનમાં કાપી નાખવામાં આવ્યું છે બાકીના મકાનમાં કાપી નાખવામાં આવશે, આ સ્થિતિમાં માણસો જાય તો જાય ક્યાં એ સૌથી મોટી વેદના છે. ત્યારે સરકારે યોગ્ય રસ્તો કાઢી આ ગરીબ માણસો માટે યોગ્ય નિર્ણય લેવો જોઈએ.
Input Credit- Ajit Gadhvi- Bhavngar
Published On - 2:22 pm, Wed, 24 June 26