Bhavnagar: સેન્દરડા ગામે ડેમમાં ડૂબી જતા ત્રણ મહિલા સહિત ચાર લોકોનાં થયા મોત

|

May 30, 2022 | 5:52 PM

મહુવા તાલુકાના સેન્દરડા ગામે ડેમમાં ડૂબી જતાં 4 લોકોના મોત થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. રોજકી ડેમમાં કપડાં ધોવા ગયેલા પરિવારના ચાર પૈકી પુત્ર નિકુલનો પગ લપસી જતા તે ડેમમાં પડ્યો હતો.

Bhavnagar: સેન્દરડા ગામે ડેમમાં ડૂબી જતા ત્રણ મહિલા સહિત ચાર લોકોનાં થયા મોત
Four members of the same family drowned

Follow us on

Bhavnagar: મહુવા તાલુકાના (Mahuva taluka) સેન્દરડા ગામે ડેમમાં ડૂબી જતાં (Drowning) 4 લોકોના મોત થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. રોજકી ડેમમાં કપડાં ધોવા ગયેલા પરિવારના ચાર પૈકી પુત્ર નિકુલનો પગ લપસી જતા તે ડેમમાં પડ્યો હતો. તેને બચાવવા ડેમમાં પડેલી ત્રણ મહિલાઓ પણ ડૂબી જતાં ચારેયના મોત નીપજ્યા હતા. મૃતકોમાં મંગુબેન આણંદભાઈ બારૈયા, તેમની દીકરી દક્ષા અને પુત્ર વધુ કાજલ સહિત ચારના મૃતદેહને બહાર કાઢી પીએમ માટે મોટા ખૂંટવડા ખાતે ખસેડવામાં આવ્યા હતા.

વિક્ટોરિયા પાર્કનું નામ બદલી સ્વામી વિવેકાનંદ પાર્ક કરાશે

શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીએ મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. ભાવનગર શહેર વચ્ચે આવેલું વિક્ટોરિયા પાર્ક કે જે રાજવી પરિવારની દેન છે. જેનું નામ આગામી સમયમાં બદલી સ્વામી વિવેકાનંદ પાર્ક કરવામાં આવશે. મહત્વનું છે કે, હવે વિવિધ સ્મારકોને દેશના ગૌરવવંતા ઇતિહાસ સાથે સંકળાયેલા લોકો સાથે જોડી સાચા અર્થમાં આઝાદીનો ઉત્સવ ઉજવી રહ્યું છે.

જીતુ વાઘાણીએ વિકાસ ગૃહની દીકરીનું કર્યું કન્યાદાન

સામાન્ય રીતે સમાજમાં દીકરીના લગ્નનો પ્રસંગ તેના માતા-પિતા માટે એક આગવો અને અનન્ય અવસર હોય છે. કોઈપણ માતા-પિતા પોતાની દીકરીના ધામધૂમપૂર્વક લગ્ન થાય અને દીકરીના તમામ અરમાનો પૂરા થાય તેનો ખ્યાલ રાખીને તેના લગ્ન કરાવતા હોય છે. પરંતુ સમાજમાં એવી પણ દીકરીઓ છે કે જેનું કોઈ નથી અને અનાથાશ્રમમાં કે આશ્રમશાળાઓમાં નાનપણથી મોટી થાય છે. આવી દીકરીઓને સમાજમાં માનભેર સ્થાન મળે, માતા-પિતાનો પ્રેમ મળે અને લગ્નની યોગ્ય સમયે લગ્ન કરીને સમાજજીવનમાં સ્થાપિત થાય તે જરૂરી છે. રાજ્ય સરકારના મંત્રી જીતુ વાઘાણીએ તાપીબાઈ વિકાસ ગૃહની દીકરીના પાલક માતા-પિતા તરીકેની ફરજો પૂરી કરીને આજે તેને લગ્નની ઉંમર થતાં તેના ધામધૂમપૂર્વક લગ્ન કરાવી કન્યાદાન કર્યું હતું.

Published On - 5:51 pm, Mon, 30 May 22

Next Article