Bhavnagar : હવે તો પ્રાથમિક શાળાઓના પેપર પણ સલામત નથી, ધોરણ 7ની પરીક્ષા આખરે રદ કરાઇ

|

Apr 22, 2022 | 7:08 PM

સમગ્ર ગુજરાત રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી પરીક્ષા સંદર્ભે બાબતો ચર્ચાના ચકરાવે ચડી છે. પેપર લીક (Paper Leak)થવા સહિતનાં મુદ્દાઓ બાબતે દરરોજ નવા નવા ઘટસ્ફોટ થતાં રહે છે.

Bhavnagar : હવે તો પ્રાથમિક શાળાઓના પેપર પણ સલામત નથી, ધોરણ 7ની પરીક્ષા આખરે રદ કરાઇ
Bhavnagar: Even the papers of primary schools are not safe now, the standard 7 examination has finally been canceled

Follow us on

ભાવનગર (Bhavnagar )જિલ્લાના તળાજા તાલુકાના નેસવડ ગામે (Neswad village)આવેલી સરકારી પ્રાથમિક શાળાના બંધ દરવાજા તોડી કોઈ અજાણ્યા શખ્સોએ ધોરણ 6, 7 અને 8 ની વાર્ષિક પરીક્ષાના પ્રશ્નપત્રોની (Question papers) ચોરી કરી નાસી છુટતા શાળાના પ્રિન્સિપાલે તળાજા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ ઘટનાને લઈને શિક્ષણ વિભાગમાં કેટલી ઘોર બેદરકારી રાખવામાં આવે છે તે સાબિત થયું છે. બીજી તરફ શિક્ષણ મંત્રીના જિલ્લામાં જ આવી પેપર ચોરીની ઘટના બનતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. પેપર ચોરીની ઘટનાને લઈને બહુ મોટો પોલીસ કાફલો નેસવડ ગામે તપાસ અર્થે પહોંચેલ હજુ સુધી કોઈ આરોપી ઝડપાયો નથી, પેપર ચોરીને કારણે સમગ્ર રાજ્યમાં 22 અને 23 તારીખ બે દિવસ માટે 7 માં ધોરણની પરીક્ષા રદ કરી છે.

સમગ્ર ગુજરાત રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી પરીક્ષા સંદર્ભે બાબતો ચર્ચાના ચકરાવે ચડી છે. પેપર લીક થવા સહિતનાં મુદ્દાઓ બાબતે દરરોજ નવા નવા ઘટસ્ફોટ થતાં રહે છે. ત્યારે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના નેસવડ ગામે આવેલી સરકારી પ્રાથમિક શાળામાં ચોરીનો અજીબો ગરીબ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં ધોરણ 6, 7 અને 8 ની વાર્ષિક પરીક્ષાના પ્રશ્નપત્રો કોઈ અજાણ્યા શખ્સો ચોરી કરી નાસી છુટતા ભારે ચકચાર મચી ગઇ છે. જેમાં 7 મા ધોરણના સાતેય વિષયના ત્રણ ત્રણ પેપર મળી કુલ 21 પેપર અને 8મા ધોરણનું એક પેપર મળી કુલ 22 પેપરની ચોરી શાળામાંથી જ થવા પામી છે,

આ અંગે તળાજા પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો અનુસાર નેસવડ ગામે પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા દેવરાજભાઈ જેઠાભાઇ ધાંધલાએ તળાજા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા.20/4/2022 ના રોજ શાળાનો સમય પૂર્ણ થતાં તેઓ તથા 5 શિક્ષકો શાળાને તાળા મારી જતાં રહેલ એ દરમ્યાન કોઈ અજાણ્યા શખ્સોએ બંધ શાળાનાં દરવાજાના તાળાં તોડી આચાર્યની ઓફિસમાં રહેલ કબાટના તાળા તોડી અંદર રાખેલ ધોરણ 6, 7, 8 ની વાર્ષિક પરીક્ષાના 22 પ્રશ્નપત્રો કિંમત રૂ,110 ની કોઈ અજાણ્યા શખ્સો ચોરી કરી નાસી છુટ્યા હતાં,

Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ
જયા કિશોરીએ તેની નાની બહેન ચેતના શર્મા સાથે થતા ઝઘડા વિશે કર્યો ખુલાસો, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-05-2024
અમિત શાહે આપી શેરબજારની મોટી ટીપ, લોકસભામાં ભાજપની જીત બાદ આ 5 સ્ટોક થશે શૂટ અપ
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ

આ અંગે તળાજા પોલીસ મથકમાં આઈપીસી કલમ 454, 457 તથા 380 મુજબ અજાણ્યું વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ અંગે ભાવનગર એએસપી સફિન હસનેએ જણાવ્યું હતું કે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના નેસવડ પ્રાથમિક શાળામાંથી પેપર ચોરીનો બનાવ બન્યો છે. જેની જાણ થતાં એલસીબી એસઓજી તથા તળાજા પોલીસ મથકનો સ્ટાફ સ્થળ પર દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી.

આ પણ વાંચો :Ahmedabad: ડુપ્લીકેટ પત્રકારે ફેકટરી માલિક પર રૌફ જમાવી રૂપિયાનો કર્યો તોડ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મધ્યપ્રદેશમાં CAPTના મંચ પરથી કરી મોટી જાહેરાત, ભોપાલમાં બનશે ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી

Next Article