Bhavnagar: DyCM નીતિન પટેલે 15 વર્ષ પહેલાની જર્જરિત સિવિલ હોસ્પિટલ જોઈને થયા વ્યથિત, નવું બિલ્ડીંગ બનાવવા માટે વિચારણા

|

Jul 04, 2021 | 9:54 AM

તેમની આ મુલાકાત બાદ તેમને એ વાત સ્વીકારી હતી કે 15 વર્ષ પહેલા બનેલ આ બિલ્ડીંગનું કામ નબળું બન્યું છે. આ બાબતની રજુઆત પણ આવી છે. સિવિલ હોસ્પિટલનું નવું બિલ્ડીંગ બનાવવા માટે વિચારણા હાથ ધરવામાં આવી છે.

Bhavnagar: DyCM નીતિન પટેલે 15 વર્ષ પહેલાની જર્જરિત સિવિલ હોસ્પિટલ જોઈને થયા વ્યથિત, નવું બિલ્ડીંગ બનાવવા માટે વિચારણા
નીતિન પટેલ ભાવનગરની મુલાકાતે

Follow us on

રાજ્ય સરકારે હવે કોરોના ઓછો થતાં જ જે ગામોમાં સરકારી કામો ચાલે છે, ત્યાં વિવિધ વિભાગના મંત્રીઓને જવા અને તેનું ફોલોઅપ લેવા અનુરોધ કર્યો છે. તેના ભાગ રૂપે નાયબ મુખ્યપ્રધાન નિતિન પટેલ ભાવનગર આવ્યા હતા. નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે (Deputy Chief Minister Nitin Patel) ભાવનગરની (Bhavnagar) સિવિલ હોસ્પિટલ, લેપરેસી હોસ્પિટલ, કેન્સર હોસ્પિટલની મુલાકાત લીધી હતી.

 

નીતિન પટેલે ભાવનગરમાં 15 વર્ષ પહેલા સિવિલ હોસ્પિટલ જર્જરિત હાલત થઈ ગઈ હોય તે નિહાળીને વ્યથિત થયા હતા. તેમની આ મુલાકાત બાદ તેમને એ વાત સ્વીકારી હતી કે 15 વર્ષ પહેલા બનેલ આ બિલ્ડીંગનું કામ નબળું બન્યું છે. આ બાબતની રજુઆત પણ આવી છે. સિવિલ હોસ્પિટલનું નવું બિલ્ડીંગ બનાવવા માટે વિચારણા હાથ ધરવામાં આવી છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

નીતિન પટેલની મુલાકાત સમયે રાજ્ય કક્ષાના શિક્ષણમંત્રી વિભાવરીબેન દવે , ધારાસભ્ય જીતુ વાઘાણી તેમજ અધિકારિઓ અને સિવિલનાઅધિકારીઓ જોડાયા હતા.આ દરમિયાન કેન્સર હોસ્પિટલની પણ મુલાકાત લીધી હતી. આ સાથે જ જણાવ્યું હતું કે ભાવનગરમાં કેન્સર હોસ્પિટલનું ટૂંક સમયમાં જ ઉદ્ઘાટન કરવામાં આવશે.

 

હાલ તમામ પ્રકારના મશીનો આવી ચુક્યા છે અને સરકાર દ્વારા તમામ પરમિશનો મળી ચુકી છે. નિતિન પટેેલે એમ પણ જણાવ્યું હતું કે ભાવનગરમાં મેન્ટલ હોસ્પિટલ માટે પણ કામ આગળ વધશે અને લેપરસી હોસ્પિટલના કમ્પાઉન્ડમાં 50 બેડની મેન્ટલ હોસ્પિટલ નવી બનાવીશું. આ ઉપરાંત ભાવનગર ખાતે મહિલાઓ અને બાળકો માટે ખાસ હોસ્પિટલ બનાવવાનું આયોજન કરવામાં આવશે તેમ પણ કહ્યું હતું.

 

વેક્સિનની અછતના કારણે લોકો પરેશાન થઈ રહ્યાં છે તે વાતનો પણ તેમને સ્વીકાર કર્યો હતું. આ બાબતે ગુજરાતમાં જરૂરિયાત કરતા વેક્સિન ભારત સરકારમાંથી ઓછી મળતી હોવાથી રસી કારણ ઓછું થઈ રહ્યું છે. નીતિન પટેલે એમ પણ જણાવ્યું હતું કે ભાવનગરમાં દવાના સ્ટોરેજ માટે એક ડેપો બનાવવામાં આવશે. અહીંથી સૌરાષ્ટ્ર, અમરેલી,બોટાદ તેમજ અન્ય ગામડાઓ અને શહેરમાં દવા સપ્લાય અહીંથી કરવામાં આવશે.

 

આ પણ વાંચો: Surat : હવે કચરા વીણનારા લોકોને પણ આઈકાર્ડ અપાશે, 911 રેક પિકર્સ રજીસ્ટર્ડ

Next Article