Bhavnagar : નસીતપુર ગામે પોલીસના દરોડા, 600 કિલો નકલી કપાસનું બિયારણ ઝડપ્યું

|

May 13, 2023 | 11:18 AM

ભાવનગરના વલ્લભીપુરના નસીતપુર ગામેથી નકલી કપાસના બિયારણનો જથ્થો ઝડપાયો છે. ભાવનગરના નસીતપુર ગામમાં અલગ અલગ બિયારણની કંપનીની થેલીઓમાં પેકિંગ કરાતું હોવાનું સામે આવ્યું છે.

Bhavnagar : નસીતપુર ગામે પોલીસના દરોડા, 600 કિલો નકલી કપાસનું બિયારણ ઝડપ્યું
Bhavanagar

Follow us on

રાજ્યમાં નકલી હળદર, મરચું અને જીરુ મળ્યું હતું. પરંતુ હવે ભાવનગરના  (Bhavnagar) વલ્લભીપુરના નસીતપુર ગામેથી નકલી કપાસના બિયારણનો જથ્થો ઝડપાયો છે. ભાવનગરના નસીતપુર ગામમાં અલગ અલગ બિયારણની કંપનીની થેલીઓમાં પેકિંગ કરાતું હોવાનું સામે આવ્યું છે. પોલીસે બાતમીના આધારે દરોડો પાડી લગભગ 600 કિલો નકલી બિયારણ ઝડપી પાડ્યુ હતુ. નકલી બિયારણની એક થેલી 900 થી 1200 રૂપિયામાં વેચવામાં આવતી હતી.

આ પણ વાંચો : Bhavanagar : યુવરાજસિંહ જાડેજા આજે ભાવનગર પોલીસ સમક્ષ થશે હાજર, એસપી ઓફિસ પર કડક બંદોબસ્ત કરાયો

વિજાપુરમાંથી 758 કિલો કલર વાળું મરચુ ઝડપાયુ હતું

મહેસાણાના (Mehsana) વિજાપુરમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગન દ્વારા રેડ પાડવામાં આવી છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા બે દિવસની રેકી બાદ મોડી રાત્રે રેડ પાડવામાં આવી હતી. જેમાં લાલ કલર કરી મરચુ બનાવતા ગોડાઉન ઝડપી પાડ્યુ છે. આ ગોડાઉન માંથી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને 758 કિલો કલર વાળું મરચું ઝડપાયુ છે.

આજનું રાશિફળ તારીખ : 21-01-2025
Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા

વિજાપુર હિંમતનગર હાઈવે ઉપર આવેલુ ઉમિયા ગોડાઉન ના પ્લોટ નંબર 43માં બનાવટી મરચું બનાવવાનો કારોબાર ચાલતો હતો. બનાવટી મરચું બનાવવાનો કારોબાર મહેશકુમાર પુનમચંદ મહેશ્વરી નામનો શખ્સ ચલાવતો હતો. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડામાં બીજો વધારે 5 કિલોનો જથ્થો ઝડપાયો હતો. આ સાથે બનાવટી મરચું બનાવવા માટે વપરાતો 3 કિલો લાલ કલર પણ મળી આવ્યો છે.

ડુપ્લીકેટ હળદરનું રેકેટ ઝડપાયું હતું

આ અગાઉ ખેડા જિલ્લાના નડિયાદ શહેર પોલીસને મોટી સફળતા મળી હતી. નડિયાદ મિલ રોડ પર ડુપ્લીકેટ દારૂ બનાવવામાં વપરાતા કેમિકલનો જથ્થો ઉતર્યો હોવાની બાતમી મળી હતી. આ બાતમીના આધારે સરનામાંવાળી જગ્યા પર ચેકિંગ કરતા પોલીસને ડુપ્લીકેટ હળદર બનાવાતુ હોવાનું જોવા મળ્યુ હતુ. પોલીસે નકલી હળદર બનાવવાના આ રેકેટને ઝડપી લીધુ હતુ.

ડુપ્લીકેટ હળદરના આરોપી પર આ કલમો લગાવી હતી

આ કાયદામાં એવું કહેવામાં આવ્યું છે કે જો બે કે તેથી વધુ લોકો વચ્ચે ગુનો કરવા માટે સમજૂતી થાય છે, તો આવા કૃત્ય IPCની કલમ 120B હેઠળ સજાપાત્ર છે. તેથી, આ પ્રકારનું ષડયંત્ર ભારતીય દંડ સંહિતા હેઠળ ગુનો છે. જો કોઈ ગુનાના મુખ્ય ગુનેગારને 5 વર્ષની કેદની સજા થઈ હોય તો તેની સાથે કોઈપણ રીતે તે ગુનાના કાવતરામાં જે કોઈ સંડોવાયેલ હોય. તેને પણ માત્ર 5 વર્ષની સજા થશે.

આઈપીસી કલમ 272 અને 273 ખાદ્યપદાર્થોમાં ભેળસેળ માટે છ મહિનાની જેલ અને રૂ. 1000 દંડની જોગવાઈ કરે છે. આ ગુનો કોગ્નિઝેબલ ગુનાની શ્રેણીમાં આવતો નથી અને જામીનપાત્ર છે. 420 આ કમલ મુજબ સજાપાત્ર અપરાધ કરવા માટેના ગુનાહિત કાવતરા સિવાયના ગુનાહિત કાવતરામાં જે કોઈ પક્ષકાર છે તેને છ મહિનાથી વધુની મુદત માટે કોઈપણ વર્ણનની કેદ અથવા દંડ અથવા બંને સાથે શિક્ષા કરવામાં આવે છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Next Article