ડિસેમ્બરના એક જ સપ્તાહમાં 28 કોરોના કેસ: ભાવનગર તંત્રનું કડક વલણ, રેપિડ ટેસ્ટ માટે બુથ શરૂ

|

Dec 09, 2021 | 7:45 AM

Bhavnagar: વધતા કોરોનાના કેસ વચ્ચે તંત્રનું કડક વલણ જોવા મળી રહ્યું છે. ભાવનગરમાં રેપિડ ટેસ્ટ માટે બુથ શરૂ કરવામાં આવ્યા છે.

Bhavnagar: કોરોનાના નવા વેરિઅન્ટને (Corona new variant) લઇને ભાવનગર મનપા તંત્ર સજ્જ થયું છે. સતત વધતા કેસને પગલે ટેસ્ટિંગ પર ભાર મૂકવામાં આવ્યો છે. મનપા દ્વારા પાંચ જુદા જુદા સ્થળો પર રેપિડ ટેસ્ટ કરવા માટે વ્યવસ્થા ઉભી કરવામાં આવેલ છે. આ ઉપરાંત રસીકરણ પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. મનપા દ્વારા માસ્કની ડ્રાઇવ પણ શરૂ કરવામાં આવેલ છે.

આ સાથે જ મનપા દ્વારા લોકોને કોરોના સામે સતર્ક રહેવા અપીલ કરાઇ છે. મહત્વનું છે કે ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં ભાવનગરમાં 28 પોઝિટિવ કેસ નોંધાયા છે. હાલ ભાવનગર શહેર અને જિલ્લામાં 34 દર્દીઓ સારવાર હેઠળ છે. ત્યારે પરિસ્થિતી ગંભીર બને તે પહેલાં જ તંત્ર દ્વારા તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યાં છે. અને લોકોને કોરોના ગાઇડલાઇનનું પાલન કરવા અપીલ કરાઇ છે.

તો તમને જણાવી દઈએ કે અમદાવાદમાં સિંધુ ભવન રોડ પર લગ્ન પ્રસંગમાં હાજરી આપીને ગયેલા ભાવનગરના 13 લોકો કોરોના પોઝીટીવ આવ્યા હતા. આ બાદ તંત્ર દોડતું થયું છે. ભાવનગર જિલ્લામાં પણ કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. તો 13 કેસ અમદાવાદ લગ્ન પ્રસંગે જઇને પરત આવેલાની ટ્રાવેલ હિસ્ટ્રીવાળા છે. જેને લઈને તંત્ર સજાગ બન્યું છે.

 

આ પણ વાંચો: BHARUCH : આમોદ તાલુકાના કાંકરિયા ગામે 150 લોકોના ધર્માંતરણમાં સ્પેશ્યલ પબ્લિક પ્રોસિક્યુટર નિમાયા

આ પણ વાંચો: CDS General Bipin Rawat : રશિયાએ કહ્યું, ‘ભારતે એક મહાન દેશભક્ત ગુમાવ્યો’, સમગ્ર વિશ્વમાં CDS જનરલ બિપિન રાવતના નિધન પર શોક, જાણો કયા દેશે શું કહ્યું

Next Video