ભાવનગરમાં જાહેરમાં કચરો ફેંકનાર દંડાશે, સ્વચ્છતા માટે રાજયમાં ભાવનગર મહાનગર પાલિકાનો સૌ-પ્રથમ પ્રયોગ

|

Dec 03, 2020 | 9:40 PM

ભાવનગરમાં હવે જાહેરમાં કચરો ફેંકનાર પણ દંડાશે. સ્વચ્છતા માટે આખા ગુજરાતમાં સૌ-પ્રથમ વખત ભાવનગરમાં આ પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા રસ્તા પર કચરો ફેંકતા શહેરીજનો પર નજર રાખવા માટે બે કર્મચારીઓને ભાવનગર પોલીસના CCTV વિભાગમાં તૈનાત કરાયા છે. જેઓ શહેરના 185 CCTV કેમેરા પર સતત નજર રાખી રહ્યા છે. જો […]

ભાવનગરમાં જાહેરમાં કચરો ફેંકનાર દંડાશે, સ્વચ્છતા માટે રાજયમાં ભાવનગર મહાનગર પાલિકાનો સૌ-પ્રથમ પ્રયોગ

Follow us on

ભાવનગરમાં હવે જાહેરમાં કચરો ફેંકનાર પણ દંડાશે. સ્વચ્છતા માટે આખા ગુજરાતમાં સૌ-પ્રથમ વખત ભાવનગરમાં આ પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા રસ્તા પર કચરો ફેંકતા શહેરીજનો પર નજર રાખવા માટે બે કર્મચારીઓને ભાવનગર પોલીસના CCTV વિભાગમાં તૈનાત કરાયા છે. જેઓ શહેરના 185 CCTV કેમેરા પર સતત નજર રાખી રહ્યા છે. જો કોઈ વાહનચાલક જાહેરમાં કચરો ફેંકતો દેખાશે તો તેને દંડ ફટકારવામાં આવશે. વાહન પરથી કચરો ફેંકનાર કોણ હતો તેની જાણકારી મળી શકે છે. પરંતુ સવાલ એ થાય કે કોઈ ચાલીને જતો વ્યક્તિ કચરો ફેંકે તો તેને કેવી રીતે દંડ ફટકારવો? આવા કેસમાં એવો નિર્ણય લેવાયો છે કે જે દુકાન કે પાનના ગલ્લા પાસે રાહદારીએ કચરો ફેંક્યો હશે તે દુકાનદાર અથવા પાનના ગલ્લાવાળાને દંડ ફટકારવામાં આવશે. દુકાન કે ગલ્લો સિઝ કરવા સુધીના પગલાં લેવાશે.

જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

Next Article