ભાવનગર (Bhavnagar)માં સિહોર-ઘાંઘળી રોડ પર આવેલી જીઆઈડીસીની ફેક્ટરીમાં બ્લાસ્ટ (Blast in factory) થયો છે. બ્લાસ્ટના કારણે આગ (fire) લાગતા ફેમાક્ટરીમાં કામ કરતા 10 શ્રમિકો દાઝી ગયા છે. જેમને સારવાર માટે હોસ્પિટલ (Hospital) ખસેડવામાં આવ્યા છે.
ભાવનગરમાં સિહોર-ઘાંઘળી રોડ પર જીઆઈડીસી-4માં અરિહંત નામની રોલિંગ ફેક્ટરી આવેલી છે. જેમાં શ્રમિકો કામ કરી રહ્યા હતા તે દરમિયાન કોઇ ક્ષતિના કારણે અચાનક ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ થવાના કારણે આગ લાગી હતી. આગમાં ફેક્ટરીમાં કામ કરતા 10 જેટલા શ્રમિકો દાઝી ગયા છે. આગ લાગતા જ ફેક્ટરી પાસે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. તો સિહોર, ભાવનગર, નારી, વલ્લભીપુર સહિતની 108ની 5 ટીમો ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને આ ઇજાગ્રસ્ત શ્રમિકોને 108 દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
Blast at GIDC’s Arihant factory in #Bhavnagar, several 108 teams on the spot #TV9News pic.twitter.com/nHLtcsQ2Wf
— Tv9 Gujarati (@tv9gujarati) February 13, 2022
મળતી માહિતી મુજબ તમામ 10 શ્રમિકોને નાની મોટી ઇજાઓ થઇ છે. તમામ દાઝી ગયેલા શ્રમિકોને હાલમાં સિહોર અને ભાવનગરની હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. હાલ સમગ્ર પરિસ્થિતિ કાબુમાં છે.
ગુજરાતમાં અનેક વાર ફેક્ટરીઓમાં બ્લાસ્ટ થવાની અને આગ લાગવાની ઘટનાઓ બનતી હોય છે. ફેક્ટરીના સાધનોમાંં કોઇને કોઇ ક્ષતિ થવાના કારણે શ્રમિકો તેના ભોગ બનતા હોય છે. ત્યારે ફેક્ટરી સંચાલકો દ્વારા ફેક્ટરીના સાધનોની યોગ્ય રીતે ચકાસણી રાખવી જરુરી છે. સાથે જ ફેક્ટરીમાં ફાયર સેફ્ટીના સાધનો રાખવામાં પણ આવશ્યક છે.
આ પણ વાંચો-
આ પણ વાંચો-
Published On - 7:02 am, Sun, 13 February 22