સાડા ત્રણ દાયકાથી પોલીસ ચોપડે વોન્ટેડ આ ચોરને ભરૂચ પોલીસે છુપા વેશમાં ઝડપી પાડ્યો, વાંચો ચતુર ચોરની ધરપકડની રસપ્રદ Story

|

Jul 16, 2022 | 6:39 PM

ટેકનીકલ સર્વેલન્સ તેમજ ખાનગી બાતમીદારની માહિતી આધારે આ આરોપીને રસીકભાઇની વાડીની બહાર શાંતિનગર તરફ જવાના રસ્તા પરથી ઝડપી પાડી પેરોલ ફર્લો સ્કોડ ભરૂચની ઓફીસ ખાતે લાવી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

સાડા ત્રણ દાયકાથી પોલીસ ચોપડે વોન્ટેડ આ ચોરને ભરૂચ પોલીસે છુપા વેશમાં ઝડપી પાડ્યો, વાંચો ચતુર ચોરની ધરપકડની રસપ્રદ Story
thief was caught after 36 years

Follow us on

સાડા ત્રણ દાયકાથી પોલીસને પોતાની પાછળ દોડતી રાખી ચકમો આપનાર ચોરને ભરૂચ પોલીસે(Bharuch Police) આખરે ઝડપી પડ્યો છે. ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક ડૉ . લીના પાટીલ(Dr. Leena Patil) તરફથી જીલ્લામાં નાસતા – ફરતા આરોપીઓ ઝડપી પાડવા આયોજિત સ્પેશ્યલ ડ્રાઇવમાં નારસીંગભાઇ જવલાભાઇ બારીયા નામનો ચોરીનો આરોપી સાડા ત્રણ દાયકા બાદ ઝડપાઇ ગયો છે. આરોપી ઘરફોડ ચોરીના ગુનામાં સક્રિય ટોળકીનો સાગરીત હતો. પોલીસે 36 વર્ષથી ચોપડે ફરાર આરોપી અંગે માહિતી મળતા તેને એક ચોક્કસ એક્શન પ્લાન દ્વારા ઝડપી પાડયો છે.

ડ્રાઇવ અંતર્ગત પેરોલ ફર્લો સ્કોડ ભરૂચના પો.સ.ઈ. ડી.આર.વસાવા તથા સ્કોડના માણસો જીલ્લાના તથા જીલ્લા બહારના નાસતા – ફરતા તથા વોન્ટેડ આરોપીઓ શોધી કાઢવા માટે દાહોદ જીલ્લા ખાતે તપાસમાં ગયા હતા. અહીં પોલીસને હકિકત મળી હતી કે વર્ષ 1986 માં ભરૂચ જીલ્લાના તાલુકા પો.સ્ટે . વિસ્તારમાં ચોરી કરી ફરાર થઇ ગયેલ આરોપી હાલ મોરબી જીલ્લા ખાતે રહે છે . માહિતીના પગલે પો.સ.ઈ. ડી.આર.વસાવા નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસકર્મીઓ મગનભાઇ દોલાભાઇ , નિલેશભાઇ નારસિંગભાઇ તથા રાકેશભાઇ રામજીભાઇ એમ કુલ ત્રણ માણસોની ટીમ બનાવી તાત્કાલીક મોરબી જીલ્લા ખાતે રવાના કરવામાં આવી હતી. આ ટીમ છેલ્લા ત્રણ દિવસથી વેશ પલટો કરી તથા સ્થાનિક ભાષાનો ઉપયોગ કરી તેમજ ટેકનીકલ સર્વેલન્સના આધારે તેમજ લોકલ બાતમીદારથી આરોપીની તપાસ કરતા જાણવા મળેલ કે આરોપી હાલ મોરબી તાલુકાના જેપુર ગામની સીમમાં આવેલ રસીકભાઇની વાડીમાં નવલભાઇ તરીકે ખોટુ નામ ધારણ કરી રહે છે.

અનંત-રાધિકાના લગ્નમાં પરફોર્મ કરશે જસ્ટીન બીબર, 7 વર્ષ બાદ ભારત આવ્યો-Video
Knowledge : કેટલા સમય પછી ચેક કરવું જોઈએ વજન? જાણો તેની સાથે જોડાયેલી વાતો
આજનું રાશિફળ તારીખ : 04-07-2024
ગંભીરને ફરી આવ્યો ગુસ્સો? પાછળથી આવીને એક વ્યક્તિનું ગળું દબાવી દીધું
કયા વિટામીનની કમીને કારણે પેટ ખરાબ થાય છે?
ગૌતમ સિંઘાનિયા પર આવ્યા આ મોટા સમાચાર...રોકેટ બન્યા Raymond Share

ટેકનીકલ સર્વેલન્સ તેમજ ખાનગી બાતમીદારની માહિતી આધારે આ આરોપીને રસીકભાઇની વાડીની બહાર શાંતિનગર તરફ જવાના રસ્તા પરથી ઝડપી પાડી પેરોલ ફર્લો સ્કોડ ભરૂચની ઓફીસ ખાતે લાવી કાયદેસરની કાર્યવાહી કરી હતી. આરોપીને વધુ તપાસ અર્થે ભરૂચ તાલુકા પો.સ્ટે . ખાતે સોંપવામાં આવેલ છે . આરોપીનું નામદાર કોર્ટ દ્વારા CRPC 70 અને CRPC 82 મુજબનું વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું છે. ધરપકડ કરાયેલ આરોપી નારસીંગભાઇ જવલાભાઇ બારીયા હાલએ ભરૂચ તાલુકા પો.સ્ટે .માં ચોરીના ગુનાની વરદાતને અંજામ આપ્યો હતો. આરોપીને ઝડપી પાડવા પો.સ.ઈ. ડી.આર.વસાવા સાથે મગનભાઇ દોલાભાઇ , અ.હે.કો.નિલેશભાઇ નારસિંગભાઇ , અ.હે.કો.ઇન્દ્રવદન કનુભાઇ , પો.કો. રાકેશભાઇ રામજીભાઇ , પો.કો. રાકેશભાઇ ચંદુભાઇ , પો.કો . શિવાંગસિંહ પ્રતાપસિંહ , પો.કો. અનિલભાઇ દિતાભાઇ તથા વુ.પો.કો. નિતાબેન રમણસિંહ અને પો.કો. વિનોદભાઇ રણછોડભાઇ ( SOG ) નાઓ દ્વારા જહેમત ઉઠાવી હતી.

Published On - 6:39 pm, Sat, 16 July 22

Next Article