અંકલેશ્વરનો આ પાર્ક તમારા આરોગ્યની દરકાર રાખશે, પાલિકાએ તૈયાર કર્યો Acupressure Walkway, વિનામૂલ્યે મળશે પ્રવેશ

|

Jan 09, 2023 | 1:59 PM

પાર્કની વિશેષતા મુજબ એક્યુપ્રેશર વોક વે પણ બનાવવામાં આવશે. પાંચ કરોડ રૂપિયામાં બજેટનો આ પ્રોજેક્ટ જાન્યુઆરીના અંત અથવા તો ફેબ્રુઆરીની શરૂઆતમાં તૈયાર થઈ જશે ત્યારબાદ તેનું લોકાર્પણ કરવામાં આવશે. પાર્કમાં વિનામૂલ્યે લોકોને પ્રવેશ આપવામાં આવશે

અંકલેશ્વરનો આ પાર્ક તમારા આરોગ્યની દરકાર રાખશે, પાલિકાએ તૈયાર કર્યો Acupressure Walkway, વિનામૂલ્યે મળશે પ્રવેશ
Acupressure Walkway prepared by nagar palika

Follow us on

અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં વિકાસના કાર્યો પૂરજોશમાં હાથ ધરવામાં આવ્યા છે સાથે નગરપાલિકા દ્વારા શહેરમાં આવેલ ગામ તળાવના બ્યુટીફિકેશન માટે ખાસ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે લોકોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે તંત્ર દ્વારા ખાસ આયોજન હાથ ધરાયુ છે. જિલ્લા આયોજનની ગ્રાન્ટમાંથી મંજૂર થયેલ કામનું 85% કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટની વાત કરીએ તો પાલિકા દ્વારા લાઇટિંગ, ત્રણ સિક્યુરિટી ગાર્ડ અને પોણા કિલોમીટરમાં ખાસ આયોજન કરવામાં આવ્યું છે સાથે ફેબ્રુઆરીના અંત સુધીમાં આ પ્રોજેક્ટને પૂર્ણ કરવામાં આવશે.

આ પાર્કમાં લોકોને પ્રથમ વિનામૂલ્યે એન્ટ્રી આપવામાં આવશે અંકલેશ્વરની આગવી ઓળખ એવો સુંદર પ્રોજેક્ટ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવ્યો છે. હાલમાં તેની કામગીરી ચાલી રહી છે. ટૂંક જ સમયમાં આ પ્રોજેક્ટના કામનું લોકાર્પણ ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે કરવામાં આવશે. નગરપાલિકા દ્વારા તૈયાર થનાર આ પ્રોજેક્ટમાં તળાવ બનાવવામાં આવ્યું છે અને  તેની આજુબાજુમાં વોકને આકાર આપવામાં આવ્યો છે. સિનિયર સિટીઝન અને નાના બાળકો માટે ગાર્ડનમાં વિશેષ ઝોન બનાવવામાં આવ્યું છે. તેમજ નાના બાળકો માટે રમત-ગમતના સાધનો આ ગાર્ડનમાં મૂકવામાં આવશે.આ સાથે સાથે લોકો કસરત કરી શકે તે માટે પણ અહીં તેઓના જીમના સાધનો મૂકવામાં આવશે.

એક્યુપ્રેશર વોક વે તૈયાર કરશે

પાર્કની વિશેષતા મુજબ એક્યુપ્રેશર વોક વે પણ બનાવવામાં આવશે. પાંચ કરોડ રૂપિયામાં બજેટનો આ પ્રોજેક્ટ જાન્યુઆરીના અંત અથવા તો ફેબ્રુઆરીની શરૂઆતમાં તૈયાર થઈ જશે ત્યારબાદ તેનું લોકાર્પણ કરવામાં આવશે. પાર્કમાં વિનામૂલ્યે લોકોને પ્રવેશ આપવામાં આવશે તેમ નગરપાલિકા પ્રમુખ વિનય વસાવાએ જણાવ્યું હતું. અહીં ત્રણ સિક્યુરિટી ગાર્ડ રાખવામાં આવ્યા છે. અહીંનો વોક વે માં લોકો મોર્નિંગ અને ઇવનિંગ વોક કરી શકશે. એક્યુપ્રેશર વોક વે પણ બનાવવામાં આવ્યો છે. જે આરોગ્યની પણ દરકાર લેશે.

Karwa chauth માટે ક્યો કરવો વધારે શુભ માનવામાં આવે છે ?
Karwa Chauth 2024 : કરવા ચોથની થાળીને આ રીતે સજાવો, તમને મળશે અખંડ સૌભાગ્યના આશીર્વાદ !
તુલસીની માળા પહેરવાનો શું નિયમ છે?
અનિલ અંબાણીને મળી મોટી રાહત, નહીં ભરવો પડશે 25 કરોડનો દંડ
સૂર્યદેવના મંત્રનો જાપ કરવાની સાચી રીત કઈ છે, જીવનમાં નહીં રહે પૈસાની કમી !
આજનું રાશિફળ તારીખ : 19-10-2024

એક્યુપ્રેશર એ સારવારની એક પ્રાચીન પદ્ધતિ છે જેમાં શરીરના જુદા જુદા ભાગોના મહત્વપૂર્ણ બિંદુઓ પર દબાણ લાવી રોગને દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. વાસ્તવમાં આપણા શરીરના મુખ્ય અંગોના દબાણ કેન્દ્રો એટલે કે પ્રેશર પોઈન્ટ્સ પગના તળિયા અને હથેળીઓમાં હોય છે. જો આ દબાણ કેન્દ્રોનો સ્પર્શ શરીરના જે ભાગને અસર થાય છે તે પ્રેશર પોઈન્ટને લગતા રોગમાંથી રાહત મળી શકે છે.

Published On - 1:59 pm, Mon, 9 January 23

Next Article